અટપટા પાસવર્ડ નથી રહેતા યાદ? આ ટ્રીક અપનાવો પાસવર્ડ યાદ નહી રાખવા પડે

અટપટા પાસવર્ડ નથી રહેતા યાદ? આ ટ્રીક અપનાવો પાસવર્ડ યાદ નહી રાખવા પડે

એક સમય એવો હતો કે ઇન્ટરનેટના યૂઝર્સને તમામ પાસવર્ડ યાદ રાખવા પડતા હતા અને મેન્યુઅલી વારંવાર તેને ટાઇપ કરવા પડતા હતા. કેટલાક લોકો પાસવર્ડ વારંવાર ભૂલી જાય છે આવા સમયે ખાસ પાસવર્ડ મેનેજર્સની સુવિધા તમને કામ લાગશે. પાસવર્ડ મેનેજર્સ તમારા તમામ પાસવર્ડને ટ્રેક કરે છે. સાથે તમે તમારા આ પાસવર્ડને કોઇ પણ સમયે જોઈ શકો છો. આ સીવાય તમે મોટાભાગની વેબસાઈટમાં કોઈ પણ પાસવર્ડ ટાઇપ કર્યા વગર જ સાઈન ઈન કરી શકો છો.

જો તમારી પાસે એન્ડ્રોઇડ ફોન છે અને તમે ગૂગલ અકાઉન્ટ સાથે લિન્ક કરેલ છે તો તમે પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરી શકશો. ગૂગલ ક્રોમ એપમાં ઉપયોગમાં આવતા તમામ પાસવર્ડને ટ્રેક કરે છે.

આ પાસવર્ડનો ઉપયોગ કોઇ પણ કોમ્પ્યુટર પર કરી શકો છો. બસ શરત એટલી છે કે ગૂગલ ક્રોમ તમારા ગૂગલ અકાઉન્ટ સાથે લિન્ક હોય. તમારા ફોનમાં આ રીતે પાસવર્ડ શોધી લો.

સૌ પ્રથમ એન્ડ્રોઇડ ફોન પર ગૂગલ ક્રોમ ચાલુ કરો અને જમણી બાજુ દેખાતા ત્રણ દોટ પર ક્લિક કરો. ત્યારબાદ પોપઅપ મેન્યુમાં સેટિંગ્સમાં ટેપ કરો. હવે તમને નેક્સ્ટ મેન્યુ માં પાસવર્ડસ પર ટેપ કરવાનું રહેશે. તમે જે સાઈટ માટે તમારો પાસવર્ડ ઇચ્છો છો તે સાઈટ પર ટેપ કરો, બાજુમાં આંખનું આઇકન દેખાશે તેના પર ટેબ કરો.

તમે પાસવર્ડની કોપી કરી ઇમેલ કે નોટમાં પેસ્ટ કરી શકો છો. તમે પાસવર્ડ ડીલિટ કરવા ઇચ્છો છો તો તે પણ કરી શકો છો.