PM મોદીની આ યોજનાનો ડંકો યુનિસેફમાં વાગ્યો, કર્યા બે મોઢે વખાણ

PM મોદીની આ યોજનાનો ડંકો યુનિસેફમાં વાગ્યો, કર્યા બે મોઢે વખાણ

યુનિસેફ દ્વારા બુધવારે બહાર પડેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ યોજના સ્વચ્છ ભારત અભિયાનને કારણે સંખ્યાબંધ ગામમાં ભૂગર્ભ જળમાં પ્રદુષણનું પ્રમાણ ઘટયું છે. તો બીલ એન્ડ મીલિન્દા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા થયેલા અભ્યાસના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા મુદ્દે જાગૃતિ લાવવા રૂપિયા 23,000 કરોડ ખર્ચવામાં આવ્યા હતા.

બિહાર, ઓડિસા અને પશ્ચિમ બંગાળ એમ ત્રણ રાજ્યોમાં જમીની સ્થિતી અંગે મળેલા અહેવાલો આધારે યુનિસેફ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભૂગર્ભજળના નમુના સુચવે છે કે ખુલ્લામાં શૌચ મુક્તગામો ( ઓપન ડીફેક્શન ફ્રી- ઓડીએફ ગામો) ને મુકાબલે નન- ઓડિએફ ગામોમાં ભૂગર્ભજળ સંસાધનોમાં ૧૧.૨૫ ગણુ વધુ પ્રદષણ જોવા મળ્યું હતું.

તે જ પ્રમાણે ઓડીએફ ગામોને મુકાબલે નોન- ઓડિએફ ગામોમાં જમીન પ્રદુષણનું પ્રમાણ પણ 1.13 ગણુ જોવા મળ્યું હતું.તે જ પ્રમાણે નોન- ઓડિએફ ગામોમાં આહાર સામગ્રીમાં પ્રદુષણનું પ્રમાણ પણ 1.48 ગણુ વધુ જોવા મળ્યું હતું. નોન- ઓડીએફ ગામોમાં પીવાના પાણીમાં પણ 2.68 ગણુ વધુ પ્રદુષણ જોવા મળ્યું હતું.

બંને અહેવાલ પર્યાવરણદિને જાહેર થયા

યુનિસેફ અને બીલ એન્ડ મીલિન્દા ગેટ્સ ફાઉન્ડેશન એમ બંને અહેવાલ વિશ્વ પર્યાવરણ દિને બહાર પડયા હતા. બંને સંસ્થાનોના પ્રતિનિધીઓએ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમને આગળ ધપાવવા સરકારે દાખવેલી રાજકીય ઇચ્છાશક્તિની પણ પ્રશંસા કરી હતી. વર્ષ 2014માં પહેલી જ વાર ૧૫મી ઓગસ્ટે દેશને સંબોધતાં વડાપ્રધાન મોદીએ સ્વચ્છતાના મુદ્દે વિગતવાર વાત કરીને શૌચાલયો ઉભા કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. વર્ષ 2018માં વિશ્વ આરોગ્ય સંગઠને પણ જણાવ્યું હતું કે એક વખત 100 ટકા ગામ ખુલામાં શૌચ મુક્ત થઇ જતાં વાર્ષિક ૩ લાખ જીવ બચાવી શકાશે.

96 ટકા શૌચાલયનો નિયમીત ઉપયોગ થાય છે

યુનિસેફના ભારત ખાતેના પ્રતિનિધી યાસ્મિન અલી હકનું કહેવું છે કે બાળકો પરિવર્તનના દૂતની ભૂમિકા અદા કરી રહ્યા છે. હવે 96.5 ટકા શૌચાલયોનો નિયમીત ઉપયોગ થઇ રહ્યો છે. સ્વચ્છ ભારત અભિયાનને આગળ ધપાવવાની જરૂર છે. પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકર પણ દાવો કરી રહ્યા છે કે સ્વચ્છ ભારત અભિયાન લોકોની ચળવળ બની રહી છે. ગરીબો માટે સરકાર વધુ શૌચાલયો ઉભા કરશે.