ભગવાનથી દૂર ભાગી રહ્યો છે કોરોના! રાજ્યમાં ધાર્મિક સ્થળોએ એક પણ કેસ બન્યો નથી

ભગવાનથી દૂર ભાગી રહ્યો છે કોરોના! રાજ્યમાં ધાર્મિક સ્થળોએ એક પણ કેસ બન્યો નથી

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. પણ તેવામાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. કોરોના પણ ભગવાનથી દૂર ભાગી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. કેમ કે, ગુજરાતમાં જેટલાં ધાર્મિક સ્થળો છે તેવામાં એકપણ જગ્યાએ હજુ સુધી કોરોનાએ દસ્તક દીધી નથી. ગુજરાતના ધાર્મિક સ્થળોએ કોરોનાનાં એકપણ કેસ જોવા ન મળતાં આશ્ચર્ય ફેલાયું છે.

કોરોનાનો એક પણ કેસ હજુ સુધી નથી તેવા ધાર્મિક સ્થળોનાં નામ અત્રે રજુ કર્યા છે તે જાણો :

-સોમનાથ
-દ્રારકા
-અંબાજી
-શામળાજી
-ચોટીલા
-ડાકોર
-બેચરાજી
-મોઢેરા
-પાવાગઢ
-પાલિતાણા
-વિરપુર જલારામ
-ભાડજ
-રૂપાલ
-ઊંઝા
-મહુડી
-અડાલજ
-સાળંગપુર
-વડતાલ

ઉપર દર્શાવેલ ગુજરાતના આ તમામ ધાર્મિક સ્થળો પર હજુ સુધી કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયા નથી. ધાર્મિક સ્થળોએ બિરાજેલ ભગવાનનાં ડરથી કોરોના પણ દૂર ભાગી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જો કે કોરોના વાયરસના પગલે હાલ તમામ ધાર્મિક સ્થળો પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. ગુજરાતમાં અત્યારે એકપણ ધાર્મિક સ્થળ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા નથી.