USA / ગુજરાતી કાર્તિક ભટ્ટની ‘જ્યોર્જિયા બોર્ડ ઓફ એક્ઝામિનર્સ’માં નિમણૂક

USA / ગુજરાતી કાર્તિક ભટ્ટની ‘જ્યોર્જિયા બોર્ડ ઓફ એક્ઝામિનર્સ’માં નિમણૂક

  • કાર્તિક ભટ્ટની જ્યોર્જિયા બોર્ડમાં કન્ઝ્યૂમર મેમ્બર તરીકે નિમણૂક
  • નિમણૂકથી સ્થાનિક ભારતીયો અને ગુજરાતીઓમાં આનંદની લાગણી

એટલાન્ટા – અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં ઇન્ડિયન-અમેરિકન બિઝનેસમેન અને ગુજરાતી મૂળના કાર્તિક ભટ્ટની ‘જ્યોર્જિયા બોર્ડ ઓફ એક્ઝામિનર્સ’માં નિમણૂક કરવામાં આવી છે.

જ્યોર્જિયા સ્ટેટના ગવર્નર બ્રાયન પી કેમ્પે મૂળ ગજરાતના ઇન્ડિયન-અમેરિકન બિઝનેસમેન કાર્તિક એચ ભટ્ટની ‘જ્યોર્જિયા બોર્ડ ઓફ એક્ઝામિનર્સ’ના કન્ઝ્યૂમર મેમ્બર તરીકે નિમણૂક કરી છે. અહીં તેઓ વોટર અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓપરેટ તેમજ લેબારેટરી એનાલિસ્ટને સર્ટિફિકેટ આપવાની કામગીરી બજાવશે. 

કાર્તિક ભટ્ટે આ અગાઉ કોબ કાઉન્ટીના ‘ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફટી’માં એનિમલ કંટ્રોલ ઓફિસર તરીકે 10 વર્ષ સુધી સેવાઓ આપી છે. આ ઉપરાંત તેઓ લક્ષ્મીનારાયણ, 108, LLCમાં પ્રોપર્ટી મેનેજર તરીકે સેવાઓ આપી રહ્યા છે. કાર્તિક ભટ્ટના પરિવારમાં પત્ની ત્વિષા અને એક પુત્રી છે. નિમણૂકની સોગંદ વિધિ વખતે કાર્તિક ભટ્ટનો પરિવાર સાથે રહ્યો હતો. આ નિમણૂકથી સ્થાનિક ગુજરાતીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.