35-Aને લઇ મુફ્તી મહેબૂબાનું ભડકાઉ નિવેદન – …તો બળીને રાખ થઇ જઇશું

35-Aને લઇ મુફ્તી મહેબૂબાનું ભડકાઉ નિવેદન – …તો બળીને રાખ થઇ જઇશું

જમ્મુ-કાશ્મીરની પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) આજે એટલે કે રવિવારના રોજ પોતાનો 20મો સ્થાપના દિવસ મનાવી રહ્યાં છે. આ સ્થળ પર પીડીપીની અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે 35Aની સાથે છેડછાડ કરવી દારૂગોળાને હાથ લગાવ્યાના બરાબર હશે. તેમણે કહ્યું કે જે હાથ 35Aની સાથે છેડછાડ કરવા માટે ઉઠશે, તે હાથ જ નહીં તે આખું શરીર બળીને રાખ થઇ જશે.

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે અમે અમારા છેલ્લા શ્વાસ સુધી કાશ્મીરની રક્ષા કરશે. પીડીપી કયારેય સમાપ્ત થશે નહીં. આજે વરસાદમાં અમારા કાર્યકર્તા અમારા પૈસા ખર્ચ કરીને દૂર દૂરથી આવે છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કાશ્મીર માટે શહીદ થયેલા લોકોને યાદ કરવાની જરૂર છે. આપણે એક મોટી લડાઇ માટે તૈયાર રહેવાની જરૂર છે. ચૂંટણી આવે છે અને જતી રહે છે પરંતુ અસલી લડાઇ જમ્મુ-કાશ્મીરના ખાસ દરજ્જા માટે લડવાનું છે. અમે રાજ્યની સ્થિતિને બચાવા માટે કોઇપણ હદ સુધી જશો.

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કાશ્મીરમાં જેની પણ શહાદત થઇ છે પછી તે ગમે તે પક્ષના હોય, આપણે તેમની આત્મા માટે પ્રાર્થના કરવાની જરૂર છે. આપણે એક મોટી લડાઇ માટે તૈયાર રહેવાની જરૂર છે. ચૂંટણી આવશે અને જશે પરંતુ અસલી લડાઇ જમ્મુ અને કાશ્મીરના ખાસ દરજ્જા માટે છે. રાજ્યને ખાસ દરજ્જાથી બચાવા માટે આપણે કોઇ પણ હદ સુધી જઇશું.