કપલ પતિ-પત્નીની જેમ રહેતું હોય તો મહિલાને ભરણપોષણનો હક : હાઈકોર્ટ

કપલ પતિ-પત્નીની જેમ રહેતું હોય તો મહિલાને ભરણપોષણનો હક : હાઈકોર્ટ

। નવી દિલ્હી ।

દિલ્હી હાઇકોર્ટે એક મહત્ત્વનાં ચુકાદામાં ઠરાવ્યું હતું કે, જો કપલ ઘણા લાંબા સમયથી પતિ-પત્નીની જેમ સાથે રહેતું હોય તો એવું માનવામાં આવશે કે બંનેએ લગ્ન કરી લીધા છે. આવા સંજોગોમાં બંને લાંબા સમય બાદ છૂટા પડવાનું નક્કી કરે તો મહિલાને પુરુષ પાસેથી ભરણપોષણ માગવાનો અધિકાર છે. હાઇકોર્ટે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યું છે કે, જો સ્ત્રી અને પુરુષ બંને પતિ- પત્નીની જેમ સાથે રહેતા હોય તો મહિલા ઝ્રિઁઝ્રની કલમ ૧૨૫ હેઠળ ગુજારા ભથ્થં માગી શકે છે અને આવા સંજોગોમાં બંનેએ લગ્ન કર્યા છે તેવું માની લેવામાં આવશે. આ કેસમાં નીચલી કોર્ટમાં ચુકાદામાં દખલ કરવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો.

ટ્રાયલ કોર્ટે  ૫,૦૦૦ ભરણપોષણ આપવા આદેશ આપ્યો હતો

હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટે આ કેસમાં એવું માન્યું છે કે કપલ પતિ-પત્ની તરીકે ૨૦ વર્ષથી સાથે રહે છે. ટ્રાયલ કોર્ટનાં ચુકાદામાં કોઈ ખામી નથી. અરજદાર દ્વારા નીચલી કોર્ટનાં આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં પત્નીને દર મહિને રૂ. ૫,૦૦૦ ગુજારા ભથ્થં આપવાનો આદેશ પુરુષને આપવામાં આવ્યો હતો. હાઇકોર્ટે અરજદારની અપીલ ફગાવી હતી.