Google Maps પર નથી દેખાતી તમારી દુકાન તો આ રીતે કરો એડ

Google Maps પર નથી દેખાતી તમારી દુકાન તો આ રીતે કરો એડ

જો તમે ગૂગલ મેપ્સ(Google Maps) પર કોઈ જગ્યા ઉમેરવા માંગો છો, તો કંપની તેની સુવિધા આપે છે. તમે તમારી દુકાન, શોરૂમ પણ તેમાં ઉમેરી શકો છો. આ સિવાય, જો તમને લાગે કે કોઈ સ્થાન નકશા(Map) પર હોવું જોઈએ પરંતુ તે ત્યાં નથી, તો તમે તેને ઉમેરી પણ શકો છો. આ માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ભરવા પડશે. આ સ્ટેપ્સની મદદથી તમે ગૂગલ મેપ્સ પર કોઈ પણ મિસિંગ પ્લેસને એડ કરી શકો છો. ગૂગલ મેપ્સ પર મિસિંગ પ્લેસ એન્ડ્રોઇડ ફોન અથવા ટેબ્લેટથી ઉમેરવું વધુ સરળ છે. અહીં તમને Android ફોન અથવા ટેબ્લેટથી ગૂગલ મેપ્સમાં પ્લેસ એડ કરવાનું બતાવી રહ્યા છીએ.

સૌ પ્રથમ, તમારા Android ફોન અથવા ટેબ્લેટ પર Google મેપ એપ્લિકેશન ખોલો. સૌથી નીચે તમને કંટ્રીબ્યૂટનું ઓપ્શન જોવા મળશે. તેના પર ટેપ કરો. કંટ્રીબ્યૂટવાળા વિકલ્પમાં તમારા દ્વારા આપવામાં આવેલા ગૂગલ મેપ્સ રિવ્યૂ જોવા મળશે. અહીં તમને એડ પ્લેસનો વિકલ્પ પણ દેખાશે. તેના પર ટેપ કરો.

આ પછી અહીં કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે. તમારે તેમને જવાબ આપવો પડશે. સૌ પ્રથમ તમે જે સ્થાન ઉમેરવા માંગો છો તેનું નામ ભરો. તે પછી તેની કેટેગરી પસંદ કરો. લોકેશનના વિકલ્પમાં તમે મેન્યૂઅલી કે મેપ પર સિલેક્ટ કરીને લોકેશન ઉમેરી શકો છો. આ પછી, જો તે સ્થાનનો કોઈ ફોન નંબર છે, તો તે દાખલ કરો. અહીં તમે પ્લેસ ખુલવાના વર્કિંગ અવર પણ દાખલ કરી શકો છો. બધી માહિતી ભર્યા પછી સબમિટ કરો. આ અપડેટ્સને ગૂગલ મેપ્સ પર દેખાવામાં 15 દિવસનો સમય લાગી શકે છે.

જો 15 દિવસ પછી પણ આ અપડેટ્સ નકશા પર દેખાતું નથી, તો પછી તમે આ પ્રક્રિયા તમારા મિત્રોના ખાતામાંથી પણ કરી શકો છો. જેથી વધુમાં વધુ રિસ્પોન્સ ગૂગલ સુધી પહોંચે. વધુ રિસ્પોન્સ આવવાથી આ પ્રોસેસમાં તેજી આવે છે. તમારૂ મિસિંગ પ્લેસ પણ દેખાવા લાગે છે.

( Source – Sanndesh )