facebookનું નવું ફીચર ROOM

facebookનું નવું ફીચર ROOM

ન્યૂ ટેક્નોલોજી

દુનિયાના પાંચ અબજ કરતાં પણ વધુ લોકો આજે facebookનો ઉ૫યોગ કરી રહ્યા છે. facebook દ્વારા ૨૨મી જુલાઈ ૨૦૨૦ ના રોજ એપ્લિકેશનમાં એક નવું અપડેટ આપવામાં આવ્યું છે. facebook નું વર્ઝન નંબર છે ૨૮૦.૦.૦.૪૮.૧૨૨ છે. જેમાં facebook દ્વારા એક ધમાકેદાર ફીચર રૂમ લોન્ચ કરવામાં આવ્યું છે.

શું રૂમ મિટિંગ સલામત છે ? 

તમે તમારા પસંદગીના વ્યક્તિઓ જોડે મિટિંગ કરવા ઈચ્છો છો તે જ વ્યક્તિઓને મિટિંગમાં બોલાવી શકો છો. પરિણામે એ શ્રેષ્ઠ છે અને તમારા સિવાય બહારની કોઈપણ વ્યક્તિ મિટિંગને જોઈ શકતી નથી. જેથી તે સલામત છે.

facebook ROOMS કેવી રીતે કામ કરે છે? 

જ્યારે ફેસબુક માં આવેલા રૂમ આઇકોન ઉપર ક્લિક કરવામાં આવે છે ત્યારે તમને પૂર્વ નિર્ધારિત રીતે તમારું નામ તમારા ડીપી નીચે દેખાય છે, તમારું નામ અને રૂમ નીચે કુલ ત્રણ ઓપ્શન આપવામાં આવેલા છે

1.ROOMS એક્ટિવિટી  

રૂમ એક્ટિવિટીમાં ૨૫ એક્ટિવિટીની યાદી આપવામાં આવે છે. જે તમારે એક્ટિવિટી ને અનુરૂપ ન હોય તો ત્યાં ન્યૂ ટેબ પણ અ૫ાયુ છે. જેના દ્વારા તમે તમારી પોતાની નવી એક્ટિવિટી પણ ઉમેરી શકો છો. ત્યારબાદ એક્ટિવિટીમાં જે નામનું ફેસબુક એકાઉન્ટ હોય તેના નામનું પૂર્વ નિર્ધારિત રૂમ બનાવીને અપાય છે. તમે પ્રસંગોને અનુસાર તમારી રૂમ એક્ટિવિટીને પસંદ કરી શકો છો.

2.WHO IS INVITED?

ફેસબુકના આ ફીચરે બાકીની તમામ વીડિયો કોન્ફ્રન્સથી એપ્લિકેશન ઊંઘ ઉડાડી દીધી છે. આ ફીચરમાં યુઝર કોને ઇન્વાઇટ કરી શકે તે પ્રશ્ન છે. જેના જવાબમાં ફેસબુક દ્વારા બે રેડિયો અપાયા છે, જેમાં પહેલું તમે ફેસબુકના બધા જ ફ્રેન્ડને ઇન્વાઇટ કરી શકો છો અને બીજું કોઈ ચોક્કસ પ્રકારના લોકોને જ તમે બોલાવી શકો છો. જેની પસંદગી યુઝર ફેસબુક ફ્રેન્ડ લિસ્ટમાંથી કરીને રૂમ મિટિંગમાં બોલાવી શકે છે.

3.START TIME

આ ફીચર દ્વારા તમારે કઈ તારીખે કેટલા વાગે અથવા કેટલા સમયે તમારે તમારી રૂમ મિટિંગ ની શરૂઆત કરવાની છે તે પણ તમે નિર્ધારિત કરી શકો છો પરિણામે તમે તમારી નિર્ધારિત સમયે મિટિંગ નિર્ધારિત કરી શકો છો

facebook રૂમ લાવવાનો મુખ્ય આશય શું છે? 

તો આપણને ખ્યાલ જ છે કે કોરોના મહામારી ને કારણે આખું વિશ્વ અનલોક હોવા છતાં પણ લોક ડાઉન માં છે, અને ખાસ કરીને વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે સાથે તમે જુઓ તો એજ્યુકેશન પણ ઓનલાઇન ચાલી રહ્યું છે ,ઘણી બધી એક્ટિવિટી ઓનલાઇન ચાલી રહી છે તો ફેસબુક દ્વારા આજે અપડેટ આપવામાં આવ્યો તેની અંદર તમે દુનિયાના કોઈપણ વ્યક્તિ સાથે દુનિયાના કોઇપણ ખૂણામાં બેઠેલા તમારા મિત્ર સાથે કે તમારા બધા મિત્રો સાથે રૂમ ફીચરથી વીડિયો કોન્ફ્રન્સિંગ કરી શકો છો.

facebookના અપડેટ રૂમ શું છે ? 

૫૦૦૦ મિત્રો સાથે એક સાથે વીડિયો કોન્ફ્રન્સથી વાતચીત કરી શકો તેવું ફીચર છે. ટૂંકમાં facebook દ્વારા વીડિયો કોન્ફ્રન્સિંગ ની પહેલ માટે આપવામાં આવેલો અપડેટ જેને આપણે આજે રૂમ ના નામથી ઓળખીએ છીએ ( Source – Sandesh )