વાસ્તુ દોષના કારણે નેગેટિવિટી વધે છે, છાણા સળગાવીને ધૂપ કરવો જોઇએ

વાસ્તુ દોષના કારણે નેગેટિવિટી વધે છે, છાણા સળગાવીને ધૂપ કરવો જોઇએ

જે ઘરમાં ગંદકી રહે છે, સાફ-સફાઈનું ધ્યાન રાખવામાં આવતું નથી, ત્યાં વાસ્તુ દોષ વધે છે. વાસ્તુ દોષના કારણે ઘરમાં રહેતાં લોકોના વિચારોમાં નેગેટિવિટી વધારે રહે છે. નેગેટિવ વિચારોના કારણે કાર્યોમાં સફળતા મળી શકતી નથી અને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે વાસ્તુદોષ દૂર કરવા માટે રોજ કપૂર, દેસી ઘી, ચંદન, લોબાન અને ગૂગળનો ધૂમાડો કરવો જોઇએ.

આ પાંચ વસ્તુઓના ધૂમાડાથી પોઝિટિવિટી વધે છેઃ-
ઘરની નેગેટિવ ઊર્જાને નષ્ટ કરવા માટે દરરોજ ઘરમાં 5 પવિત્ર વસ્તુઓનો ધૂમાડો કરવો જોઇએ. આ પાંચ વસ્તુઓમાં કપૂર, દેસી ઘી, ચંદન, લોબાન અને ગૂગળનો સમાવેશ થાય છે. ગાયના ગોબરથી બનેલાં છાણાને સળગાવો, જ્યારે તેનો ધૂમાડો બંધ થઇ જાય, ત્યારે આ પાંચ વસ્તુઓ છાણા ઉપર રાખી દો. ત્યાર બાદ સાવધાની રાખીને આ ધૂમાડાને ઘરમાં ફેલાવો. આ પ્રકારે ધૂપ આપવાથી ઘરમાં દેવી-દેવતાઓની કૃપા મળી શકે છે.

આ પાંચ વસ્તુઓ પવિત્ર માનવામાં આવે છે અને તેમાંથી ઉત્પન્ન થતા ધૂમાડાથી ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે. સૂક્ષ્મ કીટાણું નષ્ટ થાય છે અને વાસ્તુદોષની અસર ઓછી થાય છે. પોઝિટિવ ઊર્જા વધે છે. તેના ધૂમાડાથી ઘરની દુર્ગંધ પણ દૂર થાય છે. આ પાંચ વસ્તુઓ બજારમાં સરળતાથી મળે છે.