IPL 2021 Auction: આખરે આ ટીમે 20 લાખમાં સચિનના દીકરા અર્જુનને ખરીદ્યો

IPL 2021 Auction: આખરે આ ટીમે 20 લાખમાં સચિનના દીકરા અર્જુનને ખરીદ્યો

ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકરને મુંબઈ ઇન્ડિયન્સ ટીમે ઇન્ડિયન પ્રીમિયર લીગની 2021ની સીઝન માટે ખરીદ્યો છે. યુવા ઑલરાઉન્ડર પર ટીમે 20 લાખ રૂપિયાની બોલી લગાવીને ટીમ સાથે જોડ્યો. અર્જુને પોતાની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા રાખી હતી. 21 વર્ષિય અર્જુન પહેલીવાર નીલામીમાં સામેલ થયો. ઉલ્લેખનીય છે કે નીલામી પહેલાથી જ સોશિયલ મીડિયા પર ફેન્સ સતત એ વાતનું અનુમાન લગાવી રહ્યા હતા કે અર્જુનને મુંબઈની ટીમ પોતાની સાથે જોડશે. આ જ ટીમ સાથે તેના પિતા અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પણ રમી ચુક્યા છે.

મોટા શૉટ્સ રમવામાં સક્ષમ છે અર્જુન

સચિન અત્યારે મુંબઈ ઇન્ડિયન્સના મેન્ટર પણ છે. અર્જુન આ ટીમના કેમ્પમાં પણ સામેલ થઈ ચુક્યો છે અને દુબઈમાં રમાયેલી ગત સીઝન દરમિયાન ટીમની સાથે પણ જોડાયો હતો. અર્જુનનો ટીમમાં ઑલરાઉન્ડરનો રોલ હશે. 6 ફૂટથી વધારે લાંબો આ ખેલાડી ના ફક્ત મોટા શૉટ રમવામાં સક્ષમ નથી, પરંતુ પોતાની ઝડપથી બોલિંગથી ટીમ માટે વેરાયટીનું કામ કરશે. તેણે હાલમાં સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફી દ્વારા સીનિયર સ્તર ડેબ્યૂ કર્યું હતુ. અર્જુન તેંડુલકરની સૌથી મોટી બ્રાન્ડ વેલ્યૂ છે તેનું સચિનનો દીકરો હોવું. સચિનનું નામ જોડાવાથી તેની બ્રાન્ડ વેલ્યૂ વધી જાય છે.

ક્રિસ મૉરિસ આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

અર્જુને આ વર્ષે મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતુ. હાલમાં જ અર્જુને MIG ક્રિકેટ ક્લબથી રમતા 31 બૉલમાં 77 રન બનાવ્યા હતા અને સાથે 3 વિકેટ પણ લીધી હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 માટે ખેલાડીઓની નીલામી ચેન્નાઈમાં થઈ છે. ક્રિસ મૉરિસ આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી થઈ ગયો છે. તે 16.25 કરોડમાં વેચાયો છે. તેને રાજસ્થાન રૉયલ્સે ખરીદ્યો છે. તો ગ્લેન મેક્સવેલ 14.25 કરોડમાં વેચાયો છે. તેને આરસીબીએ ખરીદ્યો છે.

( Source – Sandesh )