રસી લેવી તે ફાયદાનો સોદો:વેક્સિન લીધી છે તો કોરોના થયા પછી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત 80% ઓછી થઈ જશે

રસી લેવી તે ફાયદાનો સોદો:વેક્સિન લીધી છે તો કોરોના થયા પછી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત 80% ઓછી થઈ જશે

ICU દાખલ કરવાની જરૂરિયાત માત્ર 6 ટકા જ પડશે

વેક્સિન લગાવી ચૂકેલા લોકો જો કોરાનાવાઈરસથી સંક્રમિત થાય છે, તો તેમની હોસ્પિટલમાં એડમિટ થવાની શકયતા 75થી 80 ટકા ઘટી જાય છે. સાથે જ તેમને ઓક્સિજનની જરૂર પડવાની શકયતા 8 ટકા અને ICUમાં દાખલ કરવાની જરૂરિયાત માત્ર 6 ટકા જ રહે છે. નીતિ આયોગના મેમ્બર ડો.વીકે પોલે શુક્રવારે કોરોનાની સ્થિતિ અંગે થનારી પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી. તેમણે ઘણા સ્ટડીના આધારે આ દાવો કર્યો.

તેમણે જણાવ્યું કે રૂરલ એરિયામાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં સીરોપોઝિટિવિટી રેટ 56 ટકા અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં 63 ટકા છે. આ માહિતી પરથી ખ્યાલ આવે છે કે બાળકો કોરોનાથી સંક્રમિત થયા હતા પરંતુ તેની અસર ખૂબ જ હળવી હતી. ત્રીજી લહેરમાં પણ બાળકોમાં સંક્રમણના કેટલાક કેસ આવે તેવી શકયતા છે.

જ્યારે WHO-AIIMSના સર્વે પરથી ખ્યાલ આવે છે કે 18 વર્ષથી ઓછી અને તેનાથી વધુ ઉંમરના લોકોમાં સીરોપોઝિટિવિટી લગભગ બરાબર છે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં તે 67 ટકા અને તેનાથી ઓછી ઉંમરના લોકોમાં તે 59 ટકા છે. શહેરી વિસ્તારમાં તે 79 ટકા અને 78 ટકા છે.

નવા વેરિઅન્ટ આવતા રહેશે
વાઈરસના મ્યુટેશન પર ડો.પોલે કહ્યું કે કોરોના વેરિઅન્ટ આવતા રહેશે અને વધતા પણ રહેશે. તેને કાબુ કરવાની ફોર્મ્યુલામાં કોઈ ફેરફાર નહિ આવે. નવો વેરિઅન્ટ આવે, તે પહેલા જ આપણે તેનાથી બચવા માટે તૈયાર રહેવું જોઈએ.

આ દરમિયાન એક સમાચાર આવ્યા છે કે ઈન્ડિયન SARAS-CoV-2 જીનોમિક કન્સોર્ટિયા (INSACOG) ઝડપથી ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર રિપોર્ટ જાહેર કરશે. સરકારી સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી છે.

રિકવરી રેટ 96% પર પહોંચી
આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 7.98 લાખ થઈ છે. છેલ્લા 3 દિવસમાં તેમાં 1.14 લાખનો ઘટાડો આવ્યો છે. હવે રિકવરી વધીને 96 ટકા થઈ ગઈ છે.

તેમણે જણાવ્યું કે અમે રોજ 18.4 લાખ કોરોના ટેસ્ટ કરી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 62480 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. છેલ્લા 11 દિવસથી એક લાખથી ઓછા મામલા રિપોર્ટ થઈ રહ્યાં છે. કોરોનાના કેસમાં પીકમાં 85 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમણે કહ્યું કે એ સત્ય ન હોઈ શકે કે ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થશે. તેમ છતાં સરકાર તૈયારીઓમાં કોઈ કસર છોડી રહી નથી.

લવ અગ્રવાલે જણાવ્યું કે 22 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લાગી ચૂક્યો છે. જ્યારે 5 કરોડથી વધુ લોકોને બીજો ડોઝ લગાવવામાં આવ્યો છે.

( Source - Divyabhaskar )