શંકરસિંહ વાઘેલાએ ફરી કોંગ્રેસમાં વિનાશરતે જોડાવા ઇચ્છા જાહેર કરી

શંકરસિંહ વાઘેલાએ ફરી કોંગ્રેસમાં વિનાશરતે જોડાવા ઇચ્છા જાહેર કરી

। ગાંધીનગર ।

શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર કોંગ્રેસમાં જોડાવાની હિલચાલ કરી છે. એમણે જાહેર કર્યું છે કે, તેઓ કોંગ્રેસમાં કોઈ પણ શરત વિના જોડાવા તૈયાર છે અને આ અંગે દિલ્હી જઈ કોંગ્રેસના હાઈકમાન્ડ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈશ.

વર્ષ ૨૦૧૭માં રાજ્યસભાની ચૂંટણી વખતે એહમદ પટેલ સાથેના વાંધાના કારણે વિરોધ પક્ષના નેતા પદેથી રાજીનામું આપી કોંગ્રેસ છોડી બળવો કરનારા આ દિગ્ગજ રાજકીય નેતા હવે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ ટાણે એહમદ પટેલની ગેરહાજરીમાં કોંગ્રેસમાં જોડાવા આતુર છે. એમણે જાહેર કરેલા વીડિયો મેસેજમાં જણાવ્યું છે કે, દિલ્હીમાં કિસાનોે સામે દુશ્મનાવટ રાખીને રસ્તામાં ખિલ્લા ઊભા કરીને, તેમના લાઈટ, પાણી, ઈન્ટરનેટ બંધ કરીને જે રીતે કેન્દ્રની સરકાર તૂટી પડી છે તે બેશરમ નફ્ફટ ભાજપની સરકાર સામે જે કંઈ કરવું પડે તે હું કરીશ, કોંગ્રેસ હાઈકમાન્ડ કહેશે તો હું કોંગ્રેસમાં જઈશ, મારે કોઈ શરત નથી.  શંકરસિંહે આ અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભરતસિંહ સોલંકી સાથે થોડા સમય પહેલાં ઔપચારિક વાત થઈ છે અને કોંગ્રેસના હાઈકમાન્ડ મને દિલ્હી બોલાવશે તો હું વાતચીત કરવા જઈશ. વર્ષ ૨૦૧૭માં એમણે કોંગ્રેસ છોડયા બાદ જનમોરચા પાર્ટી રચી હતી, એ પછી તેઓ ગ્દઝ્રઁમાં જોડાયા હતા અને છેલ્લે થોડા વખત પહેલાં જ એમણે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામનો નવો રાજકીય મંચ ઊભો કર્યો છે. શંકરસિંહની રાજકીય હિલચાલથી એ તો હવે સ્પષ્ટ થઇ ચૂક્યંુ છે કે બહુપાંખિયાવાળી બનેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં તેઓ પોતાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી તરફથી કોઇ ઉમેદવારો ઉભા રાખવાને બદલે આ પાર્ટીનું શટર પાડી દેશે અને એમના સમર્થનથી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને રાજકીય લાભ થવાની શક્યતા નકારી શકાતી નથી. શંકરસિંહને કારણે હવે એમના પુત્ર-પુર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાને ફરી પાછું રાજકીય પ્લેટફોર્મ મળશે.

( Source – Sandesh )