રાજસ્થાનની સૌથી મોંઘી મધુશાલા : એક જ પરિવારની બે મહિલાઓએ દારૂના ઠેકાની 15 કલાક સુધી બોલી લગાવી, 72 લાખથી શરૂ થઈ 510 કરોડ પર અટકી

રાજસ્થાનની સૌથી મોંઘી મધુશાલા : એક જ પરિવારની બે મહિલાઓએ દારૂના ઠેકાની 15 કલાક સુધી બોલી લગાવી, 72 લાખથી શરૂ થઈ 510 કરોડ પર અટકી

હનુમાનગઢના જ ખુંજામાં પણ એક દુકાનની બોલી 13 કરોડ સુધી પહોંચી છે

રાજસ્થાનમાં દારૂની દુકાનોની ઈ-હરાજીમાં જોરદાર હરીફાઈ જોવા મળી હતી. હરાજીના ત્રીજા દિવસે તો હનુમાનગઢમાં તમામ રેકોર્ડ બ્રેક થયા. એક પરિવારની બે મહિલાઓ વચ્ચે એવો મુકાબલો થયો કે એક દારૂની દુકાનની બોલી તેની બેઝ પ્રાઈઝથી 708 ગણી વધારે સુધી પહોંચી ગઈ. બેઝ પ્રાઈઝ 72.70 લાખ રૂપિયા હતી પણ 15 કલાક સુધી ચાલેલી હરાજી બાદ તે 510 કરોડમાં કિરન કંવરના નામે અટકી હતી.

એક્સાઈઝ ઓફિસર ચીમનલાલ મીણાએ જણાવ્યું કે હનુમાનગઢ જિલ્લામાં આ દારૂની દુકાન નોહરની કુઈયાંમાં આવેલી છે. ગત વર્ષે આ દુકાનની બોલી 65 લાખ રૂપિયા સુધી લાગી હતી. બોલી લગાવનાર કિરણને બે ટકા રકમ જમા કરાવવાની ડિમાન્ડ નોટિસ મોકલાઈ છે. ત્રણ દિવસમાં આ રકમ જમા કરાવવી પડશે. એવું નક્કી કરાયું છે કે જો તે આ દુકાન નહીં ખરીદે તો તેમને બ્લેક લિસ્ટમાં નાખી દેવાશે. વિભાગે એલોટમેન્ટ લેટર જારી કરી દીધું છે. હરાજીમાં કિરણના પરિવારની જ પ્રિયંકા કંવર બીજા ક્રમે રહી હતી. બોલી સવારના 11 વાગ્યાથી રાત્રિના 2 વાગ્યા સુધી ચાલી હતી.

કારણ : પરિવારમાં હરિફાઈ કે ઓનલાઇન બિડિંગના વિરોધની રણનીતિ?
દારૂની દુકાનની બોલી આટલી વધારે પહોંચવા પાછળ પણ અલગ અલગ તર્ક અપાઈ રહ્યા છે. કેટલાક કહે છે કે પરિવારમાં હરિફાઈ અને અદાવતને કારણે દુકાનની બોલી આટલી ઊંચે પહોંચાડી દેવાઈ. જોકે કેટલાક તેને ઓનલાઈન હરાજીની પ્રક્રિયાના વિરોધ માટેની રણનીતિ ગણાવી રહ્યા છે.

( Source – Divyabhaskar )