LIC પૉલિસી ધારકો માટે મોટા સમાચાર, આ તારીખ સુધીમાં ભરશો પ્રીમિયમતો મળશે મોટી છૂટ

LIC પૉલિસી ધારકો માટે મોટા સમાચાર, આ તારીખ સુધીમાં ભરશો પ્રીમિયમતો મળશે મોટી છૂટ

દેશની સૌથી મોટી અને સરકારી ઇન્શ્યોરન્સ કંપની LIC એ પોતાના ગ્રાહકો માટે એક ખાસ સ્કીમ શરૂ કરી છે. LIC પોતાની જૂની પૉલિસીને ફરીથી શરૂ કરવાની એક તક આપી રહી છે. એટલે કે જો તમે કોઈ કારણથી લાંબા સમયથી કોઈ પૉલિસીનું પ્રીમિયન નથી ભર્યું અથવા તમારી પૉલિસી બંધ થઈ ગઈ છે તો તમે તેને ફરીથી શરૂ કરાવી શકો છો. આ માટે એલઆઈસીએ સ્પેશલ રિવાઇવલ કેમ્પેન શરૂ કરી છે. શું છે આ સ્કિમ તે જાણો…

આ તારીખ સુધી ફાયદો ઉઠાવી શકો છો

LIC તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે સ્પેશલ રિવાઇવલ કેમ્પેન 15 નવેમ્બર, 2019 સુધી ચાલશે. આ દરમિયાન પૉલિસીધારકો પોતાની બંધ થઈ ગયેલી પૉલિસીને ફરીથી શરૂ કરાવી શકશે.

આ યોજનાનો લાભ એવા લોકો લઈ શકશે જેમણે પોતાની પૉલિસી સરન્ડર નથી કરાવી. જોકે, આ માટે પૉલિસીધારકે થોડી રકમ પણ ચુકવવી પડશે.

જો તમે પણ તમારી પોલીસ સરન્ડર નથી કરી તો તમે તેનો લાભ ઉઠાવી શકો છો.

LIC તરફથી બંધ થઈ ગયેલી પોલીસીને ફરીથી શરૂ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ સ્કિમમાં વીમા કંપની લેટ ફી પર ખાસ વળતર પણ આપી રહી છે.

LICએ ટ્વિટ કરીને એવું સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે પૉલિસીને રિવાઇવલ કરવાથી ગ્રાહકોને ડેથ બેનિફિટ્સ (મૃત્યુ સમયનાં લાભો) પણ મળશે.

પૉલિસીધારકનું અકાળે અવસાન થવાના કેસમાં નૉમિની(વારસ)ને પૈસા મળશે. હકીકતમાં પ્રીમિયમ ન ભરવાના કેસમાં પૉલિસી બંધ થઈ જાય છે, જે બાદમાં પૉલિસીના લાભો નથી મળતા.

સ્પેશલ રિવાઇવલમાં કોઈ પૉલિસીને ફક્ત એક વખત જ ફરીથી શરૂ કરી શકાય છે. જોકે, આ માટે એ જરૂરી છે કે પૉલિસી લેપ્સ થયાના ત્રણ વર્ષથી વધારે સમય ન થયો હોય.

LICના ટ્વિટ પ્રમાણે, આ રિવાઇવલ કેમ્પમાં ગ્રાહક પોતાનો મોબાઇલ નંબર, NEFT ડિટેઇલ અને ઇ-મેલની નોંધણી કરાવી શકે છે.