લ્યો બોલો! : સુરતમાં 130 ટકા ટેક્સના ડરે 86 કરોડના 10 લાખ નંગ હીરા IT પાસે બિનવારસી પડ્યા છે

લ્યો બોલો! : સુરતમાં 130 ટકા ટેક્સના ડરે 86 કરોડના 10 લાખ નંગ હીરા IT પાસે બિનવારસી પડ્યા છે

સુરત આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગ વરાછાની દિયોરા એન્ડ ભંડારી કોર્પોરેશન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં રૂ. 86 કરોડની કિંમતના 10 લાખ નંગ હીરા કબજે કરાયા હતા. 15 દિવસ વીતી ગયા છતાં આ હીરા લેવા માટે હજુ સુધી કોઈ આઇટી સમક્ષ આવ્યું નથી. જે પેઢી પર દરોડા પડ્યા હતા તે હીરા સ્કેનિંગ કરવાની સર્વિસ આપતી હતી એટલે તેને ત્યાં 850 જેટલી નાની-મોટી હીરા કંપનીઓએ આ હીરા સ્કેનિંગ માટે આપ્યા હતા. આખરે દિયોરા એન્ડ ભંડેરી કંપનીએ આઇટીને કહ્યું છે કે, હીરા લેવા કોઈ ન આવતું હોઈ તમામ હીરા અમને પાછા આપી દો, અમે ટેક્સ ભરી દઈશું.

મશીન અને હીરા રિલીઝ, 800 કાપલીના ફોટા લેવાયા
દિયોરા એન્ડ ભંડેરીએ આજે લેખિતમાં એવી બાંહેધરી આપી હતી કે જો જે પાર્ટીના આ ડાયમંડ છે તે લેવા નહીં આવે તો તે પોતે આ ડાયમંડ પોતાના હોવાનું માનીને તેની પર ટેક્સ ભરી દેશે. આથી ડિપાર્ટમેન્ટે હાલ પૂરતા આ ડાયમંડ રિલીઝ કર્યા છે. જો કે, હજી ડાયમંડ લેવા કોઈ આવ્યુ નથી. બીજી તરફ 1200 મશીનરી પણ રિલીઝ કરવામાં આવી છે. પરંતુ તેનું સર્વર ડિપાર્ટમેન્ટના હાથમાં છે. આ ઉપરાંત આજે વિવિધ પાર્ટીઓ કે જેઓએ ડાયમંડ સ્કેનિંગ માટે મોકલ્યા હતા તેની કાપલીના ફોટા પણ લેવાયા હતા.

તો ટેક્સ 130 ટકા વધુ ભરવો પડે
ડાયમંડનું વેલ્યુએશન 86 કરોડ આવ્યું છે. આ સર્ચ ઓપરેશન હોય તેની પર ડિપાર્ટમેન્ટ પેનલ્ટી અને વ્યાજ સહિત કુલ 130% સુધીનો ટેક્સ ભરવો પડી શકે છે.

850 પૈકી 30ની વિગતો મળી
અત્યાર સુધી ડિપાર્ટમેન્ટ પાસે 850 પૈકી કુલ 30 પાર્ટીઓની વિગતો આવી છે જેમના આ ડાયમંડ છે.

હીરા લેવા કેમ કોઈ નથી આવતું?
ડિપાર્ટમેન્ટને શંકા છે કે જેમના ડાયમંડ છે તેમની પાસે પુરાવા નથી. જો એમ જ ડાયમંડ લેવા આવી જાય તો ડાયમંડની કિંમત કરતા વધુ ટેક્સ ભરવાનો આવે.

( Source – Divyabhaskar )