JioFiber પ્લાનની થઇ જાહેરાત, આ છે ટૈરિફ પ્લાનની સંપૂર્ણ માહિતી

JioFiber પ્લાનની થઇ જાહેરાત, આ છે ટૈરિફ પ્લાનની સંપૂર્ણ માહિતી

Reliance JioFiber બ્રોડબેન્ડ સર્વિસના પ્લાનની જાહેરાત થઇ ચૂકી છે. કંપનીએ પહેલાથી જ જાણકારી આપી દીધી હતી કે, પ્લાનની શરૂઆત 700 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીની હશે. કંપનીના દાવા અનુસાર અત્યાર સુધીમાં 1600 શહેરોમાં 15 મિલિયન લોકોએ Reliance JioFiber માટે રજીસ્ટ્રેશન કરાવી લીધુ છે.

Reliance JioFiber ના તમામ પ્લાન હાલમાં પ્રીપેડ છે. કંપનીએ કહ્યું છે કે. આગામી સમયમાં પોસ્ટપેડ પ્લાન પણ લોન્ચ કરવામાં આવશે. પ્લાનની શરૂઆત 699 રૂપિયાથી થશે.

849 રૂપિયાવાલા પ્લાનમાં શું મળશે.

849 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને 100 mbps સુધીની સ્પીડ મળશે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ ડેટા (200GB+200GB એક્સ્ટ્રા) મળશે. પ્લાનમાં યૂઝર્સને વાઇસ કોલિંગનો ફાયદો મળશે. એટલે કે ભારતમાં કોઇ પણ નંબર પર કોલ કરી શક્શો.

1299 રૂપિયાવાળા પ્લાનમાં ફ્રીમાં મળશ TV

જિયોના 1299 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝર્સને 250 mbpsની સ્પીડ મળશે. પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ (500GB+250GB એક્સ્ટ્રા) ડેટા મળશે. યૂઝર્સને આ પ્લાનમાં ફ્રી વોઇસ કોલિંગનો પણ લાભ મળશે. આ પ્લાનમાં યૂઝર્સને 4k સ્માર્ટ ટેલિવિઝન મળશે

Reliance JioFiber નો મંથલી પ્લાન 699 રૂપિયાથી શરૂ થઇ 8,499 રૂપિયા સુધીનો હશે
તમામ પ્લાનની સ્પીડ 100 એમબીપીએસથી શરૂ થશે.
તમે 1 Gbps સુધીની સ્પીડ મેળવી શકો છો.
મોટા ભાગના ટેરીફ પ્લાન ઉપરોક્તમાં બતાવવામાં આવેલ તમામ સેવાઓ સાથે મળશે.

લાંબા ગાળાના પ્લાન

1. JioFiberમાં ઉપભોક્તકર્તા પાસે 3, 6 અને 12 મહિનાની યોજનાઓ ઉપલબ્ધ હશે.
2. બેંક ટાઇ-અપના માધ્યમથી જિઓ આકર્ષક EMI યોજનાઓ પ્રદાન કરશે, જેમા ગ્રાહકોને માત્ર માસિક EMIની ચૂકવણી કરી વાર્ષિક યોજનાઓના લાભ થતો રહેશે.

Reliance Industries Limited ની AGM દરમિયાન Jio Forever Plan અંતર્ગત કંપનીના એચડી અથવા 4K એલઇડી ટેલિવિઝનનો પ્લાન આપવાની યોજના પણ બનાવી છે. JioFiber બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડર માટે મોટી ચેલેન્ડ બનીને સામે આવ્યું છે. આગામી સમયમાં બીજા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર પણ પોતાના બ્રોડબેન્ડ પ્લાન સસ્તા કરી શકે છે. JioFiber ના કનેક્શન માટે કંપની ખુબ પહેલાથી રજિસ્ટ્રેશન લઇ રહી છે. ફોન નંબર. ઇમેલ આઇડી અને એડ્રેસ નોંધ્યા બાદ એક કન્ફર્મેશન નંબર આવશે.

વ્યૂ ઓફરની વેલિડિટી

તાજેતરમાં JioFiber યૂઝર્સ પેડ પ્લાનમાં ટ્રાંસફર કરી દેવામાં આવશે. આ માટે તેમને કંપની સાથે વાતચીત કરવી પડશે. આ પહેલા સુધી તેઓ સર્વિસ યૂઝ કરી શક્શે.

1. જિયો ફાયબર કનેક્શન કેવી રીતે મળશે?
તમારે કંપનીની ઑફિસિયલ વેબસાઇટ પર જવું પડશે અને તમારું લોકેશન, મોબાઇલ નંબર અને ઈમેઇલ આઈડી આપી રજીસ્ટ્રેશન કરાવવું પડશે…

2. જીસ્ટ્રેશન બાદ કંપની તમારો સંપર્ક કરશે. જેના પછી આગળની પ્રોસેસ શરૂ થશે…જિયો ફાયબર ની સર્વિસ તમને પ્રથમ મહિના માટે ફ્રી માં મળી શકે છે

3. પ્રીવ્યું ઓફરમાં ગ્રાહકો ને શું મળશે
પ્રિવ્યુ ઓફર માં ગ્રાહકોને 40 જીબી ડેટા ફ્રી મળશે. પ્રિવ્યું ઑફર માટે સિક્યોરિટી ડિપોઝિટ જમાં કરાવી પડશે.. ત્યારબાદ તમારા ઘરે કનેક્શન મળશે..

4. ઇન્ટરનેટ ની સ્પીડ કેવી હશે
જિયો ફાયબર સર્વિસ માં તમને 100 mbps થી લઇ 1 gpbs સુધી ની ઇન્ટરનેટ સ્પીડ મળશે. 700 રૂ.ના પ્લાન અને પ્રીવ્યું ઑફર માં ગ્રાહકો ને ૧૦૦ mbps ની સ્પીડ મળશે

5. ઘરે dth ની સર્વિસ કેવી રીતે મળશે
Dth સર્વિસ માટે કંપનીએ ડેન અને હેથવે જેવા કેબલ ઓપરેટર ની સાથે હાથ મિલાવ્યો છે..

6. કંઈ કંઈ સર્વિસ મળશે
તમને વિડિયો કોલિગ સર્વિસ, વર્ચ્યુઅલ રિયાલિટી અને મિક્સ રિયાલિટી સર્વિસ મળશે

7. ઇન્સ્ટોલેશન ચાર્જ કેટલો થશે?
કંપની કોઈ પણ ચાર્જ નઈ લે ઇન્સ્ટો લેશન માટે ..ફક્ત 2500 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ આપવી પડશે જે ડીવાઇસ પાછું આપવાથી પાછા મળશે..

8. જિયો ફાયબર વેલકમ ઑફર શું છે
વેલકમ ઑફર માં ગ્રાહકો ને એચ ડી અને 4k ટેલિવિઝન સાથે 4k સેટઅપબોક્સ ફ્રી માં મળશે.