Internet Society Report: સાયરબ એટેકથી થયું 30,85,02,00,00,000 રુપિયાનું નુક્શાન

21મી સદીની ટેકનોલોજીના ઝડપી યુગમાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. તો બીજી તરફ ટેકનોલોજીનો ગેરલાભ ઉઠાવનારા લોકો પણ વાઈરસની જેમ વધી રહ્યા છે. ગત વર્ષમાં વિશ્વભરમાં થયેલા બે મિલિયન સાયબર એટેકમાં ૩ લાખ કરોડ રૂપિયા વિવિધ દેશોની સરકારે ગુમાવ્યા છે. રેન્ડસમ વેટ સહિતના અનેક સાયબર એટેકના કારણે સ્થાનીક સરકારોને મુશ્કેલી પડી હતી.

૨૦૧૮ની એક જ વર્ષમાં ૪૫ બીલીયન ડોલર સાયરબ એટેકને કારણે લુંટાયા છે. તો સમજી શકાય કે આ આંકડો કયાં જઇ અટકશે. રેન્સમવેરથી લઇને વિવિધ પ્રકારના સાયબર અટેક લોકોની મુશ્કેલીનું કારણ બની ગયા છે.

૨૦૧૮માં લગભગ ર લાખ સાયબર હુમલાઓના કારણે સમગ્ર વિશ્વમાં ૪૫ બિલીયન ડોલરથી પણ વધુનું નુકશાન થયું હતું. કારણ કે સરકારે રેન્સમવેર નામના વાયરસનો સામનો કરવો પડયો હતો. આવું એક અભ્યાસ દરમ્યાન જાણવા મળ્યું છે. દિવસે ને દિવસે સાયબર એટેક વધતાં જાય છે અને તેની સામે સિકયોરીટીની દ્રષ્ટિએ પગલાં લઇ શકાતા નથી નકલી ઇ-મેઇલ અને બિટકોઇન અને ખોટા ચલણો બનાવવા માટે નેટવર્કને હેડ કરવામાં આવે છે અને તેનો દુરુપયોગ કરી લોકોનાં નાણા ખંખેરવામાં આવે છે.

એક અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, સાયબર ક્રિમીનલો વધુ પડતાં વ્યવહારુ બની રહ્યાં છે. અને તેઓ લોકોને ખુબ જ સ્માર્ટ રીતે ટાર્ગેટ કરી રહ્યા છે.

વિવિધ સલામતી સંસ્થાઓને ૨૦૧૮માં 6,515 જેટલા કોમ્પયુટરિંગ અને પ બિલીયન રેકોર્ડ એક્ષપોઝ કરી તેનો નાશ કર્યો હતો. જેફ વિબલર કે જે તકીનીકી જોડાણના ડિરેકટર છે તેમણે જણાવ્યું કે અહેવાલોના અંદાજ રૂઢીચુસ્ત છે કારણ કે ઘણા એવા હુમલાઓની જાણ જ નથી.

સાયબરના ગુનેગારો લોકો પર એટેક કરીને પોતાના લાભો લઇ દિવસે ને દિવસે કુશળ બનતા જાય છે. માત્ર એટલાન્ટા, જર્યોજીયા અને બાલ્ટિમોર શહેરોમાં જ હાઇ પ્રોફાઇલ ગુનેગારોએ રેન્સમવેર જેવા હુમલાઓ સાયરબ પર કરી ૮ બીલીયન ડોલરનું નુકશાન કર્યુ છે. હુમલાખોરો ફક્ત વાયરસ નહિં પરંતુ વિવિધ પ્રકારના ઇ મેઇલ સ્કેમ દ્વારા લોકોને લુંટીને પૈસા પોતાના ખીસ્સામાં ભર્યા છે. જેના કારણે છેલ્લા વર્ષમાં ૧.૩ અબજ ડોલરની ખોટ ગઇ હતી. આ સાયબર એટેકના કારણે ડેટાનું એકત્રીકરણ માટે કંપનીઓએ સાયબર એકસપર્ટનો સહારો લેવો પડયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

News & Info
Ashadeep Newspaper

આર્મીની દારૂની બોટલોનું બ્લેકમાં વેચાણ નહી થાય, ગુજરાતમાં આર્મી કેન્ટીને બદલી પોલિસી

આર્મી કેન્ટીનથી મળનાર દારૂ ગુજરાતમાં ખુબ જ લોપ્રિય છે પરંતુ નવા નિયમનાં લાગુ થયા બાદ અહિંયા લોકોને આર્મીવાળો દારૂ ખરિદવામાં

Read More »
News & Info
Ashadeep Newspaper

અ’વાદીઓ માર્ચ 2020 પછી BRTSમાં વધુ 300 બસો આવશે, CNG બસોનું શટર પડી જશે, પણ…

AMCએ ૨૦૦૯માં BRTS પ્રોજેક્ટ શરૂ કર્યો તે વખતે ડીઝલ બસો દોડાવવાની શરૂઆત થઈ હતી પછી પ્રદૂષણ વધતાં CNG બસો દોડાવવાની

Read More »