Budget 2020 / બે ટેક્સ સ્ટ્રક્ચર સમાંતર લાગુ કરીને નાણામંત્રીએ ઐતિહાસિક પહેલ કરી

Budget 2020 / બે ટેક્સ સ્ટ્રક્ચર સમાંતર લાગુ કરીને નાણામંત્રીએ ઐતિહાસિક પહેલ કરી

  • 80-C, 80-D સહિતની રાહતોનો લાભ મેળવવો હોય તો જૂનાં સ્ટ્રક્ચરનો વિકલ્પ પસંદ કરી શકાશે
  • રોકાણો દર્શાવવાની ઝંઝટમાંથી મુક્તિ જોઈતી હોય તેમના માટે નવા સ્ટ્રક્ચરની પસંદગીનો વિકલ્પ
  • કરરાહતોની 100 જેટલી જુની જોગવાઈઓમાંથી 70 નાબુદ, પુનઃ મૂલ્યાંકન પછી 30 જોગવાઈઓ પૈકી તાર્કિક જોગવાઈઓ લાગુ રહેશે

નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે કેન્દ્રીય બજેટ 2020માં કરદાતાઓ માટે એક નવા જ કર માળખાને રજુ કર્યું હતું જે ભારતીય ટેક્સ સિસ્ટમ માટે એક ઐતિહાસિક નિર્ણય કહી શકાય. સિતા રમણે જુના કર માળખાને યથાવત રાખ્યું છે અને સાથે જ એક નવી ટેક્સ સીસ્ટમ આપી છે જેમાં કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ જાહેર કાર્ય વગર ટેક્સ પેયર ફ્લેટ ટેક્સ ચૂકવવાનો રહેશે. આ સાથે જ જુના માળખામાં મળતા 100 જેટલા રિબેટમાંથી 70 જેટલા બેનીફીટને નાબુદ કરવાની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત બાકી રહેતી 30 રાહતોને પણ પુનઃગઠિત કરવામાં આવશે. સામાન્ય કરદાતાઓ માટે પણ નાણાપ્રધાને ટેક્સના સ્લેબમાં મોટા ફેરફાર કાર્ય છે જેની સૌથી વધુ અસર રૂ. 5 લાખ કે તેથી વધુ આવક ધરાવતા લોકોને થશે. આ નવા ટેક્સ સ્ટ્રકચરના કારણે કરદાતાઓ પાસે પસંદગીનો અધિકાર પણ રહેશે કે તેમણે ફ્લેટ ટેક્સ ભરવો છે કે પછી જુના માળખા હેઠળ ટેક્સ ભરવો છે.

દેશની ડગમગતી અર્થવ્યવસ્થા અને બેરોજગારીની વધતી જતી સમસ્યા વચ્ચે મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે પહેલું સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આ વખતે સૌથી લાબું બજેટ રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણે 2 કલાક અને 42 મિનિટ સુધી બજેટનું ભાષણ વાંચ્યું હતું. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં સવારે 11 વાગે બજેટ રજૂ કરવાની શરૂઆત કરી હતી. ખરાબ સ્વાસ્થયના કારણે નિર્મલા સીતારમણ બજેટ ભાષણના 2 પેજ ન વાંચી શક્યા.

ઈન્કમ ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર

5 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં
રૂ.5 થી રૂ 7.5 લાખની આવક સુધી- 20 ટકાની જગ્યાએ 10 ટકા ટેક્સ લાગશે
7.5થી 10 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકાની જગ્યાએ 15 ટકા ટેક્સ લાગશે
10થી 12.5 લાખ રૂપિયા સુધીની આવક પર 30 ટકાની જગ્યાએ 20 ટકા ટેક્સ
12.5થી 15 લાખ સુધીની આવક પર 30 ટકા ટેક્સ
– નવા ટેક્સ દરથી 15 લાખની વાર્ષિક આવક વાળા લોકોને રૂ. 78 હજારનો ફાયદો થશે

– નવી વ્યવસ્થામાં 70 પ્રકારના ડિડક્શન ખતમ કરવામાં આવ્યા, ટેક્સપેયર ઈચ્છે તો જૂની વ્યવસ્થાનો વિકલ્પ અપનાવી શકે છે.
– ડાયરેક્ટ ટેક્સ સાથે જોડાયેલા વિવાદનો ઉકેલ લાવવા માટે વિશ્વાસ યોજના, વ્યાજ અને પેનેલ્ટીમાં છૂટ મળશે.

‘અર્થવ્યવસ્થામાં સરકાર મોટા બદલાવ લઇને આવી’

  • બજેટ ભાષણની શરૂઆત કરતા નિર્મલા સીતારમણે કહ્યું- મે 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરી સરકાર બનાવવાનો જનાદેશ મળ્યો હતો. તેમણે પૂરી વિનમ્રતા સાથે જનતાની સેવા કરવાનો મોકો મળ્યો. આ જનાદેશ માત્ર રાજકીય સ્થિરતા માટે ન હતો પરંતુ આર્થિક નીતિઓ માટે પણ હતો. દરેક મહિલા , દરેક અલ્પસંખ્યક, દેશના દરેક નાગરિકની દરેક આશાઓ અને આકાંક્ષાઓનું આ બજેટ છે. 2014થી 2019 વચ્ચે અમારી સરકાર આર્થિક નીતિઓમાં ઘણા બદલાવ લઇને આવી. અત્યારે અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત છે. મોંઘવારી કાબૂમાં છે. બેન્કોમાં પણ ઘણો સુધારો થયો છે.
  • ‘‘GST આ દેશની અર્થવ્યવસ્થા માટે સૌથી મહત્વપૂર્ણ રહ્યો છે. તેના મુખ્ય નિર્માણકર્તા આજે આપણી વચ્ચે નથી. અરુણ જેટલીને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. તેઓ કહેતા હતા કે ભારત, ભારત જ રહેશે જ્યારે કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને ખુશહાલી માટે એકસાથે કામ કરશે. GST કાઉન્સિલ માટે સહમતિ એ દર્શાવે છે કે ભારત રાષ્ટ્રહિત માટે મતભેદો ભૂલાવી શકે છે. ’’

‘GSTના કારણે લોકો પૈસા બચાવી શક્યા છે’

  • ‘‘GSTના કારણે લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટમાં ફાયદો મળ્યો છે. ચેકપોસ્ટ હટવાથી 20 ટકા ખર્ચો ઘટ્યો છે. ઇન્સ્પેક્ટર રાજ ખતમ થયું છે. હવે લોકો પરિવારના માસિક ખર્ચનો 4 ટકા ભાગ GSTના કારણે બચાવી શકે છે. GST કાઉન્સિલ લોકોની પરેશાનીઓ દૂર કરવાનું કામ કરી રહી છે. અમે 60 લાખ નવા ટેક્સપેયર્સ જોડ્યાં છે. 40 કરોડ રિટર્ન ફાઇલ થયા છે. નવી રિટર્ન સિસ્ટમ પણ 1 એપ્રિલથી લાગૂ થઇ રહી છે. એક પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે છેલ્લી વ્યક્તિ સુધી ફાયદો નથી પહોંચી રહ્યો. એક રૂપિયામાંથી 15 પૈસા જ લોકો સુધી પહોંચી રહ્યા છે. પરંતુ અમે સૌનો સાથ, સૌનો વિકાસ દ્વારા લોકો સુધી સીધો અને પૂરો ફાયદો પહોંચાડવાની કોશિષ કરી છે. ’’
  • ‘‘આયુષ્માન, ઉજ્જવલા, ઇન્સ્યોરન્સ પ્રોટેક્શન અને સસ્તા ઘરો જેવી યોજનાઓ દ્વારા અમે આવું કરી શક્યા છીએ. તેનાથી જે ફાયદો અમુક લોકો સુધી જ પહોંચતો હતો તે હવે વધુમાં વધુ લોકો સુધી પહોંચી રહ્યો છે. ભારતે 27.1 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢ્યા છે. અમારી સરકાર દેશને આગળ લઇ જવાનું કામ કરી રહી છે. બે મોટા બદલાવ થઇ રહ્યા છે- ટેક્નોલોજી બદલી રહી છે અને પ્રોડક્ટિવ વર્ફોર્સ પણ વધી રહ્યો છે. અમે છેલ્લા 5 વર્ષોમાં જે પ્રયાસ કર્યા છે તેનાથી દેશને આગળ વધવામાં મદદ મળી છે. ’’
  • ‘‘આ બજેટ ત્રણ થીમ પર છે. એસ્પિરેશનલ ઇન્ડિયા, ઇકોનોમિક ડેવલપમેન્ટ ફોર ઓલ અને કેરીંગ સોસાયટી. ડિજીટલ રિવોલ્યૂશને ભારતને દુનિયાભરમાં નેતૃત્વ તરીકે સૌથી આગળ લાવી દીધો છે. ’’

કશ્મીરી નઝ્મ સંભળાવી
સીતારમણે કવિ દીનાનાથ કૌલની કાશ્મીરી ભાષાની નઝ્મ સંભળાવી – ‘‘હમારા વતન ખિલતે હુએ શાલીમાર બાગ જૈસા, હમારા વતન ડલ ઝીલમેં ખિલતે હુએ કમલ જૈસા, નૌજવાનો કે ગર્મ ખૂન જૈસા, મેરા વતન, તેરા વતન, હમારા વતન, દુનિયા કા સમયે પ્યારા વતન.’’

ઇકોનોમિટ ડેવલપમેન્ટ ફોર ઓલ
‘ટીબી ખતમ કરવાનું લક્ષ્ય’

  • ‘‘હેલ્થકેર માટે અમારી પાસે સમગ્ર યોજના છે. મિશન ઇન્દ્રધનુષ, ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, સુરક્ષિત પીવાના પાણી માટે જળ જીવન મિશન જેવી યોજનાઓ છે. અત્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 20 હજાર હોસ્પિટલ છે. આયુષ્માન ભારત માટે આપણને વધારો હસ્પિટલની જરૂરિયાત છે. ’’
  • ‘‘હોસ્પિટલોને પીપીપી મોડથી બનાવવામાં આવશે. જે જિલ્લાઓમાં સંભાવના છે, તેવા 112 જિલ્લાઓમાં આયુષ્માન ભારતને લાગૂ કરવામાં આવશે. તેનાથી મોટા પાયે રોજગાર નિર્માણ થશે. ’’
  • ‘‘મેડિકલ ડિવાઇસેસ પર લાગતા ટેક્સનો ઉપયોગ આ જિલ્લાઓમાં સ્વાસ્થ્ય સેવાઓને વધારવા માટે કરવામાં આવશે. ટીબી હારશે, દેશ જીતશે. આ અભિયાનને પણ શરૂ કરવામાં આવ્યું છે. તેને વધુ મજબૂત કરવામાં આવશે. 2025 સુધી ટીબી ખતમ કરવાનું લક્ષ્ય છે. જન ઔષધિ કેન્દ્રોને 2024 સુધી દરેક જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે. 69 હજાર કરોડ રૂપિયા હેલ્થ સેક્ટર માટે રાખવામાં આવ્યા છે. ’’

‘નવી શિક્ષા નીતિ લાવીશું’

  • ‘‘2030 સુધી ભારતમાં સૌથી મોટી વર્કિંગ એજ પોપ્યુલેશન હશે. આપણને વધારો નોકરીઓની જરૂરિયાત હશે. 2 લાખ ભલામાણો અમારી પાસે આવી છે. ટૂંક સમયમાં નવી શિક્ષણ નીતિ જાહેર થશે. પ્રતિભાશાળી શિક્ષકોને પ્રોત્સાહન આપવામાં આવશે.’’
  • ‘‘150 સંસ્થાનો ડીગ્રી-ડિપ્લોમાં કોર્સ શરુ કરશે. સરકાર એક પ્રોગ્રામ શરૂ કરશે જેમાં શહેરી સંસ્થાનો નવા એન્જિનિયર્સને એક વર્ષ માટે ઇન્ટર્નશીપ આપશે જેથી ઇન્ટર્ન પણ શીખી શકે અને શહેરી સંસ્થાનોને પણ કામકાજમાં મદદ મળી શકે. ’’
  • ‘‘હાંસિયા પર મોજૂદ વર્ગના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટે ઓનલાઇન એજ્યુકેશનને પ્રોત્સાહન આપવામાં આવશે. ભારત હાયર એજ્યૂકેશન માટે પસંદગીનો દેશ છે. સ્ટડી ઇન ઇન્ડિયા પ્રોગ્રામને એશિયા અને આફ્રીકાના દેશોમાં પ્રોત્સાહિત કરવામાં આવશે. નેશનલ પોલીસ યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવવામાં આવશે.’’
  • ‘‘ડોક્ટરોની દેશમાં કમી છે. તેના માટે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) દ્વારા જિલ્લા હોસ્પિટલો સાથે મેડિકલ કોલેજો ખોલવાની પણ યોજના છે. તેના માટે વ્યાજબી દરે જમીનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. યોજનાઓની વિસ્તૃચ રૂપરેખા ટૂંક સમયમાંજ નક્કી કરવામાં આવશે. ’’
  • ‘‘દેશમાં શિક્ષકો, નર્સ, પેરામેડિકલ સ્ટાફની પણ જરૂરિયાત છે. સ્કિલ સેટ ઘણી વખત મેચ નથી થઇ શકતા. સ્વાસ્થ્ય મંત્રાલય અને કૌશલ વિકાસ મંત્રાલય દ્વારા બ્રિજ કોર્સ શરૂ કરવામાં આવશે. 99300 કરોડ રૂપિયા શિક્ષણ ક્ષેત્ર પર ખર્ચ થશે. ’’

‘PPPથી નવી 5 સ્માર્ટ સિટી બનશે’

  • ‘‘સરસ્વતી-સિંધુ સભ્યતામાં એવા શબ્દો મળે છે જે એ સમયે થનારા વેપાર તરફ ઇશારો કરે છે. આંત્રપ્રેન્યોરશિપ હંમેશાથી ભારતની તાકાત રહી છે. ’’
  • ‘‘ઇન્વેસ્ટમેન્ટ ક્લિયરન્સ સેલ બનશે, જેમાં રોકાણથી જોડાયેલી સલાહો અને લેન્ડ બેન્ક વિશે જાણકારી મળશે. ઇકોનોમિક કોરિડોર, મેન્યૂફેક્ચરિંગ યુનિટ્સ વિશે પણ જાણકારી રહેશે. ’’
  • ‘‘પીપીપી દ્વારા 5 નવી સ્માર્ટ સિટી બનશે. આ એવા શહેરો હશે જ્યાં રોકાણને પ્રોત્સાહન મળશે. ’’
  • ‘‘ઇલેક્ટ્રોનિક્સ મેન્યૂફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી પણ ઝડપથી આગળ વધી રહી છે. મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને સેમી કન્ડક્ટર પેકેજિંગને પ્રોત્સાહન આપનારી યોજનાઓની ટૂંક સમયમાં જ જાહેરાતો થશે. તેનાથી ભારતમાં વધારે મેડિકલ ઉપકરણો બનાવી શકાશે. નેશનલ ટેક્નિકલ ટેક્સટાઇલ મિશન બનાવવામાં આવશે. 1480 કરોડ રૂપિયા તેના પર ખર્ચ થશે. ’’
  • ‘‘લાલ કિલ્લાથી પ્રધાનમંત્રીજીએ ઝીરો ડિફેક્ટ પોલિસી પર ભાર આપ્યું હતું. દરેક મંત્રાલય આ વર્ષે ક્વોલિટી સ્ટાન્ડર્ડ ઓર્ડર જાહેર કરશે. એક્સપોર્ટર્સને ડિજીટલ રિફન્ડની સુવિધા મળશે. દરેક જિલ્લામાં એક્સપોર્ટ હબ હોવો જોઇએ. ’’

‘ હાઇવેના વિકાસ પર ભાર ’
‘‘27 હજાર કરોડ રૂપિયા ઇન્ડસ્ટ્રી અને કોમર્સના પ્રમોશન પર ખર્ચો થશે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનને ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. તેમાં ઘણા પ્રોજેક્ટ નક્કી કરવામાં આવ્યા હતા. તે હાઉસિંગ, ક્લીન વોટર, હેલ્થકેર, મેટ્રો, રેલવે, લોજિસ્ટિક્સ અને એજ્યૂકેશન માટે હતા. તેમાં મોટા પાયે રોજગાર મળવાની સંભાવના છે. ’’
‘‘નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એજન્સી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત સ્કિલને પ્રોત્સાહન આપશે. આ યોજના અંતર્ગત યંગ એન્જિનિઅર, મેનેજમેન્ટ ગ્રેજ્યૂએટ્સ અને ઇકોનોમિસ્ટને મોકો મળશે. ’’
‘‘નેશનલ લોજિસ્ટિક પોલિસી ટૂંક સમયમાં જાહેર થશે. આ દરેક યોજનાઓ દ્વારા સામાન્ય લોકોને વધુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાના કામમાં યુવાઓ તેમનું યોગદાન આપી શકશે. 6000 કિમી લાંબા 12 હાઇવેના વિકાસ પર ભાર આપવામાં આવશે. ’’

‘રેલવે ટ્રેક પાસે સોલર પાવર કેપેસીટી બનશે’

  • ‘‘વિજળીના ક્ષેત્રમાં અમે પ્રી-પેડ મીટર્સ યોજના પર કામ કરી રહ્યા છીએ. આગળ જઇને ઉપભોક્તા તેમની મરજીથી સપ્લાયર પસંદ કરી શકશે. ’’
  • ‘‘રેલવેની વાત કરીએ તો અમે સો દિવસોમાં 500 સ્ટેશનો પર વાઇફાઇની સુવિધા આપી છે. અમે રેલવે ટ્રેકની આસપાસની જમીન પર મોટી સોલાર પાવર કેપેસિટી બનાવીશું. 4 સ્ટેશનના રીડેવલપમેન્ટ અને 150 ટ્રેનો પર પીપીપી દ્વારા કામ થશે.’’ ‘‘18600 કરોડ રૂપિયાની મદદથી બેંગલુરૂ સબ-અર્બન પ્રોજેક્ટ પર કામ થશે. બંદરોમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધારવામાં આવશે. જળ વિકાસ માર્ગને પ્રોત્સાહન આપવામાં આવશે. તેના માટે એ જરૂરી છે કે તેનાથી નદીની બન્ને તરફ આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન મળે. તેના માટે પ્રધાનમંત્રીએ અર્થ ગંગાની અવધારણા રાખી છે.’’
  • ‘‘એવિએશનની વાત કરીએ તો ઉડાન યોજના અંતર્ગત 2024 સુધી 100 નવા એરપોર્ટ બનાવવામાં આવશે. ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 1.70 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ’’


‘ એક લાખ ગ્રામ પંચાયતોને ડિજીટલ કનેક્ટિવીટી મળશે’
નિર્મલાએ ન્યૂ ઇકોનોમી પર કહ્યું, ‘‘દેશભરમાં ડેટા સેન્ટર પાર્ક બનાવવામાં આવશે. આંગણવાડી, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, ગ્રામ પંચાયતોને ડિજીટલ કનેક્ટીવિટી મળશે. ભારત નેટ દ્વારા આ વર્ષે એક લાખ ગ્રામ પંચાયતોને ડિજીટલ કનેક્ટિવિટી મળશે. તેના પર 6 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થશે. ’’
‘‘એક નવુ કેન્દ્ર બનાવવામાં આવશે જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના ક્ષેત્રમાં કામ કરશે. નોલેજ ટ્રાન્સફર ક્લસ્ટર બનાવવામાં આવશે. બે નેશનલ લેવલ સાયસન્સ સ્કિમ પણ બનાવવામાં આવશે. ’’
‘‘ક્વાન્ટમ ટેક્નોલોજી પર કામ થશે. 8000 કરોડ રૂપિયા આગામી પાંચ વર્ષમાં નેશનલ મિશન ફોર ક્વાન્ટમ ટેક્નોલોજી એન્ડ એપ્લિકેશન પર ખર્ચ થશે. ’’

કેરીંગ સોસાયટી

  • ‘‘બેટી બચાઓ, બેટી પઢાઓ કાર્યક્રમના સારા પરિણામ મળ્યા છે. પ્રાઇમરી એજ્યૂકેશનમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 94.83 ટકા છે. હાયર સેકન્ડરી એજ્યુકેશનમાં પણ છોકરીઓ આગળ થઇ ગઇ છે. માતાઓ-બાળકોના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે. ’’
  • ‘‘6 લાખથી વધુ આંગણવાડી કાર્યકર્તાઓને 10 કરોડ ઘરોની મહિલાઓ સુધી પહોંચવા માટે સ્માર્ટફોન આપવામાં આવ્યા છે. તેઓ પોષણ આહારથી જોડાયેલી માહિતી મેળવી રહી છે. આ કવાયત અભૂતપૂર્વ છે. એક ટાસ્ક ફોર્સ 6 મહિનામાં રિપોર્ટ બનાવશે. બજેટમાં 28600 કરોડ રૂપિયા માત્ર મહિલાઓ પર આધારિત વિશિષ્ટ કાર્યક્રમો પર ખર્ચ કરવામાં આવશે. ’’
  • ‘‘અમે શહેરી અને ગ્રામીણ બોડીઓ સાથે કામ કરી રહ્યા છીએ જેથી સીવર સિસ્ટમની સફાઇનું કામ મેન્યુઅલી ન થાય. પછાત વર્ગ અને અનુસૂચિત જાતિના વિકાસ માટે 85 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. 53700 કરોડ રૂપિયા અનુસૂચિત જનજાતિના વિકાસ પર ખર્ચ કરવામાં આવશે. ’’
  • ‘‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ એન્ડ કન્ઝર્વેશન બનશે. 5 આર્કિયોલોજી સાઇટ્સને આઇકોનિક સાઇટ્સ બનાવવામાં આવશે. તેમાં રાખીગઢી(હરિયાણા), હસ્તિનાપુર(ઉત્તરપ્રદેશ), શિવસાગર(આસામ), ધોળાવીરા(ગુજરાત), આદિચેન્નલૂર(તમિલનાડુ) સામેલ છે. કોલકાતામાં નેશનલ મ્યૂઝિયમનો પુનરોદ્ધાર થશે. રાંચીમાં સરકાર ટ્રાઇબલ મ્યૂઝિયમ બનાવશે.’’

6.11 ખેડૂતો પર ફોકસ

સરકાર ખેડૂતોની આવકને બમણી કરવા માટે કટિબદ્ધ છે. અમે 6.11 કરોડ ખેડૂતો પર ફોકસ આપ્યું છે. ખેડૂતો માટે બજારને ઉદાર બનાવવાની જરૂર છે. કૃષિ ઉપજ, લોજિસ્ટિકમાં વધારે રોકાણ કરવાની જરૂર છે. તેના માટે 16 એક્શન પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
પહેલા-એવા રાજ્ય સરકારોને પ્રોત્સાહન આપવું કે જે આધુનિક કાયદાને ઉત્તેજન આપે છે, જેમ કે – કૃષિ ઉપજનું માર્કેટિંગ, કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કાયદાને અમલમાં લાવવો.
બીજો-જળ સંકટ મોટો પડકાર છે. અમે પાણીની અછતનો સામનો કરી રહેલા 100 જિલ્લા પર ફોકસ કરશું.
ત્રીજો- અન્નાદાતા ઉર્જાદાતા પણ બનશે. 20 લાખ ખેડૂતોનો સોલર પંપ લગાવવા માટે સરકાર મદદ કરશે. અમે 15 લાખ અન્ય ખેડૂતોને ગ્રિડ કનેક્ટેડ પંપ આપશું.
ચોથો- અમારી સરકાર ફર્ટિલાઈઝરનો સંતુલિત ઉપયોગ વઘારી રહી છે. તે માટે કેમિકલ ફર્ટિલાઈઝરની જરૂરથી વધારાનો ઉપયોગ રોકવામાં આવી રહ્યો છે.પાંચમો- ભારત પાસે 162 મેટ્રીક ટન કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા છે. અમે બ્લોક અને તાલુકા સ્તર પર વેરહાઉસ નિર્માણને ઉત્તેજન આપશું. ફૂડ કોર્પોરેશન અને સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન તેની જમીન પર પણ કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરશે.
છઠ્ઠો-સ્વ સહાય સમૂહો ખાસ કરી મહિલા સ્વ સહાયતા સમૂહ યોજના મારફતે વિલેજ સ્ટોરેજને ઉત્તેજન આપી શકશે. તે બિયારણોનો સંગ્રહ કરશે અને ગામડાઓમાં ખેડૂતોને જરૂર પડવાના સંજોગોમાં બિયારણ આપી શકાશે.
સાતમો- કિસાન રેલ શરૂ કરશું. ટ્રેનોમાં સ્ટોરેજની વ્યવસ્થા હશે.
આઠનો-કૃષિ ઉડ્ડાનની પણ શરૂઆત થશે. તે ઉડ્ડયન મંત્રાલય મારફતે થશે. તેનાથી ઉત્તરપૂર્વ અને આદિવાસી વિસ્તારોથી કૃષિ ઉપજને ઉત્તેજન મળશે.
નવમો- હોલ્ટિકલ્ચરમાં અત્યારે ખાદ્યાન લક્ષ્ય કરતા વધારે છે.અમે તેને ક્લસ્ટરમાં ફાળવણી કરી એક જિલ્લામાં એક ઉત્પાદનને વધારશું.
દશમો-ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમને ઉત્તેજન આપશું. જીરો બજેટ ફાર્મિંગ અને જૈવિક ખેતીને ઉત્તેજન આપવામાં આવશે.
11મો-ફાયનાન્સિંગ ઓન નેગોશિએબલ વેરહાઉસિંગ રિસીપ્ટ્સ પર ધ્યાન આપશું.
12મો-નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ અત્યારે સક્રિય છે. નાબાર્ડ સ્કીમને વિસ્તારવામાં આવશે. 2021માં 15 લાખ રૂપિયા એગ્રિકલ્ચર ક્રેડિટ માટે ફાળવવામાં આવ્યા છે.
13મો– પશુધનની બિમારોને ખતમ કરવામાં આવસે. મનરેગાનો તેમા ઉપયોગ કરવામાં આવશે. મિલ્ક પ્રોસેસિંગ કેપેસિટીને બમણી કરવામાં આવશે.
53 મેટ્રીક ટનથી 108 મેટ્રીક ટન કરશું.
14મો-ફિશરીંઝ પર કામ કરવામાં આવશે.
15મો- 2023 સુધી માછલી ઉત્પાદન 200 લાખ ટન સુધી વધારવામાં આવશે.
16મો-દીનદયાલ અત્યંદય યોજના અંતર્ગત સ્વયં સહાયતા સમૂહોને ઉત્તેજન આપશું.

તમિલ કવિ તિરુવલ્લુવરના ઉલ્લેખ પર હંગામો

  • પર્યાવરણના મુદ્દા પર નિર્મલાએ કહ્યું, ‘‘જ્યાં આબાદી 10 લાખથી વધુ છે ત્યાં સ્વચ્છ હવા એક પડકાર છે. તેના પર 4400 કરોડ રૂપિયા ખર્ચો થશે. તિરુવલ્લુવર કહેતા હતા- દેશ માટે પાંચ ચીજો જરૂરી છે. બીમારીઓ ન હોવી જોઇએ, ત્યાં સંપત્તિ હોવી જોઇએ, સારો પાક હોવો જોઇએ , ખુશી હોવી જોઇએ અને સુરક્ષા હોવી જોઇએ.’’
  • ‘‘તેના માટે આયુષ્માન ભારતય યોજના છે, વેલ્થ ક્રિએટર્સનું સન્માન છે, કિસાન સન્માન યોજના છે અને ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય છે, કઠોળ-તેલિબિયામાં સરપ્લસ પાક છે, ઇઝ ઓફ લિવિંગમાં અમે સુધારો કરી રહ્યા છીએ…અને છેલ્લે દેશની રાષ્ટ્રીય સુરક્ષા આ સરકારની શીર્ષ પ્રાથમિકતા છે. ’’ જ્યારે નિર્મલા આ વિષય પર બોલી રહ્યાં હતાં ત્યારે સદનમાં હંગામો થયો હતો.

ગવર્નેંસ: દરેક નાગરિક પર ભરોસાનો ઉલ્લેખ થવા પર હંગામો

  • સીતારમણે કહ્યું, ‘‘તેમાં ક્લીન, કરપ્શન ફ્રી ગવર્નેંસ પર ભાર આપવામાં આવશે. દેશના દરેક નાગરિક પર ભરોસો કરવામાં આવશે. આકરી મહેનત, ખેડૂતો, યુવાઓ, મહિલાઓ-વડીલો પર ભાર આપવામાં આવશે. વેપાર-ઉદ્યોગોમાં ભરોસો હોવો જોઇએ. અમે ટેક્સપેયર ચાર્ટરને સંસ્થાગત બનાવીશું. તે વિધાનનો ભાગ હશે. ’’
  • ‘‘ટેક્સપેયર્સને કહેવા માગીએ છીએ કે અમે તમારા માટે પ્રતિબદ્ધ છીએ અને કોઇનું ઉત્પીડન થવા નહીં દઇએ. દીવાની મુકદ્દમાઓમાં ક્રિમિનલ લાયબિલિટીના મુદ્દા પર ચર્ચા થતી રહે છે. કંપની એક્ટ માટે અમે અમુક સંશોધન કરી રહ્યા છીએ. આવા જ પ્રકારના અન્ય કાયદાઓની સમીક્ષા કરીને તેમાં સુધારો કરીશું. ’’

નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી બનશે, ભારત 2022માં જી-20ની યજમાની કરશે

  • ‘‘નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી બનશે જે નોન-ગેઝેટેડ પદો પર કોમ્પ્યૂટરાઇઝ્ડ પરીક્ષા કરાવશે. દરેક જિલ્લામાં તેનું પરીક્ષા કેન્દ્ર હશે. ’’
  • ‘‘સ્ટેટિસ્ટિક્સ વ્યવસ્થામાં પણ સુધારાની જરૂરિયાત છે. ડેટાની વિશ્વસનીયતા ખૂબ જરૂરી છે. સત્તાવાર સ્ટેટિસ્ટીક્સ પર અમે નવી નીતિ બનાવીશું. ’’
  • ‘‘ભારત 2022માં G-20ની અધ્યક્ષતાની યજમાની કરશે. તેનું આયોજન આઝાદીના 75મા વર્ષ પર થશે. તેની તૈયારી માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. ’’

ફાઇનાન્શિયલ સેક્ટર: પૈસા જમા કરાવનારાઓ માટે 5 લાખનો વીમો
‘‘આપણને ભરોસાપાત્ર અને મજબૂત નાણાકીય સેક્ટરની જરૂરિયાત છે. ફાઇનાન્શિયલ આર્કિટેક્ચરમાં લગાતાર મજબૂતી જોઇએ. અમે અમુક બેન્કોનું વિલય કર્યું છે. પબ્લિક સેક્ટર બેન્કોમાં અમે પૈસા લગાવ્યા છે જેથી તે પ્રતિસ્પર્ધી બને. દરેક શેડ્યૂલ્ડ કોમર્શિયલ બેન્કો પર દેખરેખની વ્યવસ્થા છે જેથી લોકોના જમા પૈસા સુરક્ષિત રહે. ડિપોઝીટ ઇન્સ્યોરન્સ કવરેજને પણ વિસ્તાર આપવામાં આવ્યો છે. ડિપોઝીટર માટે ઇન્સ્યોરેન્સ કવર એક લાથથી વધારીને પાંચ લાખ કરવામાં આવ્યું છે. ’’

સરકાર LICની ભાગીદારી વેચશે
નાણાંમંત્રીએ કહ્યું, ‘‘સરકારની અમુક સિક્યોરીટીઝને માત્ર અપ્રવાસી રોકાણકારો માટે પણ ખોલવામાં આવશે. રોકાણકારોનો ભરોસો વધારવા માટે ફાઇનાન્શિયલ કોન્ટ્રાક્ટ્સથી જોડાયેલા કાયદો લાવીશું. 22 હજાર કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન પ્રોજેક્ટ્સ માટે આપવામાં આવ્યા છે. IPO દ્વારા LICમાં ભાગીદારી વેચવાનો પણ પ્રસ્તાવ છે. ’’


રેવેન્યૂ અને ગ્રોથ
સીતારમણે કહ્યું, ‘‘2019-2020 26.19 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો અને 19.32 લાખ કરોડ રૂપિયા રાજસ્વ મળ્યું. 2020-21માં આપણો GDPમાં 10 ટકા નોમિનલ ગ્રોથનું અનુમાન છે. 2020-21માં 30.42 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો અને 22.46 લાખ કરોડ રૂપિયાના રાજસ્વનું અનુમાન છે. ફિસ્કલ ડિફીશીટ 3.5 ટકા રહેવાનું અનુમાન છે. ’’

ટેક્સમાં રાહત

  • ‘‘છેલ્લા અંતરિમ બજેટમાં સરકારે 5 લાખ રૂપિયા સુધીની ટેક્સેબલ આવકને ટેક્સ ફ્રી કરી હતી. અત્યારે ઇનકમ ટેક્સ એક્ટમાં ઘણા પ્રકારના ડિડક્શનની જોગવાઇ છે. ’’
  • ‘‘કોઇ પણ ટેક્સપેયર માટે અત્યારે પ્રોફેશનલ્સની મદદ વિના ટેક્સ ભરવું મુશ્કેલ છે. પર્સનલ ઇનકમ ટેક્સની નવી વ્યવસ્થા લાવી રહ્યા છીએ જેમાં ટેક્સના રેટ ઓછા થઇ જશે. ’’
  • ‘‘5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને જૂની સિસ્ટમની જેમ નવી સિસ્ટમમાં પણ કોઇ ટેક્સ નહીં આપવો પડે.’’
  • ‘‘નવી વ્યવસ્થા અંતર્ગત 5થી 7.5 લાખ રૂપિયાની આવકવાળાઓને 20 ટકા ટેક્સ આપવાનો હોય છે જે હવે 10 ટકા આપવો પડશે.’’
  • ‘‘7.5 થી 10 લાખ રૂપિયાની આવક પર 20 ટકાની જગ્યાએ 15 ટકા ટેક્સ આપવો પડશે. ’’
  • ‘‘10 લાખથી 12.5 લાખ રૂપિયાની આવક પર અત્યારે 30 ટકા ટેક્સ છે જે ઘટાડીને 20 ટકા કરવામાં આવશે. ’’
  • ‘‘12.5 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયા સુધીની આવક પર અત્યારે 30 ટકા ટેક્સ છે, તેમને 25 ટકા ટેક્સ આપવો પડશે. ’’
  • ‘‘15 લાખ રૂપિયાથી વધારે આવક પર 30 ટકા ટેક્સ ચાલુ રહેશે. 15 લાખ વાર્ષિક આવક પર જો કોઇ ડિડક્શન ન લેવામાં આવે તો તેમને 2.73 લાખની જગ્યાએ 1.95 લાખ ટેક્સ ચૂકવવો પડશે. ’’
  • ‘‘ઇનકમ ટેક્સના નવા રેટ વૈકલ્પિક રહેશે. ટેક્સપેયર પાસે જૂની અથવા તો નવી વ્યવસ્થામાંથી પસંદ કરવાનો વિકલ્પ હશે. ’’

કેસ ઓછા કરવા માટે વિવાદ સે વિશ્વાસ સ્કીમ

  • નિર્મલાએ કહ્યું, ‘‘વિવાદ સે વિશ્વાસ સ્કીમ શરૂ થશે. ભૂતકાળમાં અમે ટેક્સના કેસને ઓછા કરવા માટે પગલા ભર્યા છે. છેલ્લા બજેટમાં ઇનડાયરેક્ટ ટેક્સમાં સબકા વિશ્વાસ સ્કીમ લાવવામાં આવી હતી. અત્યારે ડાયરેક્ટ ટેક્સના 4.83 લાખ કેસ પેન્ડિંગ છે. અમે એવી સ્કીમ લાવી રહ્યા છીએ જેમાં લોકોને માત્ર ટેક્સની રકમ જ આપવી પડશે. કોઇ પેનલ્ટી કે ઇન્ટરેસ્ટ આપવો નહીં પડે. 31 માર્ચ બાદ ટેક્સ આપનારા લોકોને થોડી વધારાની રકમ પણ આપવી પડશે. ’’
  • ‘‘કોઓપરેટિવ સોસાયટીઝને 30 ટકાની જગ્યાએ 22 ટકા ટેક્સ આપવો પડશે. આધાર દ્વારા અપ્લાય કરવા પર અમે તરત પૈન આપવાની વ્યવસ્થા લાવીશું. ’’