બોગસ તબીબ : કલોલમાં 4 વર્ષથી દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝબ્બે

બોગસ તબીબ : કલોલમાં 4 વર્ષથી દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝબ્બે

  • ટાવર નજીક દવાખાનું ચલાવતો હતો
  • સ્નેહા પાઈલ્સ ક્લિનિક નામથી દવાખાનું ચલાવતો હતો: 5,716ની દવાઓ કબ્જે

ગાંધીનગર એસોઓજીની ટીમે કલોલમાંથી એક બોગસ તબિબને ઝડપી પાડતા અન્ય નકલી તબિબોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે દવાઓ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. કલોલમાં એસઓજીના ASI રાજેન્દ્ર પ્રસાદ તેમજ જશુભાઈ સહિતની ટીમ પેટ્રોલિંગ કરતી હતી. ત્યારે બાતમી મળી હતી કે કલોલના ટાવર પાસે મ્યુનિસિપલ કોમ્પલેક્ષમાં આવેલ સ્નેહા પાઈલ્સ ક્લિનિક નામથી બોગસ ડોકટર દવાખાનું ચલાવે છે.

પોલીસે કલોલ તાલુકા આરોગ્ય અધિકારી હેમાંગિની પટેલને સાથે રાખીને મ્યુનિસિપલ કોમ્પ્લેક્સની દુકાન નં.5 માં સ્નેહા પાઈલ્સ ક્લિનિક નામનું મોટું બોર્ડ લગાવેલ દવાખાનામાં તપાસ કરી હતી. જેમાં ક્લિનિકમાં હાજર શખ્સની પૂછપરછ કરતા તેનું નામ જયંત પ્રેમચંદ ઠાલી હોવાનું જણાવ્યું હતું. જેમની પાસે મેડિકલ પ્રેક્ટિસને લગતી ડિગ્રી બતાવવાનું કહેતા તેમણે હોમિયોપેથીકની ભોપાલની ડિગ્રીની ઝેરોક્ષ રજૂ કરી હતી. તે એલોપેથી ડોક્ટર ન હોવા છતાં એલોપેથી તેમજ આયુર્વેદિક દવાઓ કરતો હતો.

( Source – Divyabhaskar )