નજર લાગે તો શું કરવું? તેના ઉપાયો વિશે આટલું જાણી લો

નજર લાગે તો શું કરવું? તેના ઉપાયો વિશે આટલું જાણી લો

દુનિયામાં ત્રણ પ્રકારની ઊર્જા કામ કરતી હોય છે. સકારાત્મક, હકારાત્મક અને ઉદાસીન. મતલબ કે દુઃખદ. આ ઊર્જા આપણાં વિચારો, વર્તન, વ્યવહાર, સ્વભાવ અને કાર્યોથી બનતી હોય છે. આપણા ઘરની અંદર અને આપણી અંદર સકારાત્મક ઊર્જા જ હોય છે, પણ જ્યારે બીજા કોઇના સંપર્કમાં આવીને તેના વિચારો થકી, વાણી થકી કે વર્તન અને નજર થકી આપણી અંદર નકારાત્મક ઊર્જા પ્રવેશ કરી જાય તો તેને નજર લાગવી કહેવામાં આવે છે.

આ ઉર્જા તેની અસરકારકતા મુજબ આપણી ઉપર અસર કરે છે. જો કોઇની વધારે પડતી નકારાત્મકતા આપણી અંદર આવી ગઇ હોય તો આપણી ઉપર તેની અસર વધારે થાય છે. નજર લાગવાથી આપણા સ્વાસ્થ્ય પર અસર થતી હોય છે, પ્રગતિ થોડા સમય માટે અટકી પડે છે. વિચારો નકારાત્મક થવા લાગે છે અને આ બધી અસર એટલી બધી તેજ હોય છે કે કોઇ કારણ વગર અચાનક તે કોઇની ઉપર થવા લાગે છે.

ઘરમાં નજરદોષની સમસ્યા ઊભી થાય તો શું થાય?

નવું ઘર બન્યું હોય અને ઘર ઉપર નજર લાગે તો ઘરનું વાતાવરણ અચાનક તંગ બની જતું હોય છે. ઘરમાં જઇએ તો જાણે કે કંઇક ભારેખમ વાતાવરણ હોય તેમ લાગે છે.

ઘરના સભ્યોમાં અંદરોઅંદર કારણ વગર ઝઘડા થાય, ક્લેશ થાય.

ઘરના લોકો બીમાર થવા લાગે છે અને તેમાં વધારે પૈસા ખર્ચાઈ જાય છે.

વારંવાર રોજગારમાં ઉતારચઢાવ આવવા લાગે છે.

તેના ઉપાય

ઘરને ખરાબ નજર લાગી હોય તો અમુક ઉપાય કરવાથી ખરાબ નજરથી ઘર પર થતી અસરથી તરત બચાવી શકાય છે.

ઘરમાં કારણ વગર વધારે સામાન અને ઉપયોગ વગરનો સામાન ન રાખવો.

ઘરના પૂજાસ્થાન ઉપર રોજે સાંજે દીવો જરૂર કરવો.

રોજ સવારે અને સાંજે કપૂરની ગોટી સળગાવવી.

ઘરના મુખ્ય દરવાજા ઉપર અને ઘરના દરેક રૂમના દરવાજા ઉપર લાલ કલરનો સ્વસ્તિક લગાવવો.

અઠવાડિયામાં એકવાર ઘરમાં ભજન-કીર્તન કે પૂજાપાઠ જરૂર કરો.

કામ અને કમાણી ઉપર નજર લાગે તો શું થાય?

રોજગાર ઉપર જો નજર લાગે તો નોકરી વારંવાર છૂટતી જાય છે, અથવા નોકરીમાં તકલીફો થવા લાગે છે.

ઘણીવાર નજર ભારે હોય તો નોકરી છૂટયા બાદ લાંબા સમય સુધી નોકરી વગર ઘરે રહેવું પડે છે.

જો ધંધા-બિઝનેસ ઉપર નજર લાગે તો લાંબા સમય સુધી ધંધો પણ ઠપ થઇ જાય છે.

કારણ વગર નોકરી-ધંધાને લઇને ટેન્શન આવવા લાગે છે કે તે બંધ થઇ જશે અથવા તો નોકરી છૂટી જશે.

ધંધામાં લગાવેલું ધન ફસાઇ જાય, ધંધામાં ખોટ આવે.

ઉપાય

નોકરી-ધંધા પર નજર લાગે તો શિવજીનો જાપ કરવો, રોજે સવારે શિવજીને એક લોટો જળ ચડાવવું.

ગરીબ બાળકોને દર બુધવારે મિષ્ટાન્ન જમાડવું.

કાર્યસ્થળે લાલ સ્વસ્તિક રાખવો.

કોઇ વ્યક્તિને નજર લાગી ગઇ હોય તો

જો કોઇ વ્યક્તિને નજર લાગી જાય તો તે વ્યક્તિ કારણ વગર બીમાર પડી જાય છે.

વ્યક્તિ કારણ વગર બેચેન રહેવા લાગે છે. કારણ વગર ચિંતા મનમાં રહ્યા કરે.

નાહકનો ઘરના સાથે ઝઘડો થાય. આવી વ્યક્તિ ઘણીવાર જાતે જ પોતાના સંબંધો ખરાબ કરતી હોય છે.

ઉપાય

જ્યારે પણ તમને એવું લાગે કે તમારી સાથે પણ ઉપરનાં લક્ષણો ઘટી રહ્યાં છે, કે તમારી કોઇ અંગત વ્યક્તિ સાથે આવું થઇ રહ્યું છે તો એ સમયે થોડા વાળ કાપી લો, પુરુષ હોય તો થોડી દાઢી વધારી લે.

થોડા દિવસ પાણીમાં કેવડો નાખીને તેવા પાણીથી સ્નાન કરો.

બને તો લાલ મરચાનું એક બી ચાવી જવું.

નજરદોષથી બચીને રહેવા માટે હંમેશાં ચંદનની સુગંધનો પ્રયોગ કરો.

ઘરમાંથી બહાર નીકળો ત્યારે ગોળ ખાઇને નીકળો.