પીએમ મોદી 50 વર્ષ જૂના કાયદાને બદલવા માંગે છે, નવા કાયદાથી થશે આ ફાયદો

પીએમ મોદી 50 વર્ષ જૂના કાયદાને બદલવા માંગે છે, નવા કાયદાથી થશે આ ફાયદો

સરકાર ટેક્સપેયર્સ પર ટેક્સનું ભારણ ઘટાડવા અને અનુપાલનને સરળ બનાવવા મોટો ઇનકમટેક્સ સુધારો કરી શકે છે. સૂત્રો પાસેથી જણકારી પ્રમાણે વર્તમાન ટેક્સ કાયદાને સુધારવાની કામગીરી પૂર્ણ થઈ ગઇ છે. પરંતુ સામાન્ય બજેટ 2019-20 પહેલા જનતાની અપેક્ષાઓ માટે તેને અટકાવવામાં આવ્યું છે.

એક અધિકારીએ જણાવ્યું છે કે, આ (નવો ડાયરેક્ટ ટેક્સ કાયદો) લગભગ પૂર્ણ થઈ ગયો છે. તેને બજેટ પછી લાવવામાં આવશે, કારણ કે આપણું ધ્યાન નાણાકીય બિલ પર કેન્દ્રિત છે. જોકે અધિકારીએ આ સંબંધમાં કોઈ વિગતો આપી નથી. તેમણે કહ્યું, જો મુસદ્દો અત્યારે આવે તો અનિવાર્ય અપેક્ષાઓ જન્મે છે.

શું બદલાશે?
અધિકારીએ સંકેત આપ્યો છે કે નવા કાયદામાં નોકરી કરતા લોકોનો ટેક્સનો ભાર ઓછો થશે. તેમજ રીટર્ન ભરવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવશે. તેના પરિણામે ટેક્સપેઅર્સની સંખ્યામાં વધારો થશે. દશક જૂના ઇન્કમ ટેક્સ કાયદાની જગ્યાએ નવા કાયદાઓના દસ્તાવેજ તૈયાર કરવા માટે ટાસ્ક ફોર્સને અહેવાલ સોંપણી માટે 26 મેથી બે મહિનાનો વધુ સમય આપવામાં આવ્યો હતો.

50 વર્ષ જૂના કાયદાને બદલવા માંગે છે પીએમ મોદી:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે જોયું કે હાલનો કાયદો 50 વર્ષ જૂનો છે અને તેને સમકાલીન બનાવવા માટે ફરીથી તેમાં સુધારો કરવાની જરૂર છે, તો પહેલા નવેમ્બર, 2017માં સમિતિની રચના કરવામાં આવી હતી. સીબીડીટીના સભ્ય અખિલેશ રંજન ટાસ્ક ફોર્સના પ્રમુખ છે.

કાયદામાં ફેરફાર કરવાનો આ ત્રીજો પ્રયત્ન:
તેના સભ્યોમાં ગિરિશ આહુજા (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ), રાજીવ મેમાની (ઇવાઇ ઇન્ડિયાના ચેરમેન અને રીજનલ મેનેજિંગ ભાગીદાર), મુકેશ પટેલ (પ્રેક્ટિસિંગ ટેક્સ એડવોકેટ), માનસી કેડિયા (કન્સલ્ટન્ટ આઈસીઆરઆઇઇઆર) અને જી. સી. શ્રીવાસ્તવ ( રીટાયર IRS અધિકારી અને વકીલ)નો સમાવેશ થાય છે.