અમેરિકી સંસદે બાઈડનની જીત પર મારી મંજુરીની મ્હોર, ટ્રમ્પે હાર માની પણ જતા જતા કહ્યું કે…

અમેરિકી સંસદે બાઈડનની જીત પર મારી મંજુરીની મ્હોર, ટ્રમ્પે હાર માની પણ જતા જતા કહ્યું કે…

અમેરિકન કૉંગ્રેસે (American Congress)ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન (Joe Biden)ની જીત પર બંધારણીય મહોર મારી દીધી છે. કૉંગ્રેસે ઈલેક્ટ્રોલ કોલેજ (Electoral College) કાઉન્ટિંગમાં બાઇડનને વિજેતા જાહેર કર્યા છે. બાઇડન ઉપરાંત કમલા હૈરિસ (Kamala Harris)ને પણ ઉપ રાષ્ટ્રપ્રમુખ પદ માટે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)પણ નિશ્ચિત સમય દરમિયાન પદ પરથી હટવાની જાહેરાત કરી દીધી છે.

આ પહેલા સેનેટ (US Senate) અને કૉંગ્રેસે જ્યોર્જિયા, પેન્સિલ્વેનિયા, નેવાડા અને એરિઝોનાથી જોડાયેલા રિપબ્લિકન (Republican)નેતાઓના કાઉન્ટિંગ રોકવા સંબંધિત પ્રસ્તાવોને વારા ફરથી ફગાવી દીધા હતા.

જો બાઈડનની રાષ્ટ્રપતિ બનતા રોકવા માટે અમેરીકી સંસદને જંગનુ મેદાન બનાવવાળા ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની હિંસા બે અસર સાબિત થઈ છે. ગુરુવાર એટલે કે આજે ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે રાત્રીના અંદાજીત પોણા 4 કલાકે (ભારતીય સમય અનુસાર બપોરના બે કલાક) જો બાઈડનની જીતની જાહેરાત કરી દીધી છે.

યુ.એસ. સંસદમાં લગભગ 15 કલાકની ચર્ચા અને ઘર્ષણ બાદ માઇક પેંસે બિડેનની ઇલેક્ટોરલ કોલેજમાં મતોના આધારે વિજયની ઘોષણા કરી હતી. દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક આદેશ જારી કરીને કહ્યું છે કે 20 જાન્યુઆરીએ સત્તાનું ટ્રાન્સફર થશે.

ટ્રમ્પે કહ્યું હતું કે, જોકે હું ચૂંટણી પરિણામોથી આજે પણ સંપૂર્ણ પણે અસહમત જ છું, તેમ છતાંયે 20 જાન્યુઆરીએ વ્યવસ્થિત રીતે સત્તાનું હસ્તાંતરણ કરવામાં આવશે. સંસદમાં બાઈડન (78) અને હેરિસ (59) મતોથી જીતવાની જાહેરાત થતાની સાથે અજ ટ્રમ્પે કહ્યું હતું કે, આ નિર્ણય સાથે જ રાષ્ટ્રપતિ તરીકેના શાનદાર પહેલા કાર્યકાળનો અંત આવ્યો. ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાની બાબતને ફરી એકવાર વાગોળતા ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકાને ફરી મહાન બનાવવા માટે આ અમારા સંઘર્ષની માત્ર શરૂઆત છે. બાઈડન અને હેરિસ 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરશે.

ટ્રમ્પે કાયદાનું પાલન કરવા અને ઘરે જવા કરી અપીલ

ટ્રમ્પ કે જે પહેલા પોતાના સમર્થકોને પ્રોત્સાહન આપતા હતાં, હિંસા બાદ તેમને આ જ લોકોને કાયદાનું પાલન કરવા અને ઘરે જતા રહેવાની અપીલ કરી છે. તેમણે એક વીડિયો સંદેશ જાહેર કરીને તોફાને ચડેલા પોતાના સમર્થકોને આ અપીલ કરી હતી.

અમેરિકાના ભાવિ રાષ્ટ્રપતિ જો બાઈડને રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, તાજેતરમાં જ અમારા લોકતંયત્ર પર અભૂતપૂર્વ હુમલા થઈ રહ્યા છે. આપણે આધુનિક સમયમાં આ પ્રકારની ઘટના ક્યારેય નથી જોઈ. સ્વતંત્રતાના ગઢ, કેપિટલ પર હુમલો. લોકોનું પ્રતિનિધિત્વ કરનારાઓ અને કેપિટલ હિલ પોલીસ… અને લોક સેવક જે આપણા ગણતંત્રના મંદિરમાં કામ કરે છે તેમના પર હુમલો…

બંધારણની રક્ષા કરવાની કરી અપીલ

બાઈડને ઉમેર્યું હતું કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, કેપિટલમાં અરાજકતાનું આ દ્રશ્ય હકિકતે અમેરિકાને પ્રતિબંબિત નથી કરતું. આપણે સૌકોઈએ જોયું કે, માત્ર ગણતરીની સંખ્યામાં હાજર કટ્ટરપંથીઓ અરાજકતા ફેલાવી રહ્યાં છે. આ અવ્યવસ્થા છે. આ અરાજકતા છે. આ રાજદ્રોહ સમાન છે. તેનો અંત થવો જ જોઈએ. બાઈડને રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, હું રાષ્ટ્રપતિ ટ્રમ્પને શપથનું માન રાખતા રાષ્ટ્રીય ટેલિવિઝન પર જઈને આ પ્રકારની અરાજકતાનો અંત આણવાની માંગણી કરતા બંધારણની રક્ષા કરવાની અપીલ કરૂ છું.