અમદાવાદમાં કોરોના કેસોનો આંક 10 હજારને પાર, રાજ્યમાં વધુ 396 કેસ- 27નાં મોત

અમદાવાદમાં કોરોના કેસોનો આંક 10 હજારને પાર, રાજ્યમાં વધુ 396 કેસ- 27નાં મોત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવનાં વધુ 396 કેસ નોંધાયા છે. અને 27 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાંથી 10 લોકોનાં મોત પ્રાથમિક રીતે કોરોનાને કારણે તો 17 લોકોને અન્ય પ્રકારની ગંભીર બીમારીઓ હતી. અને છેલ્લા 24 કલાકમાં 289 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોનાનાં કેસનો કુલ આંક 13669 થયો છે. જ્યારે કોરોનાને લીધે કુલ મોતનો આંક 829 અને ડિસ્ચાર્જનો કુલ આંક 6169 થયો છે. ચિંતાની વાત એ છે કે, અમદાવાદમાં કોરોના કેસનો કુલ આંક 10 હજારને પાર થઈ ગયો છે. 

છેલ્લા 24 કલાકમાં કુલ 396 કેસ નોંધાયા હતા, જેમાંથી અમદાવાદમાં 299, સુરતમાં 29, વડોદરામાં 35, ગાંધીનગરમાં 9, આણંદમાં 3, રાજકોટમાં 4, અરવલ્લીમાં 5, મહેસાણામાં 4, મહીસાગર-ખેડા-પાટણમાં 2-2, ગીર સોમનાથમાં 6, નવસારીમાં 1, જૂનાગઢમાં 8, પોરબંદરમાં 1, સુરેન્દ્રનગરમાં 2, મોરબીમાં 1, તાપીમાં 3 અને અમરેલીમાં કુલ 2 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોનો આંક 13669 પર પહોંચ્યો છે. જેમાંથી 73 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 6598 દર્દીઓની હાલત સ્થિર છે. અને કુલ ડિસ્ચાર્જનો આંક 6169 અને મોતનો કુલ આંક 829 છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ 27 મોતમાંથી અમદાવાદમાં 24 દર્દીનાં અને સુરતમાં 3 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. 

આજે રાજ્યમાં 289 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદમાં 206, સુરતમાં 28, ગાંધીનગરમાં 9, વડોદરામાં 15, પંચમહાલ-ભાવનગરમાં 2-2, ખેડા 1, મહેસાણા 3, અરવલ્લી 1, જામનગર 5, પોરબંદર 1, પાટણ 3, દેવભૂમિ દ્વારકા 7 અને કચ્છમાં 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

જો કે રાજ્યમાં કોરોનાને લઈ સૌથી ચિંતાજનક પરિસ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવનાં કુલ કેસોની સંખ્યા 10001 થઈ ગઈ છે. જ્યારે કુલ મૃત્યુ 669 અને ડિસ્ચાર્જનો કુલ આંક 3864 પર પહોંચ્યો છે. આજે પણ અમદાવાદમાં કોરોનાને કારણે 24 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તેવામાં અમદાવાદમાં કોરોનાની ગતિ ધીમી પડી રહી નથી.