શું તમે ઈમાનદાર છો? તો મોદી સરકાર આપશે તેમને આ મોટી સુવિધા

શું તમે ઈમાનદાર છો? તો મોદી સરકાર આપશે તેમને આ મોટી સુવિધા

કેન્દ્રની મોદી સરકાર ઘરે-ઘરે વીજળી પહોંચાડવા માટે મેગા પ્લાનની તૈયારી કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ સરકાર આ પ્લાનને વાસ્તવિક રૂપ આપવા માટે એક મહિનાની અંદર મોટી જાહેરાત કરી શકે છે. આ મેગા પ્લાનના ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે.

સૂત્રો મુજબ સરકારે સૌથી પહેલા વીજળી ચોરી પર અંકુશ લગાવવા માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સરકાર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓની હાલત સુધારવા માટે વીજળી ચોરી રોકવા માટે એક્શન મોડમાં છે. મોદી સરકાર ત્રણ સ્ટેજના આ પ્લાન હેઠળ ઈમાનદાર વીજ ગ્રાહકોને 24 કલાક વીજળીની સુવિધા આપશે. ઉપરાંત વીજળીના કેબલને અંડર ગ્રાઉન્ડ કરવાની સરકારની તૈયારી છે. તેથી વીજળીની ચોરીને રોકી શકાય અને વીજ કંપનીઓની સ્થિતિમાં સુધાર થઈ શકે.

આ સિવાય વીજ કંપનીઓની સ્થિતિ સુધારવા માટે સરકાર સ્માર્ટ મીટર લગાવવાની યોજનાને ઝડપી બનાવવાનું વિચારી રહી છે. આ વિશે સૂત્રોથી જાણવા મળ્યું છે કે સ્માર્ટ મીટર લગાવવા માટે જે પણ ખર્ચ થશે તે સરકાર ભોગવશે. તેથી ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈ ચાર્જ આપવાની જરૂર નહીં પડે. ઉપરાંત જે રાજ્યોમાં વીજળીની ચોરી વધુ થાય છે એવા રાજ્યોની સરકાર ડેટા તૈયાર કરી કેન્દ્ર સરકારને આપશે અને કેન્દ્ર સરકાર તે પ્રમાણે યોજના બનાવશે.