ઉન્નાવ રેપ કેસ / 90% દાઝેલી પીડિતાએ દિલ્હીની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા, છેલ્લા શબ્દો હતા- ‘બચી તો જઈશને, મરવા નથી માંગતી’

ઉન્નાવ રેપ કેસ / 90% દાઝેલી પીડિતાએ દિલ્હીની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા, છેલ્લા શબ્દો હતા- ‘બચી તો જઈશને, મરવા નથી માંગતી’

  • છેલ્લા ઘણા સમયથી પીડિતાની હાલત નાજુક હતી અને તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી
  • ડોક્ટરે કહ્યું, ‘અમે દરેક શક્ય પ્રયાસ કરી ચૂક્યાં છીએ’
  • આરોપીઓએ પીડિતાને જીવતી સળગાવી હતી, જેમાં તેનું 95 ટકા શરીર દાઝી ગયું હતું

લખનઉઃ ઉન્નાવ રેપ કેસની પીડિતાએ સફદરજંગ હોસ્પિટલમાં રાત્રે 11:40 વાગ્યે અંતિમ શ્વાસ લીધા છે. હાર્ટએટેકને કારણે પીડિતાનું મૃત્યુ નીપજ્યું હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. મહત્વનું છે કે,પીડિતાએ પોતાની અંતિમ ક્ષણોમાં તેના ભાઈને કહ્યું હતું કે, ‘હુ જીવવા માગું છું’. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં જામીન પર છૂટેલા સામુહિક દુષ્કર્મના આરોપીઓએ પીડિત યુવતીને જીવતી સળગાવી દીધી હતી. રાજધાનીના સફદરગંજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પીડિતાની હાલત નાજુક હતી, તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. શુક્રવારે હોસ્ટપિટલના સુપરિટેંડેન્ટ ડોક્ટર સુનીલ ગુપ્તાએ કહ્યું કે, અમારી તરફથી દરેક શક્ય પ્રયાસ કરાઈ રહ્યા છે, પણ તેને બચાવવાની શક્યતા ઘણી ઓછી છે. પીડિતા 90 ટકા સળગી ગઈ છે.

વારંવાર આરોપી બ્લેકમેઇલ કરતો હતો

યુવતીને તેના જ ગામના આરોપી શિવમે લગ્નની લાલચ આપીને ફસાવી દીધી હતી. તેને પીડિતાનો દુષ્કર્મનો વીડિયો બનાવીને બ્લેકમેઈલ અને માનસિક ટોર્ચર કરવા લાગ્યો હતો. હેરાન થઈને પીડિતા તેની ફોઈના ઘરે જતી રહી હતી. શિવમે ત્યાં પણ તેનો પીછો કર્યો અને હથિયારને ઢાલ બનાવીને તેની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

જામીન પર છૂટ્યાં અને પીડિતાને જીવતી સળગાવી

ત્યારબાદ 5મી માર્ચે, 2018 પરિવારની ફરિયાદ પર FIR કરવામાં આવી હતી. પોલીસે કોર્ટના આદેશ પર દુષ્કર્મના બે આરોપીઓ શિવમ અને શુભમની ધરપકડ કરી હતી. ત્યારબાદ બન્ને 3 ડિસેમ્બરે જામીન પર બહાર આવ્યા ત્યારે તેમણે પીડિતાને જીવતી સળગાવી દીધી હતી. આ મામલે પોલીસે શિવમ, અને તેના પિતા રામકિશોર, શુભમ હરિશંકર અને ઉમેશ બાજપેયીની ધરપકડ કરી છે.