દુનિયાનો પહેલો કિસ્સો, અવકાશયાત્રી પર અંતરિક્ષમાં રહીને છેતરપિંડી કરવાનો આરોપ

દુનિયાનો પહેલો કિસ્સો, અવકાશયાત્રી પર અંતરિક્ષમાં રહીને છેતરપિંડી કરવાનો આરોપ

નવી દિલ્હી, તા. 25. ઓગસ્ટ 2019 રવિવાર

અમેરિકાની એક અવકાશયાત્રી પર ઈન્ટનરેશનલ સ્પેસ સ્ટેશનમાં બેઠા બેઠા છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે.દુનિયાનો આ પહેલો એવો કેસ છે જેમાં અંતરિક્ષમાં કોઈએ અપરાધ કર્યો હોય.

વાત એવી છે કે, અવકાશયાત્રી એની મેક્કલેન પર તેની પૂર્વ પાર્ટનર સમર વોર્ડને ફેડરલ ટ્રેડ કમિશનમાં એક ફરિયાદ કરી હતી.જેમાં સમર વોર્ડને કહ્યુ હતુ કે, એની મેકક્લેને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં બેઠા બેઠા નાસાના નેટવર્કનો ઉપયોગ કરીને મારા બેન્ક એકાઉન્ટમાંથી નાણાકીય લેવડ દેવડ કરી છે.

એની મેક્કલેન અને સમર વોર્ડન સમલૈગિંક રિલેશનશિપમાં હતા પણ હાલમાં બંને વચ્ચે વિખવાદ સર્જાયેલો છે.દરમિયાન એનીના વકીલે આરોપોને નકારી કાઢીને કહ્યુ હતુ કે, વોર્ડનને અગાઉના લગ્નથી એક પુત્ર છે.તેના ઉછેર માટે એની મેક્કલેન સમર વોર્ડનને આર્થિક મદદ કરી રહી હતી.આ માટે તેણે બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરીને જાણકારી મેળવી હતી કે, પરિવાર પાસે વિવિધ બિલ ચુકવવા માટે પૈસા છે કે નહી.જોકે એનીને ખબર નહોતી કે, વોર્ડને બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે મનાઈ ફરમાવી છે.

મેકક્લેન ત્રણ ડિસેમ્બર,2-18ના રોજ સ્પેસ સ્ટશન પહોંચીહ તી.માર્ચ 2019માં તેણે સાથી અવકાશયાત્રી સાથે સ્પેસ વોક કરી હતી.એ પછી 24 જુને મેક્કલેન ધરતી પર પાછી ફરી હતી.સ્પેશ સ્ટેશનમાં રોકાણ દરમિયાન તેણે બેન્ક એકાઉન્ટમાં વ્યવહારો કર્યા હતા.