અમદાવાદી છોકરીઓ રાત્રે રીક્ષા કે ટેક્સી ન મળે તો ગભરાતાં નહીં, પોલીસે શરૂ કરી છે ખાસ આ સેવા

અમદાવાદી છોકરીઓ રાત્રે રીક્ષા કે ટેક્સી ન મળે તો ગભરાતાં નહીં, પોલીસે શરૂ કરી છે ખાસ આ સેવા

હાલ અમદાવાદ જેવી મેગા સિટીમાં યુવતીઓ નોકરી કે કોઈ કામનાં અર્થે અડધી રાત્રે ઘરે આવતી હોય છે. ત્યારે દેશભરમાં બની રહેલી દુષ્કર્મની ઘટનાઓને લઈ યુવતીઓ સહિત તેમનાં મા-બાપ પણ સતત ચિંતામાં રહે છે કે દીકરી સુરક્ષિત ઘરે આવશે કે કેમ. પણ હવે અમદાવાદ પોલીસે ફરીથી તેમની એક સેવા અંગે મહિલાઓ ને યાદ અપાવી હતી. હૈદરાબાદમાં થયેલાં ગેંગરેપ બાદ અમદાવાદ પોલીસે પોતાની જૂની સેવા ફરીથી લોકોને યાદ અપાવી હતી.

અમદાવાદ પોલીસે શરૂ કરી આ સેવા પ્રમાણે મોડી રાત્રે જો ઘરે જવા માટે તમને કોઈ રીક્ષા, કેબ, કે અન્ય કોઈ વાહન નહીં મળે તો અમદાવાદ પોલીસની પીસીઆર વાન તમને તમારા ઘરે મૂકી જશે. આ માટે ફક્ત તમારે અમદાવાદ પોલીસની હેલ્પલાઈન 100 નંબર અને મહિલા હેલ્પલાઈન 181 ઉપર કોલ કરવાનો રહેશે. જે બાદ પીસીઆર વાન તમારા ઘરે તમને સુરક્ષિત ડ્રોપ કરી દેશે.

સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને અમદાવાદ પોલીસે આ માહિતી શેર કરી છે. અમદાવાદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલાં આ પગલાનો મહિલાઓએ આવકાર્યો હતો. અને લોકોએ સોશિયલ મીડિયામાં અમદાવાદ પોલીસનાં આ પગલાંને લઈ ભારે વખાણ પણ કરવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવા વર્ષનાં 365 દિવસ સુધી ચાલુ રહેશે. અને આ યોજના અમદાવાદ પોલીસે ગત વર્ષે મહિલા દિવસે લોન્ચ કરી હતી.