હેટ્રિક લીધા બાદ પણ મોહમ્મદ શમીને ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ, આ રહ્યું કારણ

હેટ્રિક લીધા બાદ પણ મોહમ્મદ શમીને ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ, આ રહ્યું કારણ

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાના પાંચમા મુકાબલામાં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 11 રનોથી માત આપી હતી. ભારતની આ જીતના હીરો તેના બોલર્સ રહ્યા હતા. જેમણે 224 રનો જેવા નાના સ્કોરમાં પણ ભારતને બચાવી લીધું હતું. જો કે, આ મેચમાં એક દિલચસ્પ વાત એ જોવા મળી કે, કે જેણે તમામ ફેન્સન ચોંકાવી દીધા હતા. તે હતો મેન ઓફ ધ એવોર્ડ, કે જે હેટ્રિક લેવાં છતાં પણ મોહમ્મદ શમીને અપાયો ન હતો.

મોહમ્મદ શમીએ પોતાની 9.5 ઓવરમાં 40 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. પણ તેમ છતાં બુમરાહને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે તેણે 39 રન આપીને 2 જ વિકેટ લીધી હતી. અમે તમને જણાવીએ કે, કેમ મોહમ્મદ શમીને બદલે બુમરાહને અપાયો મેન ઓફ ધ મેચ એવોર્ડ?

મોહમ્મદ શમીએ ભલે હેટ્રિક સહિત 4 વિકેટ લીધી હોય. પણ આ મેચનું અસલી પાસું તો જસપ્રિત બુમરાહે પલટ્યું હતું. એક વખતે અફઘાનિસ્તાનની ટીમ 2 વિકેટ પર 106 રન બનાવીને મજબૂત સ્થિતિમાં હતી. તે સમયે બુમરાહ પોતાના બીજા સ્પેલમાં આવ્યો અને અફઘાનિસ્તાનને જોરદાર ઝટકો આપ્યો હતો. બુમરાહે પહેલાં રહમત શાહને પોતાના બાઉન્સરનો શિકાર બનાવ્યો. રહમત શાહે શોર્ટ બોલ ચહલને વિકેટ આપી હતી. બે બોલ બાદ બુમરાહે હશમતુલ્લાહ શાહિજીને પણ આઉટ કરીને ભારતની મેચમાં વાપસી કરાવી હતી.

બુમરાહે પોતાની 10 ઓવરમાં ફક્ત 39 રન આપ્યા, જેમાં ફક્ત બે બાઉન્ડ્રી હતી. તેણે પોતાની ઓવરમાં એક પણ વાઈડ કે નો બોલ ફેંક્યો ન હતો. 49મી ઓવરમાં જ્યારે અફઘાનિસ્તાનને 12 બોલમાં 21 રન જોઈતાં હતા ત્યારે બુમરાહે ફક્ત 5 રન આપ્યા હતા.