અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસતીમાં આટલા ટકા વધારો

અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસતીમાં આટલા ટકા વધારો

અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસતી 2010થી 2017ની વચ્ચે 7 વર્ષમાં 38 ટકા સુધી વધી ગઇ છે. દક્ષિણ એશિયન અમેરિકન્સ લીડિંગ ટુગેધર (South Asian Americans Leading Together- SAALT) એ પોતાના સ્નેપશોટમાં કહ્યું કે કમ સે કમ 6,30,000 ભારતીય છે જેમનો દસ્તાવેજમાં કોઇ રેકોર્ડ જ નથી. આ 2010 બાદ 72 ટકા વૃદ્ધિ છે.

તેમણે કહ્યું કે ગેરકાયદે ઇન્ડિયન-અમેરિકન લોકોમાં વધારો વીઝા પૂરા થયા બાદ પણ અહીં વસતા ભારતીય પ્રવાસીઓના લીધે થઇ શકે છે. તેમણે કહ્યું કે 2016ની સાલમાં અંદાજે 2,50,000 ભારતીય પોતાના વીઝા પૂરા થયા બાદ પણ અહીં વસતા હતા. સામાન્ય રીતે દક્ષિણ એશિયન મૂળના અમેરિકન રહેવાસીઓની વસતી 40 ટકા સુધી વધી છે. આ 2010મા 35 લાખથી વધીને 2017મા 54 લાખ થઇ ગઇ.

2010ની સાલ બાદથી નેપાળી સમુદાયમાં 206.6 ટકા, ભારતીય સમુદાયમાં 38 ટકા, ભૂતાની નાગરિકોમાં 38 ટકા, પાકિસ્તાનીઓમાં 33 ટકા, બાંગ્લાદેશી નાગરિકોમાં 26 ટકા, અને શ્રીલંકન વસતીમાં 15 ટકાનો વધારો થયો છે. રિપોર્ટના મતે એશિયન અમેરિકન નાગરિકોની આવકમાં અસમાનતા સૌથી વધુ છે. અમેરિકામાં રહેતા અંદાજે 50 લાખ દક્ષિણ એશિયન નાગરિકોમાં અંદાજે એક ટકા ગરીબીમાં જીવી રહ્યા છે.