મધ્ય પ્રદેશ / બ્રાહ્મણે કપલનાં લગ્ન કરાવવાની ‘ના’ પાડી, મહિલા પોલીસે ‘ગૂગલ’માંથી શ્લોક જોઈને ફેરાં ફરાવ્યાં

મધ્ય પ્રદેશ / બ્રાહ્મણે કપલનાં લગ્ન કરાવવાની ‘ના’ પાડી, મહિલા પોલીસે ‘ગૂગલ’માંથી શ્લોક જોઈને ફેરાં ફરાવ્યાં

  • સબ ઇનસ્પેક્ટર અંજલી અગ્નિહોત્રી બ્રાહ્મણ પરિવારમાંથી આવતા કપલે વિનંતી કરી હતી 
  • અંજલીને અમુક શ્લોક મોઢે હતા, બાકીના માટે ગૂગલની મદદ લીધી
  • લોકડાઉનમાં થયેલા આ લગ્ન દુલ્હા-દુલ્હન ક્યારેય નહિ ભૂલે
  • લગ્નમાં બધાએ માસ્ક પહેર્યું હતું

નરસિહપુર. કપલનાં લોકડાઉનને લીધે નક્કી થઇ ગયેલા લગ્ન કેવી રીતે કરવા તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. કેટલાક પરિવાર લગ્ન મોકૂફ રાખી રહ્યા છે તો ઘણાય નતનવા આઈડિયા વિચારી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં એક કપલના લગ્ન સબ ઇનસ્પેક્ટર અંજલી અગ્નિહોત્રીએ સર્ચ એન્જિન ગૂગલમાંથી  શોધીને કરાવ્યા છે. પોલીસ અને એ પણ લગ્ન ! આ વાત માનવામાં ન આવે તેવી તેવી છે પણ સત્ય ઘટના છે. 

લગ્નના સમયે જ બ્રાહ્મણે પાટલી બદલી દીધી 
મધ્ય પ્રદેશના નરસિહપુર જીલ્લામાં એક કપલને મંદિરમાં લગ્ન કરવાની મંજૂરી મળી ગઈ હતી, નજીકના 8 જેટલા મહેમાનો પણ મંદિરે પહોચી ગયા હતા. આ બધાને રાહ જોઈ રહ્યા હતા બ્રાહ્મણની. લગ્નના સમયે જ બ્રાહ્મણે પાટલી બદલી દીધી અને મંદિરે આવવાની ના પાડી દીધી. આ દરમિયાન ઝોટેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇનસ્પેક્ટર અંજલી અગ્નિહોત્રી પસાર થાય. તેમણે મંદિરમાં ભીડ જોઈ અને જાણ્યું કે કપલ બ્રાહ્મણની રાહ જોઈ રહ્યું હતું. અંજલી પોતે બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે, આથી પરિવારે સબ ઇનસ્પેક્ટર પાસે મદદ માગી. તેઓ લગ્ન કરાવવા માટે રેડી પણ થઇ ગયા. તેમને અમુક શ્લોક મોઢે હતા અને બાકીના લગ્નવિધિના શ્લોક ગૂગલ પર સર્ચ કર્યા હતા. એક પણ વસ્તુ ભૂલ્યા વગર સબ ઇનસ્પેક્ટર અંજલીએ કપલનાં લગ્ન કરાવી બ્રાહ્મણની ખોટ પૂરી દીધી. 

લોકડાઉન અને તેમાં પણ સબ ઇનસ્પેક્ટરે કરાવેલા લગ્ન આ કપલ ક્યારેય નહિ ભૂલે.