DDCAનો મોટો નિર્ણય, અરૂણ જેટલીનાં નામથી ઓળખાશે ફિરોજશાહ કોટલા સ્ટેડિયમ

DDCAનો મોટો નિર્ણય, અરૂણ જેટલીનાં નામથી ઓળખાશે ફિરોજશાહ કોટલા સ્ટેડિયમ

દિલ્લી જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA)એ ફિરોજશાહ કોટલા સ્ટેડિયમનું નામ અરૂણ જેટલી સ્ટેડિયમ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય જનતા પાર્ટીનાં નેતા અરૂણ જેટલીનું હાલમાં જ નિધન થયું છે. જેટલી ડીસીસીએનાં અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડનાં ઉપાધ્યક્ષ રહી ચુક્યા છે.

સ્ટેડિયમનું નામ બદલવાનો સમારોહ 12 સપ્ટેમ્બરનાં આયોજિત કરવામાં આવશે અને આ દિવસે સ્ટેડિમનાં એક સ્ટેન્ડનું નામ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીનાં નામ પર રાખવામાં આવશે. ડીડીસીએ ટ્વિટર પર સ્ટેડિયમનું નામ બદલવાની જાણકારી આપી. ડીડીસીએ ટ્વિટ કર્યું કે, ‘કોટલાનું નામ હવે બદલીને અરૂણ જેટલી સ્ટેડિયમ કરી દેવામાં આવશે. જો કે મેદાનનું નામ ફિરોજશાહ કોટલા જ રહશે. દિલ્લીનાં ઐતિહાસિક સ્ટેડિયમનું નામ બદલવાનો સમારોહ 12 સપ્ટેમ્બરનાં આયોજિત કરવામાં આવશે અને આ દિવસે સ્ટેડિયમનાં એક સ્ટેન્ડનું નામ વિરાટ કોહલીનાં નામ પર હશે.’

આ પહેલા ભાજપનાં સાંસદ અને ભારતનાં પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ દિલ્લીનાં ઉપ રાજ્યપાલ અનિલ બૈજલને પત્ર લખીને વિનંતી કરી હતી કે યમુના સ્પોર્ટ્સ કૉમ્પલેક્સનું નામ જેટલીનાં નામ પર રાખવામાં આવે. જેટલીનું 24 ઑગષ્ટનાં લાંબી બીમારી બાદ એમ્સ હૉસ્પિટલમાં નિધન થયું હતુ. કેટલીયે મહાન હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ડીડીસીએનાં અધ્યક્ષ રજત શર્માએ કહ્યું કે, “એ અરૂણ જેટલીનો સહયોગ અને પ્રોત્સાહન હતુ કે વિરાટ કોહલી, વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, આશીષ નેહરા, ઋષભ પંત અને બીજા અન્ય ખેલાડીઓએ ભારતને ગર્વ અપાવ્યું.”

અરૂણ જેટલીને DDCA સ્ટેડિયમને આધુનિક સુવિધાઓથી સજ્જ અને દર્શકોની ક્ષમતા વધારવાની સાથે વિશ્વસ્તરીય ડ્રેસિંગ રૂમ બનાવવાનો શ્રેય જાય છે. સમારંભ જવાહર લાલ સ્ટેડિયમમાં થશે, જેમાં ગૃહ મંત્રી અમિત શાહ અને રમત મંત્રી કિરણ રિજિજૂ પણ ભાગ લેશે.