અમદાવાદી જીગર પટેલ કેનેડાની ચૂંટણીના રણમેદાનમાં, જીતશે તો હશે પહેલા ગુજરાતી MP

અમદાવાદી જીગર પટેલ કેનેડાની ચૂંટણીના રણમેદાનમાં, જીતશે તો હશે પહેલા ગુજરાતી MP

વિદેશોમાં પણ ગુજરાતીઓને દિવસેને દિવસે દબદબો વધી રહ્યો છે. ત્યારે કેનેડાની ચૂંટણીમાં પ્રથમ વખત કોઇ ગુજરાતી ઉમેદવાર ઉભો રહેવા જઇ રહ્યો છે. કેનેડાની રજાઇના-લેવાન સીટ પર ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ ગુજરાતી જીગર પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ફેડરેલ ઈલેક્શનમાં જીગર પટેલની જીતની પૂરી શક્યતા છે.

કેનેડામાં 21 ઓક્ટોબરે યોજાનારા ફેડરેલ ઈલેક્શનને લઈને તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે. ભારત કરતાં કેનેડામાં ચૂંટણી પ્રક્રિયા થોડી અલગ છે. જેમાં જે-તે સીટ પર પહેલાં જે-તે પાર્ટીમાંથી ચૂંટાવાનું રહે છે. કેનેડાના પશ્ચિમ ભાગમાં આવેલા સાસ્કેચ્વાન પ્રોવિન્સની રજાઇના-લેવાન (Regina-Lewvan) સીટ પર ગુજરાતીઓની ખાસ નજર રહેશે, કેમ કે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ જીગર પટેલની પસંદગી કરી છે.

ગુજરાતી સહિત તમામ કમ્યુનિટીમાં લોકપ્રિય જીગર પટેલ જીતી જશે તો નોર્થ અમેરિકા-કેનેડાની સંસદમાં પહોંચનારા પહેલાં ગુજરાતી બની જશે. ગુજરાત-ભારત માટે આ ગૌરવરૂપ ઘટના બનશે. વર્ષ 2015ની ચૂંટણીમાં આ સીટ ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર એરીન વેરે જીત્યા હતા. પાર્ટીએ આ વખતે એરીન વેરેને રિપીટ ન કરતાં ગુજરાતી બિઝનેસમેન અને સમાજેસવક જીગર પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

મૂળ અમદાવાદના પાલડી વિસ્તારના રહેવાશી જીગર પટેલ 19 વર્ષ પહેલાં ગુજરાતમાંથી કેનેડા શિફ્ટ થયા હતા. ગુજરાતમાં મિકેનિકલ એન્જિનિયર થયેલાં જીગર પટેલે વિદ્યાર્થીકાળ દરમિયાન એનએસયુઆઈમાં સક્રિય ભાગ લીધો હતો.

ગુજરાતમાંથી શીખેલા રાજકારણના ગુણ તેમણે કેનેડામાં પણ જાળવી રાખ્યા હતા. કેનેડામાં તેમણે મલ્ટી-બિઝનેસમેન તેમજ સમાજસેવક તરીકે નામના મેળવી છે. હંમેશા બધાને મદદ માટે તત્પર રહેતાં જીગર પટેલ સ્થાનિક સ્તરે ખૂબ જ મોટું નામ ધરાવે છે. તેમના ફેમિલીમાં પત્ની નિશા અને પુત્રી શિખા તેમજ ભાઈ ઉમંગ અને બહેન રૂપલ છે.

અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે જીગર પટેલ જીગર પટેલ બિઝનેસની સાથે સોશિયલ લાઇફમાં પણ એટલાં જ એક્ટિવ છે. તેઓ 9થી વધુ સંગઠનોમાં સક્રિય કે વોલેન્ટીયર તરીકે જોડાયેલા છે.