અઠવાડિયે ૪૦ કલાક નોકરી કરનારાઓને બ્લડપ્રેશરનું જોખમ ૭૦ ટકા વધે : સરવે

અઠવાડિયે ૪૦ કલાક નોકરી કરનારાઓને બ્લડપ્રેશરનું જોખમ ૭૦ ટકા વધે : સરવે

૯થી ૫ની ઓફિસ જોબ બધાને જ ગમતી હોય છે. પરંતુ આ નોકરી કરનારાઓને એ નોકરી જ ધીરે ધીરે ભરખી જતી હોય છે. હવે તો એક અભ્યાસમાં પણ એ જ વાત પુરવાર થઈ છે કે, આ નોકરીને કારણે વધતો તણાવ અને ભાગ્યે જ થતી કસરતને કારણે ધીરે ધીરે શરીરમાં રોગ પેસારો કરી લેતા હોય છે !

પાંચ વર્ષના અભ્યાસનું તારણ

ક્યુબેક ખાતેની ત્રણ વીમા કંપનીઓ ખાતે વ્હાઇટ કોલર જોબ કરનારા કર્મચારીઓ પર પાંચ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. એ દરમિયાન પહેલા, ત્રીજા અને પાંચમા વર્ષે તપાસ કરાઈ હતી. એ દરમિયાન દરરોજ સવારે ત્રણ વખત બ્લડપ્રેશર કેટલું છે તે જાણવા માટે પહેરી શકાય એવા મોનિટર દરેકને અપાયા હતા. એમ તો ક્લિનિકમાં એ માપન થતું હતું, પરંતુ નોકરીના દિવસો દરમિયાન એ લોકોને બ્લડપ્રેશર મોનિટરિંગ ડિવાઇસ પહેરવાનું રહે છે, જે દર ૧૫ મિનિટે રીડિંગ લેતું રહે છે. મતલબ કે દરરોજ વધારાના ૨૦ વખતના આંકડા મળે છે.

હાઇ બ્લડપ્રેશર રહેવાનું કારણ શું ?

નિષ્ણાંતો કહે છે કે, અપૂરતી ઊંઘ અને કસરતનો અભાવ નહીં પણ તણાવને એ માટે જવાબદાર ગણવું પડે કેમકે તેને કારણે શરીર પર વધારાનું દબાણ પેદા થાય છે. લોકોને હાઇ પ્રેશર રહેતું હોય, તેમને સ્ટ્રોક, હાર્ટએટેક કે કિડનીના રોગ પેદા થવાનું જોખમ વધે છે.

હાઇપરટેન્શનનું જોખમ કેટલું ?

કેનેડાના ક્યુબેક ખાતેની લવાલ યુનિવર્સિટીના વિજ્ઞા।નીઓએ ઓફિસ કામ કરતાં ૩,૫૦૦ વ્યક્તિઓના આરોગ્ય અંગે વિશ્વેષણ કર્યું હતું. આ વ્યક્તિઓ ઉપરના અભ્યાસના તારણમાં જાણવા મળ્યું છે કે, જે લોકો અઠવાડિયે ૪૦ કલાકથી વધુ સમય માટે નોકરી કરતા હોય છે, તેમને હાઇ બ્લડપ્રેશરનું જોખમ બે તૃતીયાંશ ગણું વધી જાય છે. જે કર્મચારી અઠવાડિયે કમસે કમ ૪૦ કલાક કામ કરતાં હોય તેમને અઠવાડિયે ૩૫ કલાક કે તેથી ઓછી નોકરી કરનારાઓની સરખામણીએ હાઇપરટેન્શન રહે એવી સંભાવના ૫૦ ટકા હોય છે. જ્યારે ઓફિસમાં ૭૦ ટકા કે તેથી વધુ કામ કરનારાઓને એ જોખમ ૭૦ ટકા વધુ રહેતું હોવાનું તારણમાં જાણવા મળ્યું હતું.

માસ્ક્ડ હાઇપરટેન્શન શું છે ?

સરેરાશ આરામના વખતનું રીડિંગ ૧૪૦ / ૯૦ mmHg અને સરેરાશ કામના સમય દરમિયાનનું રીડિંગ ૧૩૫ / ૮૫ રહે છે, જે ઊંચું ગણાય છે. અઠવાડિયે ૩૫ કલાક કે તેથી ઓછું કામ કરનારા સાથીની સરખામણીએ અઠવાડિયે ૪૦ કલાક કે તેથી વધુ કામ કરનારા કર્મચારીને માસ્ક્ડ હાઇપરટેન્શન રહે છે. મતલબ કે જ્યારે ક્લિનિકમાં તેમનું બ્લડપ્રેશર માપવામાં આવે છે, ત્યારે તે સામાન્ય હોય, પરંત એ બાદ આખો દિવસ તે હાઇ રહેતું હોય છે !

સસ્ટેઇન હાઇપરટેન્શનનું જોખમ વધી જાય

અભ્યાસમાં એ પણ જણાયું છે કે, આખો દિવસ બ્લડપ્રેશર હાઇ રહેતું હોય ત્યારે ૯થી ૫ નોકરી કરનારાને સસ્ટેઇન હાઇપરટેન્શન હોય એવું જોખમ ૬૬ ટકા વધી જાય છે. જો આ બંને પ્રકારના હાઇપરટેન્શનની સારવાર ન કરાય તો હાર્ટએટેક અને સ્ટ્રોક આવવાની સંભાવના પેદા થાય છે. અભ્યાસના લેખક ડો. ઝેવિયર ટ્રુડેલ કહે છે કે, બંને માસ્ક્ડ અને સસ્ટેઇન હાઇ બ્લડપ્રેશર ર્કાિડયોવસ્ક્યુલર ડિસીઝનું જોખમ વધારી દે છે.

હાઇ બ્લડપ્રેશર હોય તો કયા રોગ થઈ શકે ?

હાઇ બ્લડપ્રેશર હોય તો જીવલેણ કહી શકાય એવી બીમારીનું જોખમ રહે છે. આ બીમારીઓમાં હૃદયરોગ, હાર્ટએટેક, સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર, પેરિફેરલ આર્િટરિયલ ડિઝીસ, ઓરેટિક એનેઉરીસમ્સ, કિડની રોગ જેવા રોગો થઈ શકે છે.

હાઇ બ્લડપ્રેશર શું છે ?

  • હાઇ બ્લડપ્રેશર કે હાઇપરટેન્શનના લક્ષણો ભાગ્યે જ પકડી શકાય એવા હોય છે. પરંતુ તેની સારવાર ન કરાય તો હાર્ટએટેક અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીનું જોખમ વધી જાય છે.
  • યુકેમાં ચાર પુખ્ત વ્યક્તિઓમાંથી એક કરતાં વધુને હાઇ બ્લડપ્રેશર હોય છે. જોકે, ઘણાને તેની જાણ થતી જ હોતી નથી. હાઇ બ્લડપ્રેશર છે કે કેમ તે જાણવું હોય તો તે ચેક કરાવતા રહેવું એ જ યોગ્ય માર્ગ છે.
  • હાઇ બ્લડપ્રેશર એ ૧૪૦ / ૯૦ mmHg કે તેથી વધુ નોંધાય છે.
  • આદર્શ બ્લડપ્રેશર ૯૦ / ૬૦ mmHg અને ૧૨૦/ ૮૦ mmHg વચ્ચે હોય એ ગણાય.
  • લો બ્લડપ્રેશર એટલે ૯૦ / ૬૦ mmHg કે તેથી નીચું હોય તેને કહેવાય
  • જો બ્લડપ્રેશર ૧૨૦ / ૮૦ દ્બmmHg અને ૧૪૦ / ૯૦ mmHg હોય તો તેનો અર્થ એ થાય કે જો તમે બ્લડપ્રેશર નિયંત્રણમાં રાખવા માટે કોઈ પગલાં ન ભરો તો હાઇ બ્લડપ્રેશરની બીમારી આવવાનું જોખમ રહે છે.