પૃથ્વીનો થશે મહાવિનાશ! આકાશમાંથી પડશે આગના ગોળા, થયો મોટો ખુલાસો

પૃથ્વીનો થશે મહાવિનાશ! આકાશમાંથી પડશે આગના ગોળા, થયો મોટો ખુલાસો

લોકો પૃથ્વીના પ્રલયનો વિચાર કરીને ડરી જાય છે. આપણે ફિલ્મો અને સ્ટોરીમાં પ્રલય વિશે ઘણું સાંભળ્યું અને જોયું છે. પરંતુ જો તે હકિકતમાં થશે તો શું થશે! વિજ્ઞાનીઓનું માનવું છે કે પ્રલયના સમયનો અંદાજ લગાવી શકાય છે.

નિષ્ણાતોના મતે, પૃથ્વી પર દર 2.7 મિલિયન વર્ષ પછી વૈશ્વિક સ્તરે ભયંકર વિનાશક ઘટનાઓ થાય છે. છેલ્લી વખત આવી ઘટના 6.6 મિલિયન વર્ષો પહેલા બની હતી, જ્યારે કદાચ એસ્ટરોઇડ અથવા ધૂમકેતુના પતનને કારણે ડાયનાસોર લુપ્ત થઈ ગયા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રલય ઓછામાં ઓછા 30 કરોડ વર્ષ પાછળ છે. નવા આંકડાકીય વિશ્લેષણના આધારે યુ.એસ.ના સંશોધનકારોએ શોધી કાઢ્યું છે કે ગેલેક્સીમાંથી પસાર થતાં દર 2.6 થી 30 મિલિયન વર્ષમાં સમગ્ર જીવનને મારી નાખનારા ધૂમકેતુઓનો વરસાદ થાય છે.

જો આ ધૂમકેતુઓ પૃથ્વી પર ટકરાશે, તો આખા વિશ્વમાં અંધકાર અને ઠંડી, જંગલોમાં આગ, એસિડ વરસાદ અને ઓઝોન સ્તર સમાપ્ત થઈ જશે. ભૂમિ પર રહેતા જીવોની સાથે જ પાણી પર રહેતા જીવોનો પણ નાશ થશે.

વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું છે કે પૃથ્વીની અંદરથી લાવા બહાર આવ્યો હતો ત્યારે જમીન અને પાણી પર વિનાશ થયો હતો. નિષ્ણાતો કહે છે કે જે રીતે આપણો ગ્રહ ગેલેક્સીમાં ફરે છે, તે રીતે ભયનો ખતરો પણ રહે છે.

ન્યૂ યોર્ક યુનિવર્સિટીના પ્રોફેસર અને અધ્યયન લેખક માઇકલ રેમ્પિનો કહે છે, ‘એવું લાગે છે કે પૃથ્વીની અંદર મોટા પદાર્થો અને પ્રવૃત્તિ (જે લાવા ઉત્પન્ન કરી શકે છે), તે 2.7 મિલિયન વર્ષના તફાવત પર વિનાશક ઘટનાઓ છે સાથે હોઈ શકે છે.)

( Source – Sandesh )