અમેરિકાએ લીધો જબરદસ્ત મોટો નિર્ણય, H1-B વીઝા ધારકો માટે ખાસ અગત્યના સમાચાર

અમેરિકાએ લીધો જબરદસ્ત મોટો નિર્ણય, H1-B વીઝા ધારકો માટે ખાસ અગત્યના સમાચાર

અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને H-1B વીઝા હોલ્ડર્સના જીવનસાથી માટે વર્ક પરમિટ પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પગલાંથી અમેરિકામાં હજારો ભારતીય ટેક પ્રોફેશનલ્સ પર અસર પડશે.

અમેરિકન સરકારે 22મી મેના રોજ એક નોટિસ રજૂ કરીને પાછલી ઓબામા સરકારની તરફથી H-1B વીઝા હોલ્ડર્સના સ્કિલ્સ જીવનસાથી માટે શરૂ કરવામાં આવેલ વર્ક વીઝાને પ્રતિબંધિત કરવાના ઉદ્દેશથી પબ્લિક કંસલ્ટેશન શરૂ કરવાની માહિતી આપી દીધી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ કહ્યું હતું કે આનાથી અમેરિકન નાગરિકો માટે નોકરીઓ પ્રાપ્ત કરવાની તક વધશે.

H-1B વીઝા હોલ્ડરના જીવનસાથી માટે H-4 EAD (એમ્પલોયમેન્ટ ઓથરાઇઝેશન ડોક્યુમેન્ટ) નામના વર્ક વીઝા પ્રોગ્રામનો ભારતીય મહિલા એન્જિનિયર્સને સૌથી વધુ ફાયદો મળ્યો છે. 2015થી રજૂ કરાયેલા આવા લગભગ 1.2 લાખ વીઝામાંથી 90 ટકા પાર્ટીથી વધુ ભારતીય મહિલા એન્જિનિયર્સને મળે છે.

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને આ વીઝા પ્રોગ્રામને સમાપ્ત કરવાના પહેલાં સંકેત ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આપ્યા હતા. જો આ પ્રપોઝલને અનુમતિ મળે છે તો તેને લાગૂ થવામાં થોડોક સમય લાગશે.

ઇમિગ્રેશન લૉ ફર્મ Immigration.comના મેનેજિંગ અટૉર્ની રાજીવ એસ ખન્નાએ કહ્યું કે આ વીઝા પ્રોગ્રામને રદ્દ કરવામાં એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે. તેમણે કહ્યું કે પ્રોસેસને સ્વીકૃતિ મળ્યા બાદ તેને ફેડરલ રજીસ્ટરમાં પોસ્ટ કરાશે અને લોકોની પાસે ટિપ્પણીઓ આપવા માટે 30 કે 60 દિવસનો સમય હશે. ત્યારબાદ રેગ્યુલેશનને ફાઇનલ કરાશે.