બજેટમાં સામાન્ય માણસને મોંઘવારીનો માર, ઝીરો કસ્ટમ ડ્યુટી લાગતી વસ્તુ પર 10 ટકાનો વધારો

બજેટમાં સામાન્ય માણસને મોંઘવારીનો માર, ઝીરો કસ્ટમ ડ્યુટી લાગતી વસ્તુ પર 10 ટકાનો વધારો

નાણા મંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ (Budget 2021-22) રજૂ કરી દીધુ છે. આ બજેટમાં સામાન્ય માણસને રાહત આપનારી ઘોષણાઓ તો જોવા ના મળી, પરંતુ સામાન્ય માણસ પર મોંઘવારીનો માર પડતો જરૂરી દેખાયો છે. નિર્મલા સીતારમણે આ બજેટમાં મોબાઇલ ફોન અને ચાર્જર મોંઘા થવાની ઘોષણા કરી છે. સરકારે સ્માર્ટફોન અને ચાર્જર બંન્ને પર જ કસ્ટમ ડ્યૂટી (custom duty hike) વધારવાનો નિર્ણય કર્યો છે. નવી કિંમત 1 એપ્રિલ 2021થી લાગુ થશે.

શું બોલ્યા નાણા મંત્રી નિર્મલા સીતારમણ?

નાણા મંત્રીએ બજેટ દરમિયાન કહ્યું કે, ઘરેલુ ઇલેક્ટ્રોનિક મેન્યુપેક્ચરિંગમાં મોટી ગ્રોથ જોવા મળી છે. હવે મોબાઇલ અને ચાર્જર્સ જેવી વસ્તુઓની નિકાસ કરી રહ્યા છીએ. હવે અમે મોબાઇલ અને ચાર્જરના કેટલાક પાર્ટ પર આપવામાં આવેલી છૂટ પરત લઇ રહ્યા છીએ. આ સિવાય મોબાઇલના કેટલાક પાર્ટસ પર લાગનાર કસ્યમ ડ્યૂટીને નિલ એટલે કે ઝીરોથી વધારીને 2.5 ટકા કરી દીધી છે.

કેટલા મોંઘા થશે મોબાઇલ અને ચાર્જર?

જો આપણે મોબાઈલ ફોન વિશે વાત કરીએ તો પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી, કેમેરા મોડ્યુલ અને કનેક્ટર્સ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 2.5 ટકા કરી દેવામાં આવી છે, જેના પર આજ સુધી કોઈ કસ્ટમ ડ્યુટી લગાવાઈ નહોતી. બીજી તરફ પ્રિંટ કરેલા સર્કિટ બોર્ડ એસેમ્બલી અને ચાર્જર્સ અને એડેપ્ટરોના ઉત્પાદન માટે જરૂરી મોડ્યુલેટેડ પ્લાસ્ટિક પરની કસ્ટમ ડ્યુટી અગાઉના 10 ટકા હતી તેને 15 ટકા કરી દેવામાં આવી છે.

કેટલાક ઇનપુટ્સ અને મોબાઇલ ચાર્જર્સના ભાગો પર વસૂલવામાં આવતી કસ્ટમ ડ્યુટી ઘટાડીને 10 ટકા કરી દેવામાં આવી છે, જેના પર અગાઉ કોઈ પણ કસ્ટમ ડ્યુટી લાગતી નહોતી. લિથિયમ આયન બેટરી અને બેટરી પેકના ઉત્પાદન માટે જરૂરી ઇનપુટ્સ, પાર્ટસ અને પેટા પાર્ટસ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 2.5 ટકા કરી દેવામાં આવી છે, જે અગાઉ શૂન્ય હતી.

( Source – Sandesh )