ભારતમાં વિદેશીઓના ટૂરિસ્ટ વિઝા ૧૫ એપ્રિલ સુધી સસ્પેન્ડ

ભારતમાં વિદેશીઓના ટૂરિસ્ટ વિઝા ૧૫ એપ્રિલ સુધી સસ્પેન્ડ

। નવી દિલ્હી ।

દેશમાં ધીરે ધીરે કોરોના વાઇરસનો ફેલાવો વધી રહ્યો છે. કર્ણાટકમાં કોરોના વાઇરસથી પીડિત ૭૬ વર્ષીય વ્યક્તિનું મોત થયું છે.  જમ્મુ કાશ્મીરમાં પ્રાથમિક શાળાઓ, સિનેમાઘરો અને આંગણવાડી કેન્દ્રોને બંધ કરી દેવાયાં છે. કેન્દ્ર સરકારે પંદરમી એપ્રિલ સુધી વિદેશીઓના ટૂરિસ્ટ વિઝા પર ભારતમાં પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય શુક્રવારથી અમલી બનશે.  જમ્મુ-કાશ્મીરમાં ૩૧ માર્ચ સુધી સ્કૂલ, સિનેમાઘરો અને આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એવું જણાવ્યું કે દેશમાં કોરોના વાઇરસના ૧૦ નવા કેસોની પુષ્ટિ થઈ છે. કેરળમાં ૮, ૧ દિલ્હીમાં છે. દેશમાં કુલ કેસોની સંખ્યા વધીને ૬૨ થઈ છે. કેરળમાં કુલ ૪૨ રાજસ્થાનમાં ૧ અને લોકો હોસ્પિટલમાં ભરતી છે. કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં પણ કોરોનાના પાંચ કેસો સામે આવ્યા છે. વિદેશપ્રધાન એસ જયશંકરે જણાવ્યું કે ૬ અધિકારીઓને ઇરાન મોકલવામાં આવ્યા છે જ્યાંથી તેઓ સેમ્પલિંગ અને ટેસ્ટિંગનું કેન્દ્ર સંભાળી રહ્યા છે. રાજસ્થાનમાં પણ કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ મળ્યો છે. રાજસ્થાન હેલ્થ ડિપાર્ટમેન્ટના રોહિત સિંહે જણાવ્યું કે દુબઈથી આવનાર વ્યક્તિનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અરુણાચલ પ્રદેશની સરકારે કોરોના વાઇરસને અટકાવવા વિદેશી પ્રવાસીઓના રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વિદેશી પર્યટકોને અપાયેલી પરમિટ હંગામી ધોરણે રદ કરી દેવાઇ છે.

ઇટાલીથી ૮૩ નાગરિકોને ભારત લવાયા

એર ઇન્ડિયાનું વિમાન ૮૩ નાગરિકોને લઈને ઇટાલીના મિલાનથી નવી દિલ્હી પહોંચ્યું હતું. તમામ પ્રવાસીઓને માનેસરના લશ્કરી કેમ્પમાં રખાયા છે તેમાં ભારતના ૭૪, ઇટાલીના ૬, અમેરિકાના ૩ નાગરિકો સામેલ છે. કેન્દ્ર સરકારે વાઇરસના ખતરાને ધ્યાનમાં રાખીને ફ્રાન્સ, જર્મની નાગરિકોના દેશમાં આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.