અમદાવાદીઓ ચેતી જજો: સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી કોરોના વાઈરસ મળ્યા

અમદાવાદીઓ ચેતી જજો: સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી કોરોના વાઈરસ મળ્યા

 

ગુજરાતમાંથી જીવલેણ કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પણ અમદાવાદવાસીઓ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી લેવાયેલા તમામ નમૂના કોરોનાથી સંક્રમિત નીકળ્યા છે. 

શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવના પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં અને તમામ સેમ્પલ્સ સંક્રમિત જણાયાં છે. ચાર મહિનામાં 16 જેટલાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાં 5 જેટલાં સેમ્પલ પોઝિટિવ જણાયા હતા.

સાબરમતી નદીમાંથી લેવાયેલા તમામ નમૂનાઓ સંક્રમિત જોવા મળ્યા છે. જે ચિંતાનો વિષય છે. અત્યાર સુધી ગંગા નદીમાં મળી આવતા મૃતદેહને લઈને ગંગા નદીમાં કોરોના સંક્રમણ ફેલાવવાનો ખતરો હતો.

 

IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાએ સાથે મળીને વિવિધ પ્રાકૃતિક જળસ્ત્રોતનો અભ્યાસ કર્યો. નવી દિલ્હી ખાતે આવેલી જેએનયુની સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટલ સાયન્સીઝના સંશોધકોનો પણ સમાવેશ થાય છે. આસામના ગુવાહાટી ક્ષેત્રમાં નદીઓની તપાસ કરી તો ત્યાં પણ ભારૂ નદીમાંથી લેવામાં આવેલું એક સેમ્પલ કોરોના સંક્રમિત આવ્યું છે.  અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી લેવાયેલા સેમ્પલમાં કોરોના વાયરસ મળ્યા છે. સાબરમતી ઉપરાંત કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી લેવાયેલા સેમ્પલ પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

આ રિસર્ચને લઈને IIT ગાંધીનગરના પૃથ્વી અને વૈજ્ઞાનિક વિભાગના પ્રોફેસર મનીષકુમારે જણાવ્યું હતું કે પાણીમાં આ સેમ્પલ નદીમાંથી 3 સપ્ટેમ્બરથી 29 ડિસેમ્બર 2020 સુધી દરેક અઠવાડીયે લેવામાં આવ્યા હતા. સેંપલ લીધા પછી તેમાં તપાસ કરવામાં આવી તો તેમાં કોરોના વાયરસના જીવતા જીવાણું જોવા મળ્યા હતા.

(Source - Gujarata Samachar)