જાણીલો હોટલમાંથી ચેક આઉટ કરતાં આ વસ્તુઓ સાથે લઈ જઈ શકો છો, ચોર નહીં ગણાવ

જાણીલો હોટલમાંથી ચેક આઉટ કરતાં આ વસ્તુઓ સાથે લઈ જઈ શકો છો, ચોર નહીં ગણાવ

હાલમાં જ ઇન્ડોનેશિયાના બાલીમાં હોટલમાં રોકાયેલા એક પરિવારનો વીડિયો ખુબજ વાયરલ થયો હતો. વીડિયોમાં એક પરિવાર હોટલમાં રોકાયો હતો જતી વખતે આ પરિવારે સામાનની સાથે હેન્ગર, ટુવાલ, હેર ડ્રાયર, સાજ સજાવટનો સામાન પણ પોતાની સાથે લઈ લીધો હતો. તલાશી લેતા સામાન મળી આવ્યો અને પરિવાર આખો ખુબજ ક્ષોભમાં મુકાઈ ગયો હતો. પરિવારે વારંવાર માફી માગવી પડી હતી. આમ છતા આ ઘટના બાદ ભારતની છબી ખરડાય તે સ્વાભાવિક છે. આથી હોટલથી બહાર ચેક આઉટ કરો ત્યારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખો.

હોટલમાં મળે છે આ સુવિધાઓ
કોઈ ફાઈવ કે થ્રી સ્ટાર હોટલમાં રોકાઓ ત્યારે કેટલોક સામાન હોટલ તરફથી આપવામાં આવે છે. આ એ યાત્રીકોની સુવિધાઓ માટે છે જે આ સામાનનો એક વખત જ ઉપયોગ કરી શકે. આ સામાનમાં ટુવાલ, ચપ્પલ, શેમ્પૂ, સાબુ, બોડીવોશ, ટૂથ પેસ્ટ, બ્રશ, ટોયલેટ પેપર, બોડી લોશન, લોન્ડ્રી બેગ આપે છે. કાસકો અને તેલ પણ આપે છે. આ સિવાય રૂમમાં બીજો સામાન પણ રાખવામાં આવે છે. જેમાં ઇલેક્ટ્રોનિક્સ આઈટમ ટીવી, હેયર ડ્રાયર, સ્ટીમ મગ, કોફી મશીન, પેન્ટ્રી વગેરે.

આ સિવાય ફાઈવ સ્ટાર હોટલમાં તો રૂમમાં એશ ટ્રે, સજાવટનો સામાન, પેન્ટીગ, શો પીસ ઈલેક્ટ્રિક પ્રેસ પણ હોટલ તરફથી આપવામાં આવે છે. આવામાં તમારી જવાબદારી બને છે કે તમે સમજો કે ક્યો સામાન લેવો ક્યો નહી, જાણો હોટલના કેટલાક નિયમો.

તમે જો સામાન લઈ જવા માંગતા હો તો ટૂથબ્રશ, સાબુ, કાસકો વગેરે લઈ જઈ શકો છો. આ સિવાય જો તમારા રૂમમાં ફ્રીજ માં કેટલોક સામાન જેવો કે ચોકલેટ, બિયર જેવુ રાખવામાં આવ્યુ હોય તો અને તમે જો આનો પેમેન્ટ ચુકવ્યો હોય તો તેને તમે સાથે લઈ જઈ શકો છો. પણ આવો સામાન જેમકે હેંગર, પ્રેસ, સજાવટનો સામાન, પેન્ટીંગ, ટુવાલ, મગ, ડોર મેટ કે તકિયો, ચાદર લેશો તો તમારા પર કાર્યવાહી થઈ શકે છે.

હોટલની પ્રોપર્ટીને સમજો
એ ખુબજ સરળ છે કે સૌ પ્રથમ કોઈ પણ હોટલમાં રોકાઓ ત્યારે તેની પ્રોપર્ટીને સમજો. તમે એક વસ્તુને ધ્યાનમાં રાખો કે જો ફ્રીજમાં ચોકલેટ વાઈન હોય તો ચેકઆઉટ કરશો ત્યારે તમારે પેમેન્ટ કરવાનો રહેશે.

વીડિયો પર ઉઠ્યા સવાલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વીડિયોને મોટાભાગે લોકો શરમજનક કિસ્સો ગણાવી રહ્યા છે. તો કેટલાક ભારતીયો આને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવી રહ્યા છે. યૂઝર્સનો તર્ક છે હોટલમાંથી સામાન પોતાની સાથે લઈ જવો કોઈ નવી વાત નથી. આ વીડિયો બનાવી ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.