મંદીરમાં વગાડવા પાછળ ધાર્મિક જ નહીં આ પણ છે એક કારણ, જાણો લો

મંદીરમાં વગાડવા પાછળ ધાર્મિક જ નહીં આ પણ છે એક કારણ, જાણો લો

આપણો દેશ આધ્યાત્મિકતાથી જોડાયેલો છે આજ કારણથી અહીં સંખ્યાબંધ મંદિરો આવેલા છે. મંદીરો  વ્યક્તિની આસ્થાનું મુ્ખ્ય કેન્દ્ર છે જ્યાં જઇને વ્યક્તિના મનને એક દિવ્ય અનુભૂતિ થાય છે અને વ્યક્તિ તેના દરેક દુ:ખોની કેટલીક ક્ષણ માટે ભૂલીને ભગવાનની ભક્તિમાં લાગી જાય છે. પરંતુ શુ તમે જાણો છો કે મંદિરમા જતાં પહેલા મંદિરના દ્વાર પર લાગેલો ઘંટ કેમ વગાડવામાં આવે છે ? આવો આ અંગે વિગતે જાણીએ.

શાસ્ત્રોમાં મંદિરના ઘંટમાંથી નીકળનારો અવાજ ખૂબ પવિત્ર માનવામાં આવ્યો છે. ઘંટની પવિત્ર અવાજ જ્યારે વાતાવરણમાં ગૂંજે છે તો ચારેય તરફ માંગલિક આભા વિખેરાય જાય છે. તેના અવાજથી નકારાત્મકતા દૂર ભાગે છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે.

જ્યારે આપણે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ તો ઘંટ વગાડીને ભગવાન સમક્ષ આપણી ઉપસ્થિતિ નોંધાવીએ છીએ. તેમજ ઘંટનો અવાજ મંદિરમાં બિરાજીત દેવી કે દેવતાઓને ચૈતન્ય કરી દે છે. જેના કારણથી આપણા દ્વારા કરવામાં આવેલી પ્રાર્થના ઇશ્વર સુધી પહોંચે છે.

ઘંટ આધ્યાત્મથી સંબંધિત હોવાના કારણે તેને વગાડવા પર મનને શાંતિ પ્રાપ્તિ થાય છે અને દિવ્ય અનુભૂતિનો અનુભવ પણ થાય છે. ઘંટના અવાજથી આ વાતની પણ પુષ્ટિ થાય છે જ્યા તેનો અવાજ સતત સંભળાય છે તેની આસપાસ કોઇ ધાર્મિક સ્થળ અવશ્ય હોય છે.

વૈજ્ઞાનિક તારણ

વૈજ્ઞાનિકોનું માનવું છે કે જે સ્થાન પર ઘંટ વારંવાર વગાડવામાં આવે છે જેનાથી તે સ્થાન પર ધ્રુજારી ઉત્પન્ન થાય છે જે ત્યાંના વાતાવરણમાં રહેલા દરેક જીવાણુંઓને નષ્ટ કરીને વાતાવરણને શુદ્ધ બનાવે છે. ઘંટના નિર્માણમાં કૈડમિયમ, જિંક, નિકલ, ક્રોમિયમ અને મેગ્નેશ્યિમ જેવી ધાતુઓનો ઉપયોગ થાય છે. જે વાગવાથી વ્યક્તિના મગજ અને મનમાં સંતુલન બની જાય છે. જેનાથી તેના મનમાંન આનંદની અનુભૂતિ થાય છે.