કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહત:સરકારે મોંઘવારી ભથ્થું 17%થી વધારીને 28% કર્યું, 50 લાખ કર્મચારી અને 61 લાખ પેન્શનર્સને ફાયદો થશે; જાન્યુઆરી 2020થી રોકી દેવાયું હતું

કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહત:સરકારે મોંઘવારી ભથ્થું 17%થી વધારીને 28% કર્યું, 50 લાખ કર્મચારી અને 61 લાખ પેન્શનર્સને ફાયદો થશે; જાન્યુઆરી 2020થી રોકી દેવાયું હતું

મોદી સરકારે વધતી મોંઘવારી અને કોરોના મહામારી વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં, એટલે કે DA 17%થી વધારીને 28% કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક અફેર (CCEA)એ બુધવારે આના પર મહોર લગાવી દીધી છે. એની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. આ નિર્ણયથી 50 લાખ કેન્દ્રીય કર્મચારી અને 61 લાખ પેન્શનર્સને ફાયદો થશે.

આ પહેલાં કોરોના મહામારીને કારણે જૂન 2021 સુધીમાં કર્મચારીઓ અને પેન્શનર્સના DAને વધારવા પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને DAના ત્રણ હપતા મળવાના બાકી છે, જે 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021એ મળવાના હતા.

શું હોય છે મોંઘવારી ભથ્થું, એટલે કે DA?
મોંઘવારી ભથ્થું એ સેલરીનો એક ભાગ છે. આ કર્મચારીના પ્રાથમિક સેલરીના એક નિશ્ચિત ટકામાં હોય છે. દેશમાં મોંઘવારીની અસરને ઘટાડવા સરકાર પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપતી હોય છે. આને સમય-સમયે વધારવામાં આવે છે. રિટાયર્ડ કર્મચારીઓને પણ આનો લાભ મળતો હોય છે.

15 મહિના પછી આજે કેન્દ્રીય કેબિનેટની ફિઝિકલ મીટિંગ યોજાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. 5 મહિના પછી આજે કેન્દ્રીય કેબિનેટની ફિઝિકલ મીટિંગ યોજાઈ હતી. આની પહેલાં પાછલા વર્ષે એપ્રિલમાં પ્રત્યક્ષ બેઠક થઇ હતી. લોકડાઉનમાં લગભગ દરેક અઠવાડિયે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક થતી હતી.

સાંજે વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી મંત્રી પરિષદની પણ બેઠક
PM મોદી આજે સાંજે વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી મંત્રી પરિષદની બેઠક પણ કરશે. 7 જુલાઇએ કેબિનેટ વિસ્તાર પછી આ બીજી બેઠક રહેશે. નવી મંત્રી પરિષદની પહેલી બેઠક 8 જુલાઇએ થઇ હતી. આની પહેલાં 7 જુલાઇએ 43 મંત્રીએ મંત્રીપદ માટે શપથ લીધા હતા, જેમાં 15 કેબિનેટ અને 28 રાજ્યમંત્રી પણ સામેલ છે.

ચોમાસુ સત્રને ધ્યાનમાં લઈ યોજાઈ રહી છે બેઠક
સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઇથી શરૂ થવાનું છે. માનવામાં આવી રહ્યું છે કે આ જ કારણથી જ મંત્રી પરિષદની બેઠક બોલાવવામાં આવી છે. ખરેખર કોરોના સામેના વેક્શિનેશન સહિત અન્ય કેટલાક મુદ્દાઓ ચર્ચામાં છે. બેઠકમાં આવા મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે નબળી પડેલી અર્થવ્યવસ્થાને ગતિમાન કરવા માટે કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાઇ શકે છે.

કેબિનેટ વિસ્તરણ પછી થયેલી બેઠકમાં લેવામાં આવેલા મહત્ત્વના નિર્ણયો

  • મંત્રીમંડળના વિસ્તરણ પછી તરત જ મળેલી બેઠકમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ખેડૂતોને ફાયદો પહોંચાડવાથી લઇને હેલ્થ ઇમર્જન્સીમાં કેવી રીતે સુધારો લાવી શકાય.
  • કોરોનાકાળને ધ્યાનમાં રાખીને PM મોદીએ હેલ્થ ઇમર્જન્સી માટે 23 હજાર કરોડના પેકેજની મંજૂરી આપી હતી
  • આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને અમે 23 હજાર કરોડનું નવું પેકેજ લાવ્યા છીએ.
  • આ પેકેજમાં કેન્દ્ર નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે મીટિગમા ખેડૂત કલ્યાણ માટે મંડીઓને મજબૂત કરવા પર જોર આપ્યું છે. આના માટે એગ્રિકલ્ચર ઇન્ફાસ્ટ્રક્ચર ફંડના ઉપયોગની સાથે-સાથે લોન પર વ્યાજની છૂટ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
  • કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે એક લાખ કરોડ રૂપિયા મંડીઓ મારફત ખેડૂતો સાથે પહોંચાડવાની યોજના સરકારે બનાવી છે.