Hondaની આ નવી મીની કાર ચાલશે એક વખતમાં ‘200 કિમી’

Hondaની આ નવી મીની કાર ચાલશે એક વખતમાં ‘200 કિમી’

જાપાનની કાર કંપની હોન્ડા નવી ઇલેક્ટ્રિક કાર Honda e માર્કેટમાં લાવવાની તૈયારીમાં છે. આ હોન્ડાની પહેલી ઇલેક્ટ્રિક કાર હશે. આ કારને કંપનીના ડેડિકેટેડ ઇલેક્ટ્રિક વ્હિકલ પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે. હોન્ડાએ આ કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક કારના પ્લેટફોર્મ વિશે માહિતી શેર કરી છે, જેનાથી તેની મોટર અને રેન્જ તથા ચાર્જિંગ સહિત ઘણી બધી માહિતી સામેલ છે.

Honda e માં બધા ચારે વ્હીલ પર અલગ-અલગ સસ્પેંશન આપવામાં આવ્યા છે. વજન ઓછું રાખવા માટે સસ્પેંશનના કમ્પોનેંટ્સ સામાન્ય એલ્યુમિનિયમ વડે બનાવ્યા છે. ઇલેક્ટ્રિક કારનું ચાર્જિંગ પોર્ટ બોનટમાં છે. આ સાથે એક ગ્લાસ પેનલ આપવામાં આવી છે, જે બેટરીની ચાર્જિંગ સ્થિતિ દર્શાવે છે. Honda e ને આ વર્ષના અંત સુધી ઇન્ટરનેશનલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. આ ઇલેક્ટ્રિક કારની ડિલિવરી વર્ષ 2020માં શરૂ થશે. જર્મની, ફ્રાંસ અને નોર્વે માટે તેનું બુકિંગ શરૂ થઇ ગયું છે.

Honda e ના પ્લેટફોર્મને શહેરોના પ્રમાણે ડેવલોપમેન્ટ કરવામાં આવ્યો છે. કારના બેલેન્સ માટે તેનો વેટ ડિસ્ટ્રિબ્યૂશન 50:50 રેશ્યોમાં રાખવામાં આવ્યો છે અને બેટરીને કારના ફ્લોરની નીચે લગાવવામાં આવી છે. કારના રિયર એક્સેલ પર ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે, જે પાછળના ટાયરને પાવર આપે છે. એટલે કે આ કાર રિયર વ્હીલ ડ્રાઇવ છે. આ કાર એક વખત ચાર્જ કર્યા બાદ 200 કિલોમીટર ચાલશે.