ઘરે ભૂલી ગયા છો ATM કાર્ડ તો હવે સ્માર્ટફોનથી કાઢી શકશો પૈસા

ઘરે ભૂલી ગયા છો ATM કાર્ડ તો હવે સ્માર્ટફોનથી કાઢી શકશો પૈસા

SBI અવાર નવાર તેના ગ્રાહકો માટે કોઈને કોઈ અપડેટ લઈને આવે છે જેનાથી ગ્રાહકોને વિશેષ સેવાનો લાભ મળી શકે અને સારી રીતે SBIની સેવાઓ મેળવી શકે. SBIએ થોડા મહિનાઓ પહેલા જ કાર્ડલેસ કેશ કાઢવા માટે YONO એપની શરૂઆત કરી હતી. SBI સિવાય બીજી કેટલીક બેન્કોએ પણ એટીએમના માધ્યમથી કાર્ડલેસ સુવિધા આપવામાં આવી છે. SBIએ YONO એપથી કેશ કાઢવા માટે નવી સુવિધા આપી છે.

બેન્ક તરફથી 10 લાખ YONO કેશપોઈન્ટ લગાવવામાં આવશે. જેનાથી તમે સ્માર્ટફોનની મદદથી કેશ કાઢી શકશો. આઓ જાણીએ શું છે આ સુવિધા.સૌ પ્રથમ YONO એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ લેવડદેવડ માટે 6 આંકડાઓનો YONO કેશ પિન સેટ કરો. આમાં તમને બે પ્રકારનો ઓથેન્ટીક ઓપ્શન મળશે.

કેશ કાઢવા માટે અને એસએમએસના માધ્યમથી તમને રજીસ્ટર્ડ થયેલ મોબાઈલ નંહર પર 6 આંકડાઓનો રેફરન્સ મળશે. હવે તમે 30 મિનિટની અંદર કેશ કાઢી શકશો અઆને કેશપોઈન્ટથી આ રેફરન્સ નંબરનો ઉપયોગ કરી શકશો. 
SBI YONO Websiteના માધ્યમથી કેવી રીતે કાઢશો પૈસા?

સૌથી પહેલા તમારા નેટ બેન્કીગ આઈડી, પાસવર્ડ નાખીને એક વાર લોગ ઈન કરો. હવે તમને SBI YONO ડેશબોર્ડ મળશે, જ્યાં તમે તમારા ખાતાની પુરી જાણકારી મેળવી શકશો. તમે ઇચ્છો તો નેટ બેન્કીંગ પર બીજા કામ પણ કરી શકો છો. કાર્ડલેસ કેશ કાઢવા માટે વેબસાઈટની નીચે આવેલ માઈ રિવોર્ડ્સ સેશનને સ્ક્રોલ કરો. હવે તમે YONO કેશ ટેબ પર ક્લિક કરો.

અહીં તમે એક દિવસમાં કેટલી દેવડદેવડ કરી શકો છો તેની જાણકારી મળશે. નેટ બેન્કીંગ યૂઝર એક ટ્રાન્ઝેક્શનમાં 500 રૂપિયાથી 10,000 સુધીના પૈસા કાઢી શકશો. એક દિવસમાં યોનો વેબસાઈટના માધ્યમથી SBIના એટીએમથી વધારેમાં વધારે 20,000 રૂપિયા કાઢી શકશો.

તમે ડેબિટ કાર્ડ કે તેના વગર જ સ્માર્ટફોનથી આ ટ્રાન્ઝેક્શન કરી શકશો. તમામ જાણકારી પ્રાપ્ત થયા પછી ‘Request YONO Cash’ પર ક્લિક કરવાથી બેલેન્સ રાશિ ટેબ નીચે આપવામાં આવેલી જગ્યા પર તમારે રાશિ લખવાની રહેશે. ત્યારબાદ ‘Next’ પર ક્લિક કરો. ટ્રાન્ઝેક્શન માટે 6 આંકડાઓના YONO કેશ પિન દાખલ કરો. કાર્ડલેસ કેશ માટે તમને 30 મિનિટના સમયની અંદર નજીકના એટીએમમાં જઈને કેશ કાઢી શકશો.