C.R.પાટીલ – ભારતના PM તમારા ઉ. ગુજરાતના છે, તમારે તો બખ્ખા છે બખ્ખા…

C.R.પાટીલ – ભારતના PM તમારા ઉ. ગુજરાતના છે, તમારે તો બખ્ખા છે બખ્ખા…

વિસનગર ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં વિસનગરના ધારાસભ્ય રૂષિકેશ પટેલે તેમજ ભાજપના હોદ્દેદારોએ ફૂલહાર કરી સી.આર.પાટીલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીએ ભારત દેશમાં કાશ્મીર, રામમંદિર જેમાં કામો કરી શકે છે તેવું લોકો સમક્ષ જણાવ્યું હતું.

સી.આર.પાટીલે વિસનગર નગરપાલિકાના 36 કમળ ખીલશે તેવો મક્કમ આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમજ ગુંજાથી વિસનગર સુધીની ભવ્ય રેલી કાઢવા કાર્યકરોના જુસ્સાના બીરદાવ્યો હતો. ઉ.ગુજરાતના નેતાઓને સરકારમાં સ્થાન અને દરેક સમાજને મહત્વ આપી પ્રતિનિધિત્વ આપ્યું છે. પક્ષ માટે કામ કરી છુટવા દરેક પેજ કમિટીના હોદ્દેદારોને આહવાન કર્યું હતું..

વિસનગર ધારાસભ્ય રૂષિકેશ પટેલે પણ રેલીમાં મળેલા અભૂતપૂર્વ આવકાર માટે જનતાનો આભાર વ્યક્ત કરી વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ભારે બહુમત અપાવી વિજયી બનાવવા આહવાન કર્યું હતું. આ જાહેર સભામાં નાગર સમાજના આગેવાન અને ધારાશાસ્ત્રી એન.સી.મહેતા અને તેમના ધર્મ પત્ની વંદનાબેનનું પક્ષમાં ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. આ જાહેર સભામાં સાંસદ શારદાબેન પટેલ, કે.સી.પટેલ (પાટણ), એમ.એસ.પટેલ સંગઠન ઉપાધ્યક્ષ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ તેમજ ભાજપના અગ્રણીઓ હોદ્દેદારો તેમજ નગરપાલિકાના 36 ઉમેદવારો હાજર રહ્યા હતા.

મહેસાણાના વિસનગરમાં સી.આર.પાટીલનું સંબોધન કર્યું છે. તેમણે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતે દેશને ઘણું બધું આપ્યું છે. ઉત્તર ગુજરાતે દેશને વડાપ્રધાન આપ્યા છે. PM મોદીએ ઘણા બધા વાયદા પૂર્ણ કર્યા છે. જેમાં રામ મંદિર, કલમ 370નું વચન પણ પૂર્ણ કર્યું છે. એટલું જ નહીં, તેમના નેતૃત્વમાં વિશ્વમાં સૌથી મોટું સ્ટેચ્યુ પણ બનાવવામાં આવ્યું છે. પરંતુ દુર્ભાગ્યવશ કોંગ્રેસના નેતા SOUની મુલાકાત લેતા નથી, કારણ કે તેમનાથી તેમનું સ્વમાન ખરાડાય છે.

સી.આર.પાટીલે પોતાના નિવેદનમાં ઉમેર્યું હતું કે, ભારતના પીએમ તમારા ઉત્તર ગુજરાતના છે, તમારે તો બખ્ખા છે બખ્ખા… ભુવો ધુણે એટલે નારિયેળ ઘર ભણી જ નાખે. નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાત સાથે ગુજરાતને ઘણું બધું આપ્યું છે. તમારા નીતિન પટેલ પણ ગુજરાતના નાણા મંત્રી છે, તેઓ નીતિન પટેલ નહિ પણ વાણીયા છે. ખિસ્સામાં ઝડપી હાથ ના નાખે પણ તેમણે ઉત્તર ગુજરાત સહિત ગુજરાતને સારું નેતૃત્વ આપ્યું છે. પીએમ મોદીએ દેશને આપેલ વાયદા ઉપર ઘણું બધું આપ્યું છે. કોંગ્રેસિયોએ હજુ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી નથી કારણ કે તેમને સોનિયાનો અને પપ્પુનો ડર લાગે છે.

( Source – Sandesh )