નોર્થ કોરિયા / કિમ જોંગની સ્થિતિ ગંભીર, ત્યારબાદ તેની બહેન છે નોર્થ કોરિયાની સૌથી મહત્વનો ચહેરો

નોર્થ કોરિયા / કિમ જોંગની સ્થિતિ ગંભીર, ત્યારબાદ તેની બહેન છે નોર્થ કોરિયાની સૌથી મહત્વનો ચહેરો

નોર્થ કોરિયાના તાનાશાહની હાર્ટ સર્જરી બાદ તબિયત લથડી હોવાના સમાચાર છે

નોર્થ કોરિયામાં તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન કિમ યો-જોંગને બીજી સૌથી મહત્વની વ્યક્તિ તરીકે માનવામાં આવે છે. 11 એપ્રિલ 2020ના કિમ યો જોંગને નોર્થ કોરિયા પોલિટ બ્યૂરોમાં અલ્ટરનેટ સભ્ય તરીકે બીજી વખત સામેલ કરવામાં આવ્યા. કિમ યો જોંગ દેશ બહાર પણ નોર્થ કોરિયાનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. ડેલીમેલના રિપોર્ટ પ્રમાણે સાઉથ કોરિયાના સેજોંગ ઇન્સ્ટીટ્યૂટના જાણકાર ચિઓંગ સિઓંગ ચાંગનું કહેવું છે કે કિમ જોંગની બહેન લાંબા સમયથી નોર્થ કોરિયાની સરકારમાં પ્રભાવશાળી ભૂમિકા નિભાવી રહી છે. 

theguardian.comના રિપોર્ટ પ્રમાણે કિમ જોંગ ઉનની જે દેશ અને દુનિયામાં એક છવિ છે તેને તૈયાર કરવામાં તેની બહેનનું ઘણુ યોગદાન માનવામા આવે છે. સાઉથ કોરિયામાં 2018 વિન્ટર ઓલિમ્પિક્સ દરમિયાન કિમ યો જોંગે નોર્થ કોરિયાના ગ્રુપનું પ્રતિનિધિત્વ કર્યું હતું. નોર્થ કોરિયામાં મિલિટરી એક્સરસાઇઝનો જ્યારે સાઉથ કોરિયાએ વિરોધ કર્યો તો માર્ચમાં કિમ યો જોંગે પહેલી વખત સાર્વજનિક નિવેદન જાહેર કરીને કહ્યું કે સાઉથ કોરિયા એક ડરેલા કૂતરાની જેમ ભસે છે. 

માર્ચમાં જ કિમ યો જોંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા હતા કારણ કે ટ્રમ્પે કિમ જોંગ ઉનને પત્ર મોકલીને કહ્યું હતું કે આશા છે કે બન્ને દેશો વચ્ચે સારા દ્વિપક્ષીય સંબંધો કાયમ રહેશે. કોરોનાવાયરસ મહામારી માટે પણ ટ્રમ્પે કોરિયાની મદદ કરવાની વાત કહી હતી.