ગન કલ્ચર:અમેરિકામાં એક વર્ષમાં 2 કરોડ બંદૂકો વેચાઈ, ખરીદનારામાં 40% મહિલાઓ, તેમાં સિંગલ મધર અને વૃદ્ધાઓ સામેલ

ગન કલ્ચર:અમેરિકામાં એક વર્ષમાં 2 કરોડ બંદૂકો વેચાઈ, ખરીદનારામાં 40% મહિલાઓ, તેમાં સિંગલ મધર અને વૃદ્ધાઓ સામેલ

અમેરિકામાં સુરક્ષા માટે બંદૂકોનું વેચાણ વધ્યું, પરંતુ ગોળીઓનો પુરવઠો ઠપ

 

અમેરિકામાં કોરોનાકાળમાં બંદૂકોનું વેચાણ વધ્યું છે. લોકોમાં સામાજિક અશાંતિ અને ગુનાખોરીનો ડર છે. એટલે તેઓ સુરક્ષા માટે બંદૂકો ખરીદી રહ્યા છે. આ સાથે શિકાર માટે પણ બંદૂકો ખરીદાઈ રહી છે કારણ કે, લોકો પાસે પૂરતો સમય છે. ખાસ વાત એ છે કે, ગયા વર્ષે બંદૂકો ખરીદનારામાં 40% મહિલાઓ છે, જેમાં સિંગલ મધર અને વૃદ્ધાઓની સંખ્યા વધુ છે.

જોકે, બંદૂકો વેચાય છે, પરંતુ તેની ગોળીઓનો પુરવઠો ઠપ છે. બંદૂકની ગોળીઓના નિર્માતાઓનું કહેવું છે કે, અમે વધુને વધુ ઉત્પાદન કરી રહ્યા છીએ, પરંતુ બંદૂકની ગોળીઓની દુકાનોમાં જગ્યા ઓછી છે, તેની કિંમત પણ વધી રહી છે. ગોળીઓનો પુરવઠો ઓછો હોવાની અસર નેશનલ લૉ એન્ફોર્સમેન્ટ ફાયરઆર્મ્સ ઈન્સ્ટ્રક્ટર્સ એસોસિયેશન પર પણ પડી છે.

આ એસોસિયેશનના મેનેજિંગ ડિરેક્ટર જેસન વુસ્ટેનબર્ગ કહે છે કે, અનેક શૂટિંગ કોચે અમારે ત્યાં પોતાનું રજિસ્ટ્રેશન રદ કરાવી લીધું છે. તેમનું કહેવું છે કે, તેઓ જે એજન્સીમાં કામ કરે છે, ત્યાં તેમને ગોળીઓનો સપ્લાય નથી મળતો. તેઓ પોતે પણ ગોળીઓ ખરીદવામાં અસમર્થ છે. ન્યૂયોર્કમાં બંદૂકોના ડીલર આર્ડન ફ્રેજિને કહ્યું કે, ‘સેના જેવી એઆર-15 રાઈફલોની માંગ વધી છે. તેનો સ્ટોક ઝડપથી વેચાઈ જાય છે.

માહામારી દરમિયાન પહેલીવાર 8એમ કે 9એમની બંદૂકો પણ વેચાઈ છે. શોટગનની 12 ગેજ, હેન્ડગનની 9 મિ.મી. અને સેના જેવી .556 ગોળીઓની માંગ વધુ છે.’ ગિફ્ડર્સ લૉ સેન્ટરના અરી ફેઈલિચ કહે છે કે, ‘કોરોનાની શરૂઆતમાં અમે લોકોને ટોઈલેટ પેપર, જંતુનાશકોની જમાખોરી કરતા જોયા હતા.

અમેરિકામાં 5 કરોડ લોકો શૂટિંગ સ્પોર્ટ્સ ભાગ લે છે
નેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના મતે, અમેરિકામાં 5 કરોડથી વધુ લોકો શૂટિંગને લગતી ટુર્નામેન્ટોમાં ભાગ લે છે. 2020માં અમેરિકામાં 2 કરોડ બંદૂકો વેચાઈ હતી, જે 2019ની તુલનામાં 58% વધુ છે. આ ખરીદારોમાં 84 લાખે પહેલીવાર બંદૂક ખરીદી હતી અને કુલ ખરીદારોમાં 40% મહિલાઓ હતી. એફબીઆઈ નેશનલ ઈન્સ્ટન્ટ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ચેક સિસ્ટમ ડેટાબેઝ પ્રમાણે, જૂન 2021 સુધી 6 મહિનામાં 2.22 કરોડ બંદૂક વેચાઈ હતી.