સરકારી બેન્કોમાં ખાતુ ધરાવતા ગ્રાહકોને હવે લીલાલહેર!, દર મહિને હવે તમારા રૂપિયા બચશે

સરકારી બેન્કોમાં ખાતુ ધરાવતા ગ્રાહકોને હવે લીલાલહેર!, દર મહિને હવે તમારા રૂપિયા બચશે

દેશની મોટી સરકારી બેંક યુનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને લોનનાં દર ઓછા કરીને સસ્તી EMIની ભેટ આપી છે. એટલે કે બેંકે એમસીએલઆર ઘટાડી દીધો છે. તમને જણાવીએ કે બેંકો દ્વારા એમસીએલઆર વધારવા કે ઘટાડવાની અસર નવા લોન લેનારા અને જે ગ્રાહકોએ એપ્રિલ 2016 પછી લોન લીધી હતી તેમને થશે.

એપ્રિલ 2016 પહેલા રિઝર્વ બેંક દ્વારા લોન આપવા માટે નક્કી મિનીમમ રેટ એ બેઝ રેટ કહેવાય છે. એટલે કે બેંક ઓછા દરે ગ્રાહકને લોન શકતી નથી. 1 એપ્રિલ 2016થી બેન્કિંગ સિસ્ટમમાં એમસીએલઆર લાગુ થઇ ગઇ છે.

યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાએ RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા પછી બીજીવાર પોતાની લોનનાં દર ઘટાડીને નવા દર 17 જુલાઇથી લાગુ કરવામાં આવશે. એમસીએલઆર દર 8.75 ટકાથી ઘટાડીને 8.70 ટકા કરી દેવામાં આવ્યો છે. ત્રણ મહિનાનાં દર 8.25 ટકા અને 8.40 ટકા પર આવી ગયા છે. જૂનમાં દર ઘટાડ્યા પછી યુનાઇટેડ બેંકે 17 જૂનનાં પણ 0.005 ટકા દર ઘટાડ્યા હતા. તો દેશની કેટલીક મોટી બેંકો પોતાના ગ્રાહકોને સસ્તી ઇએમઆઈની ભેટ આપી ચુક્યાં છે.