Corona virus: H-1B વીઝા ધારકો, ગ્રીન કાર્ડ અરજીકર્તાઓને અમેરિકાએ આપી મોટી રાહત

Corona virus: H-1B વીઝા ધારકો, ગ્રીન કાર્ડ અરજીકર્તાઓને અમેરિકાએ આપી મોટી રાહત

વોશિંગ્ટન, 2 એપ્રિલ 2020 શનિવાર

ભારત જેવા દેશોનાં પ્રોફેશનલો અને પ્રવાસીઓ માટે ટ્રંપ સરકારે મોટી રાહત આપી છે, જેને દસ્તાવેજો જમા કરવાનાં પગલે નોટિસ અપાઇ છે. તેવા લોકોને અમેરિકાની સરકારે  H-1B વીઝાધારકો અને ગ્રીન કાર્ડ ધારકોને 60 દિવસનાં ગ્રેસ પીરિયડની ઘોષણા કરી છે.

અમેરિકામાં કોરોના વાયરસથી પરિસ્થિતી ગંભીર બની છે. અમેરિકામાં કોરોના વાયરસથી 11 લાખથી વધુ લોકો સંક્રમિત છે, લગભગ 66 હજાર લોકોનું મોત થઇ ચુક્યું છે.

અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ(USCIS)એ શુક્રવારે કહ્યું કે અરજદારોને 60 દિવસનો ગ્રેસ પિરીયડ આપવામાં આવ્યો છે, જે લોકોને રાહત મળી છે,તેઓ પોતાના દસ્તાવેજ જમાં કરાવી શકશે.

પોતાની અરજી પાછી ખેંચી અથવા રદ્દ કરી શકશે, અમેરિકન ઇમિગ્રેશન સર્વિસનાં નિવેદનમાં આ બાબત પણ  કહેવામાં આવી છે કે તે અમેરિકાનાં નાગરિકોની નોકરીઓ બચાવવા માંગે છે. 

60 દિવસમાં Form I-290B ભરવું જરૂરી

USCISનું કહેવું છે કે આ રાહત એટલા માટે આપવામાં આવી છે  કે  કોરોના વાયરસ સંકટ દરમિયાન લોકો પોતાને મળેલી નોટીસોમાં કરાયેલી વિનંતીનો આરામથી જવાબ આપી શકે અને ફોર્મ Form I-290B શાંતિથી ફરી શકે.

H-1B વીઝા ધારકો અને ગ્રીન કાર્ડનાં અરજીધારકો પર કોઇ એક્સન લેતા પહેલા USCIS 60  દિવસમાં મળેલા Form I-290B પર વિચાર કરશે.

અત્રે ઉલ્લેખનિય છે  કે આ પહેલા અપ્રિલમાં પણ અમેરિકાની સરકારે H-1B વિઝાધારકોની વિઝા સમય મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો હતો.

અમેરિકાની સરકારે જેની વીઝા પરમિટ પુરી થવા આવી છે અને તે લોકો કોરોના સંકટનાં કારણે દેશ છોડી શકી શક્યા નથી એવા લોકોને વધારાનો સમય આપવા માટે આ H-1B વીઝા ધારકો પાસેથી અરજીઓ મંગાવી હતી.