શું તમે કોવિશીલ્ડ વેક્સિન લીધી છે?:બ્રિટનમાં થયેલા સંશોધન પ્રમાણે એસ્ટ્રાજેનેકા વેક્સિન આપે છે જીવનભર કોરોનાથી સુરક્ષા,એન્ટીબોડી ખતમ થયા બાદ પણ T-સેલ્સ બની શકે છે

શું તમે કોવિશીલ્ડ વેક્સિન લીધી છે?:બ્રિટનમાં થયેલા સંશોધન પ્રમાણે એસ્ટ્રાજેનેકા વેક્સિન આપે છે જીવનભર કોરોનાથી સુરક્ષા,એન્ટીબોડી ખતમ થયા બાદ પણ T-સેલ્સ બની શકે છે

 
 • ઓક્સફોર્ડ અને સ્વિત્ઝર્લેન્ડના વૈજ્ઞાનિકોએ નેચર જર્નલમાં માહિતી આપી
 • ઓક્સફોર્ડની એસ્ટ્રાજેનેકાની વેક્સિન જીવનભર મજબૂત સુરક્ષા આપે છે અને વાઈરસનો ખાતમો કરનારી એન્ટીબોડીઝ તૈયાર કરવા ઉપરાંત આ વેક્સિન શરીરમાં એવા તો T-સેલ્સનું સર્જન કરે છે કે જે હંમેશા વાઈરસ અને નવા વેરિએન્ટ્સનો નાશ કરતી રહે છે. એટલે કે વાઈરસના સર્જન સામે એન્ટીબોડીની મજબૂત સ્થિતિ શરીરમાં નિર્માણ કરવા ઉપરાંત આ વેક્સિન T-સેલ્સને શોધવા અને તેનો નાશ કરવા માટે "ટ્રેઈનિંગ કેમ્પ"નું પણ સર્જન કરે છે, તેમ નેચર નામના જર્નલમાં પ્રકાશિત એક સંશોધનમાં આ માહિતી આપવામાં આવી છે.

  આ સંશોધનની રસપ્રદ માહિતી પ્રમાણે એન્ટીબોડીઝ ક્ષીણ થયા બાદ પણ અત્યંત મહત્વના ગણાતા કોષો બનાવવાની શરીર દ્વારા પ્રક્રિયા જાળવી રાખી શકે છે, જે જીવન પર્યંત કોરોના સંક્રમણ સામે સુરક્ષા કવચ તરીકે મદદરૂપ બને છે તેમ જ વિવિધ પ્રકારાના વેરિએન્ટ સામે પણ સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડે છે.

  UKની ઓક્સફોર્ડ અને સ્વિત્ઝર્લેન્ડના વૈજ્ઞાનિકોએ નેચર નામના જર્નલમાં આપેલી માહિતીમાં જણાવાયું હતું છે કે ઓક્સફોર્ડ અને J&Jની એડિનોવાઈરસની વેક્સિનમાં T-Cell સુરક્ષા માટે ચાવીરૂપ વિશેષતા ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સિન્સ કોવિશિલ્ડ નામ ધરાવે છે.

  સ્વિત્ઝર્લેન્ડમાં કેન્ટનલ હોસ્પિટલના સંશોધક બર્ખાર્ડ લુડેવિગે જણાવ્યું હતું કે સેલ્યુલર ટ્રેઈનિંગ કેમ્સમાંથી જે T-cells આવે છે તે ખૂબ જ ઉચ્ચ ફિટનેસ ધરાવે છે. એડિનોવાઈરસ લાંબા સમય સુધી માનવી સાથે સહ-વિકસિત હોય છે, અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન માનવીમાં રહેલી રોગપ્રતિકારક ક્ષમતા વિશે ઘણુબધુ શીખે છે.

  T-cells માટે "ટ્રેઈનિંગ ગ્રાઉન્ડ્સ" તરીકે કાર્ય કરે
  વાઈરસ હંમેશા શ્રેષ્ઠ શિક્ષક કે શીખવનાર તરીકે રહ્યા છે, અને અહીં તેઓ T-cellની પ્રતિક્રિયામાં કેવી રીતે શ્રેષ્ઠસ્તરે કાર્ય કરવું તે અંગે આપણને શીખવે છે. આ સંજોગોમાં અમે TB, HIV, હિપેટાઈટીસ C તથા કેન્સર જેવા અન્ય રોગોને પણ ટાર્ગેટ કરી ઉપયોગ કરી શકાય તે રીતે તેને તૈયાર કરી રહ્યા છીએ. આ સંશોધનોમાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે એડિનોવા વાઈરસ લાંબી જીવન આવરદા ધરાવતા ટિશ્યૂ સેલ્સ મેળવવા માટે સક્ષમ છે, જેને ફાઈબ્રોબ્લાસ્ટિક રેટિક્યુલર સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. T-cells "ટ્રેઈનિંગ ગ્રાઉન્ડ્સ" તરીકે કાર્ય કરે છે.

  T-cells સેલ્સ સર્જન કરે છે
  અગાઉના સંશોધનમાં જોવા મળ્યું હતું કે ઓક્સફોર્ડની વેક્સિન mRNA વેક્સિન જેવી કે ફાઈઝર અને મોડર્ના કરતાં T-cells સેલ્સ સર્જન કરે છે. T-cellનું લેવલ માપવું મુશ્કેલ છે, પણ નવા સંશોધનમાં તે આજીવન રહેતા હોવાની નવી આશાને જન્મ આપી છે.

  ઓક્સફોર્ડના નફિલ્ડ ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિનના પૌલ ક્લેમને જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં સેંકડોની સંખ્યામાં લોકોએ વેક્સિન લીધી છે. આ વેક્સિન લેવાનો છેવટનો એન્ટીબોડીઝ અને T-cells બન્નેનો ઉપયોગ કરીને લાંબા ગાળા સુધી રોગપ્રતિકારક ક્ષમતાનું રક્ષણ કરવાનું છે.

 • ફ્રાંસ ભારતમાં એસ્ટ્રાજેનેકાની વેક્સિન લેનારને દેશમાં પ્રવેશ આપશે
  ફ્રાંસે ભારતમાં ઉત્પાદિત કોવિડ-19ની વેક્સિન એસ્ટ્રાજેનેકાની વેક્સિન અંગે આંતરરાષ્ટ્રીય યાત્રીઓને દેશમાં આવવા માટે મંજૂરી આપી છે. ભારતમાં એસ્ટ્રાજેનેકા વેક્સિનને કોવિશીલ્ડના નામથી ઓળખવામાં આવે છે. અગાઉ તેની ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલો હતો.

  ફ્રાંસે કોરોના વાઈરસના ડેલ્ટા વેરિએન્ટને અટકાવવા અને હોસ્પિટલોને દબાણથી બચાવવા માટે સરહદો પર તપાસ અને દેખરેખની કડક વ્યવસ્થા કરી છે. આ અગાઉ ક્વીન્સલેન્ડ અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા રાજ્યોની સરકારે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોને એસ્ટ્રાજેનેકા વેક્સિન નહીં લગાવવા ગયા જૂન મહિનાના અંત ભાગમાં સલાહ આપી હતી. બ્લડ ક્લોટિંગનું કારણ રજૂ કરવામાં આવ્યું હતું.