Facebookમાં જલ્દી જ થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર, હટી જશે તમારૂ પસંદીદા ફીચર

Facebookમાં જલ્દી જ થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર, હટી જશે તમારૂ પસંદીદા ફીચર

ફેસબુક ટૂંક સમયમાં જ એક સુવિધા બંધ કરવા જઈ રહ્યું છે કે જે વપરાશકર્તાઓની પસંદીદા છે. ખરેખર ફેસબુક તેના પ્લેટફોર્મ પરથી ‘લાઇક કાઉન્ટ’ દૂર કરવા જઈ રહ્યું છે. ફેસબુકે મંગળવારે પુષ્ટિ આપી કે તમારી પોસ્ટ્સ ‘લાઇક્સ’ ની સંખ્યા ટૂંક સમયમાં જોવા નહીં મળે.

આ પ્રકારના ફેરફાર ફોટા, વિડિઓઝ અને કમેન્ટ્સ પર મળનારી લાઈક્સની સંખ્યાને બંધ કરશે અને લોકો પોસ્ટના કંટેન્ટ પર ફોકસ કરી શકશે.

લાઈક કાઉન્ટ વિશે વાત કરીએ તો આ એક એવું ફીચર હશે છે જે ભાગ્યે જ કોઈને ગમશે. મોટાભાગના વપરાશકર્તાઓ કંઈપણ અપલોડ કરે છે, તેથી તેમનું ધ્યાન ફોટો, વિડિઓ અને પોસ્ટ પરની પસંદની સંખ્યા પર કેન્દ્રિત થાય છે.

ફેસબુકની માલિકીની ‘ઇન્સ્ટાગ્રામ’એ આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે વિડિઓ જોનારા લોકોની સંખ્યાનો અને તેને લાઈક્સ કરનારાઓની સંખ્યાને ઓછામાં ઓછા છ દેશોમાં છુપાવવાનો પ્રયોગ કરી રહ્યું છે, જ્યાં જેનું એકાઉન્ટ છે તે જ લાઈક્સની સંખ્યાને જોઈ શકશે પરંતુ બાકી લોકો તેને નહીં જોઈ શકે.

ટેક બ્લોગર ‘જેન મંચન વોંગ’એ પ્રથમ આ ફીચરને ટ્વિટર પર સ્પોટ કર્યું હતુ અને સ્ક્રીનશોટ શેર કરીને માહિતી શેર કરી હતી. જો તમે સ્ક્રીનશોટ પર નજર નાખો તો તેમાં આપેલા ફોટા ઉપર કેટલી લાઈક્સ આપવામાં આવી છે તે દેખાડવામાં આવી નથી.

સોશિયલ નેટવર્કિંગ સાઇટના પ્રવક્તાએ મંગળવારે કહ્યું કે અમે ફેસબુકથી લાઈક કરેલી સંખ્યાને છુપાવવાનો વિચાર કરી રહ્યા છે.